સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે આ કારણોને લીધે, જાણો અને ચેતો તમે પણ

કોરોના વાયરસની મહામારીમાં ભારતમાં ક્યાંય પણ ઘટાડો નથી જોવા મળી રહ્યો. પણ દીવસેને દીવસે સંક્રમીતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે. અહીં કોરોના સંક્રમીતોનો આંકડો સતત વધી રહ્યો છે.

Image Source

આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સુરતની મુલાકાત લીધી હતી. તેમણે સુરતના આરોગ્ય અધિકારીઓ સાથે પણ એક બેઠક યોજી હતી. આ મિટિંગમાં તેમણે કોરોના પર નિયંત્રણ અંગે ગંભીર ચર્ચા કરી હતી. તમણે સુરતની મુલાકાતમાં સુરતના કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર તેવા કતારગામ ઝોનની પણ મુલાકાત લીધી હતી.

Image Source

આ દરમિયાન જયંતિ રવિએ વિસ્તારના પાન-મસાલાની દુકાનો બંધ થવા અંગે કેટલાક સંકેતો તરફ ઇશારો કર્યો હતો. અને એક અહેવાલ પ્રમાણે સમગ્ર રાજ્યમાં એકવાર ફરી પાન મસાલાના ગલ્લા બંધ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે જે જે વિસ્તારમાં કોરના સંક્રમણના કેસ વધશે તે તે વિસ્તારોમાં પાન-મસાલાના ગલ્લા બંધ કરવામાં આવશે. અને તેમના આ નિવેદનથી ગભરાઈને પાન-મસાલાના બંધાણીઓએ પાન-મસાલાના સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે પાન મસાલા ખાતા લોકો રસ્તા પર ગમે ત્યાં બે-રોક ટોક થૂકી દે છે. હાલ કોરોનાની મહામારીના સંજોગોમાં છીંકનો એક માત્ર કણ પણ ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે તેવા સંજોગોમાં રસ્તા પર પડેતા થૂક લોકોને કેટલી હદે નુકસાન કરી શકે છે તે કહેવાની કોઈ જ જરૂર નથી.

Image Source

સુરતમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળ વિવિધ કારણો જવાબદાર હોઈ શેક છે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત સુરતમાં હીરાનો ઉદ્યોગ ખૂબ મોટો છે અને તેમાં કર્મચારીના બેસવાની વ્યવસ્થા ઘણી ગીચ છે અને આવા સંજોગોમાં લોકો પોતાનાથી જેટલું અંતર રાખે તેટલું જોખમ ઘટાડી શકાય છે. તેમણે સુરતના શહેરીજનોને સૂચન કર્યું છે કે લોકો પોતાની થૂંકવાની કુટેવ દૂર કરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, માસ્ક પહેર્યા વગર બહાર ન નકીળે.

Image Source

જયંતિ રવિ દ્વારા કોરોના હોસ્પિટલ માટે મહત્ત્વની જાહેરાત

સુરતમાં દીવસેને દીવસે કોરોના સંક્રમીતોની સંખ્યા વધતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે વધારે કેસને પોહંચી વળવા માટે કોવિડે હોસ્પિટલની નવી વ્યવસ્થાનું કામ શરૂ કરી દેવામા આવ્યું છે. અને તે હેઠળ સુરત કોવિડ હોસ્પિટલને વધારાની 600 બેડ પુરી પાડવામા આવશે. તેમજ 180 નવા આઈસીયુ પણ ફાળવવામાં આવશે. તેમણે સુરતની મુલાકાત દરમાયન કતારગામ તેમજ વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત લોકોમાં કોરોના અંગેની જાગૃતિ ફેલાય તે હેતુથી વિવિધ એનજીઓ સાથે પણ વાત કરી હતી.

Image Source

આ ઉપરાંત હાલ સુરતમાં મેડિકલ, ડેન્ટલ તેમજ પેરા મેડિકલની પરીક્ષા યોજવા જનાર હતી જેને હાલ કોવિડ – 19ના સંજોગોને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી છે. અને તે બાબતે પણ માર્ગદર્શીકા બહાર પાડવામા આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ તેમણે એ પણ જણાવ્યું કે જે વિસ્તારોમાં વધારે કેસ આવશે ત્યાં લોકડાઉન પણ અમલમાં મુકવામાં આવશે. આ ઉપરાંત કોવિડ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવશે તેવું પણ તેમણે જાહેર કર્યું હતું, તેમજ કોવિડ આઇસોલેશન સેન્ટરને હોસ્પિટલ સાથે લિંક કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું હતું.

Image Source

કોરોનાના આંકડા પર એક નજર નાખીએ તો હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમીતેની સંખ્યા 33,913 છે. તો બીજી બાજુ 24,593 લોકોને કોરોના મુક્ત થઈને ઘરે પાછા ફર્યા છે જ્યારે કોરનાના કારણે 1886 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોના સંક્રમીતોનો આંકડો 6.26 લાખ સુધી પહોંચી ગયો છે, જ્યારે 3.8 લાખ લોકો તેમાંથી રીકવર થયા છે. જ્યારે મૃત્યુઆંક 18213 સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં 1 કરોડ કરતાં પણ વધારે લોકો કોરનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 50.48 લાખ લોકો રીકવર થયા છે જ્યારે 5.16 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાલના સંજોગમાં અમેરિકાની સ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાં હજારોની સંખ્યામાં દરરોજ સંક્રમીતો વધી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત