Online જોઈને કાર ખરીદવા માટે પહોચી મહિલા, આંખો પર વિશ્વાસ થયો નહી, ૫ લાખ રૂપિયામાં વેચાઈ રહ્યો હતો ભંગાર.

ઓનલાઈન શોપિંગ (Online Shopping) કેટલીક વાર ખુબ જ જોખમકારક થઈ જાય છે. ખાસ કરીને સેકેંડ હેંડ કાર (Second hand car online) ની વાત કરીએ તો આ મામલો થોડો વધારે ટ્રીકી થઈ જાય છે. આવું જ થયું એક મહિલાની સાથે, જે ઓનલાઈન જોઈને એક કાર ખરીદવા પહોચી જાય છે તો તેની સામે કારની જગ્યાએ ભંગાર જોવા મળ્યો.

image source

Kia Picanto કારના મોડલ અને તેની વિશેષતાઓની સાથે એક સેકંડ હેંડ કાર (Second hand car online) વેચનાર app પર લખવામાં આવ્યું હતું કે, આ કારમાં ફક્ત થોડાક સ્ક્રેચ છે. આ જોઈને એક મહિલાએ કાર ખરીદવાનું મન પણ બનાવી લીધું. જયારે આ મહિલાએ કારને રૂબરૂ જોવા માટે પહોચે છે તો કામ (Woman got wreckage instead of second hand car) ની સ્થિતિ જોઈને આ મહિલાના હોશ ઉડી જાય છે.

૫ લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યો હતો ભંગાર

image source

કાર ખરીદવામાં રસ દર્શાવ્યા બાદ મહિલાએ એકવાર કારને રૂબરૂ જોવાની ઈચ્છા દર્શાવી. તેમનું કહેવું છે કે, Depop નામની સેકેંડ હેંડ કારની ડીલ કરનાર વેબસાઈટ (Online Shopping) એ પોતાની એડમાં કારની કિંત ૫ હજાર પાઉન્ડ એટલે કે, ભારતીય મુદ્રા મુજબ ૫.૧૫ હજાર રૂપિયા જેટલી રાખવામાં આવી હતી. આ વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે, લાલ રંગની કાર ઉપયોગ કરી લેવામાં આવી છે, તો પણ એની સ્થિતિ એકદમ સારી છે. આટલી શાનદાર કારની કિંત ફક્ત ૫ લાખ રૂપિયા જોયા બાદ મહિલા શોપર ફટાફટ કાર જોવા માટે પહોચી જાય છે, પરંતુ જયારે કારને તેણે રૂબરૂ જોઈ તો તેને વિશ્વાસ થયો નહી કે, આ ભંગારને વેબસાઈટ દ્વારા સેકેંડ હેંડ કાર (Second hand car online) તરીકે વેચવા માટે ઓનલાઈન મૂકી હતી.

કાર સેલિંગ કંપનીની થઈ બેઈજ્જતી.

image source

આ મહિલા શોપરએ કારને જોતા જ તેની સ્પષ્ટતાથી ફોટો લઈ લેવામાં આવી અને ત્યાર બાદ આ ફોટોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી દીધી. આ કારની ફોટોની સાથે મહિલાએ Depop કંપનીની સાથેનો પોતાનો અનુભવ પણ શેર કરતા લખ્યું છે કે, ‘હું હવે ક્યારેય પણ Depop પર વિશ્વાસ કરીશ નહી. થોડા ઘણા સ્ક્રેચ વાળી આ કાર છે? હું કેટલી મુરખ છું. આ ‘પરફેક્ટ કંડીશન’ વાળી કારની કિમત પણ ઘણી ઓછી છે.’

image source

પોસ્ટમાં કાર સેલિંગ કંપની પર સખ્ત આરોપ લગાવવામાં આવ્યા છે અને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે કે, તેઓ આ પ્રકારની ભૂલ કરવાથી બચે. આ મહિલા શોપરએ જણાવ્યું છે કે, કાર ઉંધી પડેલી હતી અને કાર પર મોટા ડેંટસ પડી ગયા હતા. કારની અંદર જોઈ શકાય તેમ હતું જ નહી, કેમ કે, બહારથી જ આ કાર ખુબ જ ગંદી અને મેલી હતી.

image source

સોશિયલ મીડિયા પર લોકોએ જયારે આ પોસ્ટ જોઈ તો તેમણે મહિલાની સાથે સંવેદના દર્શાવતા કહ્યું છે કે, આ મજાક છે? એક યુઝરએ પૂછ્યું છે કે, અંતે આ છે શું? આ સમાચાર વાંચ્યા બાદ જયારે પણ અપ આગળ જતા કોઈ ડીલ કરો છો તો ફક્ત ઓનલાઈન ફીચર્સ પર વિશ્વાસ કરવો નહી.