પીરામલ ગૃપે આ કારણે બનાવ્યો રાહુલ દ્રવિડને કંપનીનો બ્રાન્ડ એમ્બેસડર, જાણીને તમને પણ લાગશે નવાઈ

પીરામલ ગ્રુપની રિયલ એસ્ટેટ શાખા પીરામલ રિયલ્ટીએ તેના પ્રોજેક્ટ્સના પોર્ટફોલિયો માટે રાહુલ દ્રવિડને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં પીરામલ મહાલક્ષ્મી (જેકબ સર્કલ), પીરામલ વૈકુંઠ (થાણે), પીરામલ રેવંતા (મુલુંડ), પીરામલ અરણ્ય (ભાયખલા) અને અત્યાધુનિક કોમર્શિયલ પ્રોજેક્ટ પીરામલ અગસ્ત્ય (કુર્લા) નો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રાહુલ દ્રવિડ બ્રાંડના એક અનુભવી એમ્બેસેડર તરીકે પીરામલ રિયલ્ટી સાથે જોડાશે અને ભાવનાત્મક રીતે પીરામલ રિયલ્ટીના પ્રમુખ મૂલ્યોને પ્રદર્શિત કરશે. તે ઘરના માલિક બનવાના મહત્વ પર પોતાના સિગ્નેચર મેસેજ ગ્રાહકો સાથે શેર કરશે.

image source

મેદાન પર પોતાના આત્મવિશ્વાસ, કેન્દ્રિત અને હંમેશા સકારાત્મક રહેવાના અપ્રોચ સાથે રાહુલ દ્રવિડને પીરામલ રિયલ્ટીના પ્રમુખ મૂલ્યો જેવા જ્ઞાન, કાર્યવાહી, ચિંતા અને પ્રભાવને દર્શાવતા દેખાડવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના આ ભૂતપૂર્વ કેપ્ટ પોતાના શાંત સ્વભાવ માટે જાણીતા છે.

image source

રાહુલ દ્રવિડે હંમેશા પડકારજનક મેચ કે પરિસ્થિતિઓમાં જ્ઞાન અને મહેનતના મંત્રને મૂર્તિમંત કર્યા છે. પીરામલ રિયલ્ટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગૌરવ સાહનીએ જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડ લોકોના જીવનમાં સકારાત્મક અસર કરવાના અમારા દર્શનને ચરિતાર્થ કરે છે. એક કંપની તરીકે અમે ગ્રાહકોની ભાવનાઓને સમજવાથી લઈને સમુદાય નિર્માણને પ્રોત્સાહન આપનારા વિકાસની રચના કરવા અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ આપવા માટે સતત વિકાસ કરી રહ્યા છીએ. રાહુલ દ્રવિડ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ આઇકોન છે જે લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. રાહુલ દ્રવિડના ગુણો અમારી બ્રાન્ડના મૂલ્યો જેવા જ છે.

image source

આ કરાર અંગે રાહુલ દ્રવિડે કહ્યું છે કે પરિવાર અને મિત્રોના સહયોગ, માર્ગદર્શન અને આશ્વાસન વિના રમતજગતમાં કારર્કિદી બનાવવી અશક્ય છે. મુશ્કેલ સમયમાં અને હંમેશા ઘરની જ યાદ આવે છે. આ બ્રાંડના એડવોકટ તરીકે પીરામલ રિયલ્ટી સાથે જોડાવું મારા માટે ખુશીની વાત છે. કારણ કે તે પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ આપવાની મારી માન્યતા અનુસાર જ ચાલે છે.

image source

કોરોના મહામારીના કારણે આવેલા પડકાર અને બાધા છતા ભારતના રિયલ એટેસ્ટ બજારમાં મજબૂત રિકવરી જોવા મળે છે. કારણ કે લોકો સુરક્ષિત માહોલમાં રહેવાનું મહત્વ સમજી ગયા છે. વર્ષ 2020મની ત્રીજી અને ચોથી ત્રિમારીમાં વેચાણમાં વૃદ્ધિ થઈ છે. જે જૂન 2021 સુધી યથાવત રહેશે.