જો સેનેટાઇઝરનો ઉપયોગ કરતા પહેલા નહિં રાખો આ બાબતોનું ધ્યાન, તો પસ્તાશો પાછળથી

અત્યારે કોરોના વાયરસનો ચેપ આખા વિશ્વમાં ફેલાયો છે અને આ જીવલેણ રોગ માટે હજી સુધી કોઈ અસરકારક રસી અથવા દવા બનાવવામાં આવી નથી.ચીનના વુહાન શહેરથી આખી દુનિયામાં ફેલાયેલા આ જીવલેણ રોગને રોકવાનો માત્ર એક જ ઉપાય છે.કોરોના ચેપથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ માસ્ક પહેરવું, સામાજિક અંતરને અનુસરવું અને નિયમિતપણે તમારા હાથને સાબુ અથવા સેનિટાઈઝરથી સાફ રાખવા જરૂરી માર્ગદર્શિકા આપી છે.થોડા સમય પછી કોરોનાના આગમનને એક વર્ષ પૂરું થશે.આટલા સમયથી લોકો તેનાથી બચીને રહે છે અને લખો લોકો આ રોગના કારણે મુર્ત્યું પામ્યા છે અને હજારો લોકો હજુ સંક્રમિત છે.

image source

આ રોગથી દરેક લોકો ડરવા લાગ્યા છે.અત્યારે ચાલતા દિવાળી જેવા તહેવારો પણ ઘણી જગ્યાએ ઉજવવામાં નહીં આવે.કોરોનાના કારણે આપણા તહેવારોની ખુશીઓ પણ ફીકી પડી ગઈ છે.છતાં હજુ આ જીવલેણ રોગ જવાનું નામ નથી લેતો.અત્યારના સમયમાં દરેક લોકોનાઘરમાં,ઓફિસોમાં,ગાડીઓમાં,મંદિરોમાં,દુકાનોમાં દરેક જગ્યાએ સેનિટાઇઝર હોય જ છે.સેનિટાઇઝર એ કોરોના રોકવા માટેનું એક શસ્ત્ર છે.પરંતુ કોરોનનો સાચો ઉપયોગ જાણવો પણ જરૂરી છે,નહીંતર આ તમારી ઘણી સમસ્યામાં વધારો કરી શકે છે.

સેનિટાઇઝર કોરોનાને ટાળવા માટે મદદગાર

image source

જ્યાં સુધી કોરોનાની રસી ન બને ત્યાં સુધી તેનાથી બચાવ માટે અપાયેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે આ સમયે ઘર છોડતી
વખતે ચહેરાના માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.કારણ કે ઘરની બહાર નીકળતી વખતે બસના હેન્ડલ,લિફ્ટ બટન અને
સાર્વજનિક સ્થાનોમાં કોઈ જગ્યાએ સ્પર્શ કરવાથી કોરોના ચેપનું જોખમ રહે છે આ સમયમાં કોરોના ચેપને રોકવા માટે નિયમિતપણે
તમારા હાથને સેનિટાઇઝરથી સાફ રાખો. આ ઉપાય કોરોનાની સમસ્યા તમારાથી દૂર રાખી શકે છે.

image source

કોરોના દૂર રાખવા માટે માર્ગદર્શિકામાં વિટામિન સીના સેવનનું પણ કહેવામાં આવ્યું છે.આ માટે તમારે નારંગી,કીવી જેવા ફળોનું સેવન કરવું પણ જરૂરી છે.પરંતુ એક વાતની હંમેશા કાળજી રાખો કે કોઈપણ ચીજોનું સેવન કરતા પેહલા તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.તમારા ફ્રિજમાં રહેલી ચીજોનું સેવન કરતા પેહલા પણ તેને ધોઈ લો.કારણ કે આ એક ઉપાય પણ તમને કોરોનાથી દૂર રાખે છે.

સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો.

image source

આ સમયે બધા કોરોના ચેપને ટાળવા માટે આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે.પરંતુ ઘણી સેનિટાઇઝર કંપનીઓ
ભેળસેળ અને રાસાયણિક સમૃદ્ધ સેનિટાઈઝર વેચે છે,જે આપણી ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેથી સેનિટાઇઝરનો
ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. સેનિટાઈઝર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે સેનિટાઈઝરમાં ઇથિલ
આલ્કોહોલનું પ્રમાણ 70 ટકાથી વધુ ન હોવું જોઈએ.

image source

કારણ કે વધારે આલ્કોહોલની સામગ્રી આપણી ત્વચાને શુષ્ક બનાવી શકે છે, તેનાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.ત્વચાની એલર્જી ધરાવતી વ્યક્તિએ સેનિટાઇઝરનો ઉપયોગ ન કરવો જોઇએ તેના બદલે તમારા હાથને સાબુથી ધોઈ શકો છો.પણ કોઈપણ સાબુનો ઉપયોગ કરતા પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત