Reliance Jio ના આ બે સસ્તા રિચાર્જ પ્લાન બંધ થતાં યુઝરે હવે ખર્ચવા પડશે વધુ રૂપિયા

Reliance Jio એ પોતાના બે સસ્તા રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે. સાથે જ buy one get one offer પણ બંધ કરી દેવામાં આવી છે. હવે યૂઝર્સને રિચાર્જ કરવા માટે પહેલા કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે રિલાયન્સ જીઓ એ કયા રિચાર્જ પ્લાન બંધ કર્યા છે.

image source

રિલાયન્સ જિયોએ સસ્તા અને જબરદસ્ત રિચાર્જ પ્લાન રજૂ કરીને પોતાના ગ્રાહકોને ખુશ કરી દીધા હતા. જીઓ એ જેવા ઓછી ઓછી કિંમતવાળા અને વધુ ફાયદાવાળા recharge plans લોન્ચ કર્યા તો બાકી ટેલિકોમ કંપનીઓને નુકસાન થવા લાગ્યું. અને તેના ગ્રાહકો રિલાયન્સ જીઓ સાથે જોડાવા લાગ્યા. રિલાયન્સ જીઓ સમયાંતરે પોતાના પ્લાનમાં ફેરફાર કરતું રહે છે. ત્યારે તાજેતરમાં જ રિલાયન્સ jio એ પોતાના બે સસ્તા રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે. રિલાયન્સ જિયોએ 39 રૂપિયા અને 69 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે. jio ની વેબસાઈટ પર આ બંને પ્લાન ગાયબ થઇ ગયા છે. આ બંને પ્લાન યુઝર માં ઘણા લોકપ્રિય હતા અને ઘણા લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. એ સિવાય રિલાયન્સ જીઓ એ તેના અન્ય એક ધમાકેદાર પ્લાનને પણ બંધ કર્યો છે. થોડા સમય પહેલા રિલાયન્સ જિયોની buy one get one free ઓફર રજુ થઇ હતી તેને હવે બંધ કરી દેવામાં આવી છે.

જીઓના 39 રૂપિયા વાળા પ્લાનમાં મળતા હતા આ ફાયદા

image source

જિયો ફોનનો સૌથી સસ્તો પ્લાન 39 રૂપિયા વાળો જ હતો. આ પ્લાનમાં યુઝર્સને 14 દિવસ ની વેલિડીટી મળતી હતી. સાથે જ પ્રતિદિન 100 એમબીનો ડાટા મળતો હતો. એ સિવાય કોઈપણ નેટવર્ક ઉપર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ યુઝરને મળતી હતી. આ પ્લાનમાં કુલ 4gb ઇન્ટરનેટ ડેટા મળી રહ્યો હતો. પ્લાનમાં આ સિવાય jio એપ્સ નું ફ્રી subscription પણ મળતું હતું.

જીઓના 69 રૂપિયા વાળા પ્લાનમાં મળતા હતા આ ફાયદા

image source

રિલાયન્સ જીઓ ની વેબસાઈટ પર 69 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન પણ ક્યાંય નજર નથી આવી રહ્યો. jio ના આ રિચાર્જ પ્લાનમાં 14 દિવસની જ વેલીડીટી મળતી હતી. અને પ્રતિ દિવસ 0.5 ઇન્ટરનેટ ડેટા અને કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળતી હતી. એટલે કે આ પ્લાનમાં 7gb ઇન્ટરનેટ ડેટા મળતો હતો. પ્લાનમાં એ સિવાય જીઓ એપ્સ free subscription પણ મળતું હતું.

હવે યુઝરે કરાવવું પડશે 75 રૂપિયા વાળું રિચાર્જ

image source

જીઓની વેબસાઈટ પર ઉપરોક્ત બન્ને પ્લાન ન દેખાવાથી હવે યુઝરે 75 રૂપિયા વાળો પ્લાન રિચાર્જ કરાવવો પડશે. તેમાં 28 દિવસની વેલીડીટી મળશે. પ્રતિ દિવસ 100 mb ઈન્ટરનેટ ડેટા અને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. એ સિવાય જીઓ એપ્સ નું ફ્રી સબસ્ક્રીપશન પણ મળશે. આ સુવિધાઓ 39 રૂપિયા વાળા પ્લાન જેવી જ છે ફક્ત પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.