જો રાખવુ છે લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત તો તમારા રોજીંદા ભોજનમાં સમાવેશ કરો આ ફૂડસ અને પીણાનુ…

મિત્રો, લીવર એ આપણા શરીરનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે લોહી બનાવવાનું, તેને સાફ કરવાનું અને આખા શરીર સુધી પહોંચવાનું કામ કરે છે. લીવર સંબંધિત કોઈપણ ફરિયાદો એકંદરે સ્વાસ્થ્યને અસર કરે છે. સ્વસ્થ જીવન જીવવા માટે એ જાણવું જરૂરી છે કે, ખાણીપીણીનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. નિષ્ણાતોના મતે શરીરમા હાજર લોહીની લીવર સાથે સીધી કડીઓ જોડાયેલી હોય છે. તે આખા શરીરમાં તંદુરસ્ત લોહી પૂરું પાડે છે અને ગંદા લોહીને અલગ કરે છે.,

image source

લીવરને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક ભોજનનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. ફાસ્ટ ફૂડ્સ, કોલા ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટ્સ અને તળેલા ખોરાક જેવા પ્રોસેસ્ડ ફૂડ્સ એ તમારા લીવર પર નકારાત્મક અસર કરે છે. ત્યારે આજે આ લેખમા આપણે અમુક એવા ખોરાક અને પીણા વિશે માહિતી મેળવીશુ કે, જે તમારા લીવરને સ્વસ્થ રાખવા અને તેની કાર્યક્ષમતા સુધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.

ગાજર :

image source

આ વસ્તુનો ઉપયોગ તમે તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે ભોજનમા કરી શકો છો પરંતુ, તેને ઓવેનમા કૂક કરીને ખાવાનુ ટાળવું જોઈએ. જો તમે ગાજરના રસમાં પાલકનો રસ અને થોડું પાણી મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમારુ લીવર મજબૂત બને છે અને લોહી બનાવવાની પ્રક્રિયા પણ તીવ્ર બને છે. આ ઉપરાંત તેમા વિટામિન-એ, બીટા કેરોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ જેવા અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી :

image source

ગાજર, કોબીજ, ફુલાવર, કાકડી, કોળું, બીટરૂટ અને પાલક જેવી લીલી સબ્જીનો ઉપયોગ આપણા લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આ શાકભાજીનો ઉપયોગ આપણે સલાડ અથવા જ્યુસ બનાવીને પણ કરી શકીએ છીએ. લીલા પાંદડાવાળા શાકભાજીમા પુષ્કળ માત્રામા ફાઇબર સમાવિષ્ટ હોય છે, જે તમારા લીવરની સાફ-સફાઈ કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.

ગ્રીન ટી :

image source

નિષ્ણાતોના મતે જો કેફીન અને દૂધની ચાને બદલે સામાન્ય ગ્રીન ટીનો ઉપયોગ કરવામાં આવે તો આપણુ લીવર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તે કેન્સરનુ જોખમ ઘટાડે છે, વજન ઘટાડે છે અને શરીરમાં હાજર ટોકસીન્સને બહાર કાઢવામાં મદદ કરે છે અને તે સિવાય કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરે છે.

હલ્દીવાળી ચા :

image source

સરળતાથી ઉપલબ્ધ એવી કુદરતી જડીબુટી હળદર લીવરના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હળદરની ચા લીવરને શાંત રાખવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમા ૧/૨ ચમચી હળદર પાવડરને ૧૦ મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ ચાને ફિલ્ટર કરો અને જરૂર મુજબ લીંબુ અને ચપટી કાળા મરી પાવડર સાથે તેનો ઉપયોગ કરો તો તમારુ લીવર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

ફાઇબરયુક્ત ભોજન :

image source

ફાઇબરયુક્ત ખોરાકનો ઉપયોગ લીવરના સારા સ્વાસ્થ્ય અને ટોક્સીન્સને દૂર કરવામા મદદ કરે છે. તંદુરસ્ત જીવન માટે ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોના રસનો ઉપયોગ કરો. સફરજન, કેળા, ઓટમીલ વગેરે જેવા ભોજનને રોજીંદા ભોજનમા સમાવેશ કરો અને તળેલા ખોરાક તથા ડબ્બાબંધ ખોરાકનું સેવન ટાળો અને પાણીનુ વધુને વધુ સેવન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત