જે રોગ લાખે એકને થાય એવા રોગના રાજકોટમાં 100થી વધુ કેસ નોંધાતા હાહાકાર, 12 બાળકોની સારવાર શક્ય બની

હાલમાં ગુજરાતમાં તો એક રોગ ગયો નથી ત્યાં બીજો રોગ આવીને ઉભો થઈ જાય છે. જો કે આખા દેશમાં અને દુનિયામાં એજ હાલત છે અને લોકો ટપોટપ મરી પણ રહ્યાં છે. ત્યારે હાલમાં એક સમાચાર એવા સામે આવ્યો છે કે જેણે આખા દેશમાં ચિંતા જગાવી છે. આ કેસ સામે આવ્યો છે રાજકોટથી. આ કેસમાં વધારે ચિંતા એટલે છે કે કોરોના બાદ બાળકોમાં નવા પ્રકારનો રોગ બહાર આવ્યો છે જે અત્યાર સુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો છે અને એક લાખે એક બાળકને અને તે પણ પશ્ચિમી દેશોમાં થતો તેના 100થી વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે.

image source

આ 100 કેસમાંથી સારવારની વાત કરવામાં આવે તો માત્ર સિવિલ હોસ્પિટલમાં જ 12 બાળ દર્દીઓએ સારવાર લીધી છે અને સાજા થયા છે. MIS-Cને કારણે થતી તકલીફો વિશે જો આપણે વાત કરીએ તો ડોક્ટરોનું કહેવું છે કે ત્રણ દિવસથી વધુ તાવ રહે. ઝાડા-ઊલટી થાય. હાથ પગમાં સોજા આવી જાય. પેટમાં પાણી ભરાય જાય. લિવર પર પણ સોજો આવી જાય. બ્લડપ્રેશર ઘટી જાય. આંખ, હોઠ, જીભ લાલ થઈ જાય છે. શરીરમાં ચકામા અને દાણા દેખાવા લાગે છે. જો વાત કરીએ કે સારવાર માટે શું પગલાં લેવા જોઈએ તો એના વિશે માહિતી મળી રહી છે કે એન્ટિબાયોટિક, આઈવી- આઈજી અને થોડી માત્રામાં સ્ટેરોઈડથી પણ સારવાર લઈ શકાય છે.

એમઆઈએસ સીના કેસ વધતા નેશનલ એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે સારવાર માટેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જો આ ગાઈડલાઈન વિશે વાત કરવામાં આવે તો એ મુજબ આ રોગનું નિદાન થયા બાદ આઈવીઆઈજી ઈન્જેક્શન કે જે માનવ રક્તમાંથી બનેલી એન્ટિબોડી છે તે આપવા પડે. આ એક ઈન્જેક્શનની કિંમત 10થી 17 હજાર રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે અને વજન મુજબ 2 ગ્રામ પ્રતિ કિલો આપવાનું હોય છે. આ સાથે મિથાઈલપ્રેડનીસોલોન સ્ટેરોઇડ 10થી 30 એમજી પ્રતિ કિલો મહત્તમ 1 ગ્રામ દિવસ મુજબ આપવાના રહેશે. આ સારવાર બાદ પણ 3 દિવસ સુધી ફરક ન પડે તો ફરી આઈવીઆજી રીપિટ કરવાના અથવા છેલ્લા માર્ગ તરીકે ટોસિલીઝુમેબ આપવા પડશે અને સારવાર શક્ય બનશે

image source

કોરોના બાદ બાળકોમાં કઈ સમસ્યા વધી ગઈ એના વિશે જો વાત કરવામાં આવે તો આંખો લાલ થવી, જીભ લાલ થવી, દાણા નીકળવા, સોજા ચડવા તેમજ પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યાનો સમાવેશ થઈ રહ્યો છે. તબીબોએ આ અંગે અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરતા મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન (MIS-C) હોવાનું નિદાન થયું છે.

ડો. રાકેશ ગામી આ રોગ અને સારવાર વિશે વાત કરે છે કે આ રોગ PIMS પીડિયાટ્રીક મલ્ટીસિસ્ટમ ઈન્ફલામેન્ટ્રી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોરોના થયા બાદ 4થી 6 અઠવાડિયા પછી અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો છે અને જેની સારવાર કરવામાં આવી રહી છે. આ કેસમાં એક એવા એવી પણ સામે આવી છે કે અત્યાર સુધી આ માત્ર સ્ટડીમાં જ હતો કોરોના થયા બાદ શરીરમાં એન્ટિબોડી બને છે. બાળકોમાં આ એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતા શરીરના દરેક કોષ પર અસર કરે છે. એટલે થાય છે એવું કે શરીરનું રક્ષણ કરવાને બદલે ડેમેજ કરે છે.

image source

મળતી માહિતી પ્રમાણે જેવું જ ડેમેજ કરે છે જેના કારણે સખત તાવ આવે, ઝાડા ઊલટી થાય, જીભ હોઠ તેમજ આંખ લાલ થઈ જાય છે. સારવાર અંગે વાત કરીએ તો આવા બાળદર્દીમાં રોગનું નિદાન કરવા માટે કોવિડના એન્ટિબોડી ટેસ્ટ, ડી ડાઈમર, ફેરિટિન, એલડીએચ, સીબીસી તેમજ તમામ ઈન્ફ્લામેન્ટ્રી માર્કરના રિપોર્ટ તેમજ બાળકને બીજી કોઇ ગંભીર બીમારી નથી તે જાણીને એમઆઈએસ-સીનું નિદાન થાય છે. રાજકોટ શહેરમાં 100થી વધુ દર્દીની સારવાર થઈ ચૂકી હોય તેવો અંદાજ પણ ડો. યજ્ઞેશ પોપટે વ્યક્ત કર્યો છે. આ રોગના નિદાન માટે સૌથી પહેલા કોરોના એન્ટિબોડી ટેસ્ટ કરાય જેથી ભૂતકાળમાં કોરોના થયો હતો કે નહીં જેના વિશે આપણે માહિતી મળી શકે. મેડિકલ હિસ્ટ્રી માટે પૂછાતા 50 ટકા માતા-પિતાએ તેમના બાળકને કોરોના થયો નથી તેવું પણ કહ્યું હતું જેના કારણે ચિંતા વધારે વધી છે. જો કે એન્ટિબોડી ટેસ્ટમાં બધા પોઝિટિવ આવ્યા છે અને 200થી 250 જેટલું પ્રમાણ ધરાવે છે.

image source

હવે આગળ વાત કરીએ તો આ જે પણ બાળકોમાં કોરોનાના લક્ષણો ન હોવા છતાં એન્ટીબોડી સામે આવ્યા છે એ સાબિત કરે છે કે મોટાભાગના બાળકોને કોરોના થાય છે પણ એસિમ્ટોમેટિક હોવાથી જણાતું નથી અને આપમેળે રિકવર પણ થઈ જાય છે એવી માહિતી મળી રહી છે. 5થી 15 વર્ષના બાળકોમાં એમઆઈએસસીનું પ્રમાણ એ પણ દર્શાવે છે કે જે બાળકો બહાર રમે તેવી ઉંમરના છે તેમને સંક્રમણ લાગ્યું છે. ત્યારે હાલમાં આ રોગને લઈ દેશ દુનિયામાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને લોકોમા પણ એક અલગ પ્રકારે જ ડર પેસી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!