લાંબા અને ઘેરા વાળને માટે કરી લો 4 યોગાસનો, મળશે રાહત

વરસાદની સાથે લોકોને ખાસ કરીને વાળ ખરવાની ફરિયાદ કરે છે અને સાથે તેની સમસ્યાથી પરેશાન રહે છે. વરસાદની સીઝનમાં ભેજના કારણે હેલ્થની સાથે સાથે સ્કીન અને વાળને પર અસર કરે છે. અનેક લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન રહે છે અને સાથે જ લોકો વાળને ડ્રાય અને ડલ થવાની સમસ્યાથી પરેશાન રહે છે.

image source

આ સાથે ઘરે બેઠેલા લોકોએ યોગા કરતા રહેવું યોગ્ય રહે છે. તમને જણાવી દઈએ કે સ્ટ્રેસથી પણ વાળને અનેક પ્રકારની સમસ્યાઓ થતી રહે છે. એવામાં યોગની મદદથી તમે વાળની આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકીએ છીએ. આ સાથે તમે 4 યોગાસનોની મદદથી તમે વાળ લાંબા અને ઘેરા બની શકે છે.

ઉત્તાનપાદાસન

image source

ઉત્તાનપાદાસન કરવાથી શરીરનો થાક દૂર થાય છે ને સાથે જ નિયમિત રીતે તેને કરવાથી યોગાના આ આસનથી વાળ તૂટતા કે ખરતા બંધ થઈ જાય છે. આ સાથે મહિલાઓને માસિક દરમિયાન થતી મુશ્કેલીઓ અને દર્દમાં પણ રાહત મળી રહે છે. દર્દમાં પણ ઉત્તાનપાદાસન કરવાથી રાહત મળી શકે છે.

અધો મુખાસ્વાસ્ન

image source

અધો મુખાસ્વાસન નિયમિત રીતે કરવાથી શરીરમાં બ્લડનો ફ્લો સારો રહે છે. જે લોકોને વધારે ખાંસી, તાવ, દુઃખાવો રહે છે તેમને સમસ્યા રહે છે. તેમને પણ અધો મુખાસ્વાસન કરવાથી રાહત મળી શકે છે

વજ્રાસન

image source

જ્યાં યોગની મદદથી ખાસ કરીને સવારે ખાલી પેટે આસન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યારે વજ્રાસનને ખાવાનું ખાઈ લીધા બાદ કરવાની સલાહ આપવામાં આવે છે. આ આસન કરવાથી તે ફાયદારૂપ સાબિત થઈ શકે છે, રોજ 15 મિનિટ સુધી આ યોગાસનને કરવાથી વાળના ખરવાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વાળની સમસ્યા સિવાય આ યોગાસન તેમને માટે ફાયદારૂપ છે જે વજન ઓછું કરવા ઈચ્છે છે.

અપાનાસન

image source

નિયમિત રીતે અપાનાસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આ આસન કરીને શરીરના ઝેરીલા તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે. શરીર શુદ્ધ થાય છે. શરીરમાંથી નીકળેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં વાળની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સાથે વાળની સમસ્યા રહે છે તો યોગની મદદથી પણ ડોક્ટરની સલાહ બાદ જ આસન કરવું લાભદાયી રહે છે.