શ્રાવણના સોમવાર કરો તો સાથે આ મંત્રનો જાપ કરી લેશો તો ફળ મળશે બમણું

શ્રાવણ મહિનો ભગવાં શિવને સમર્પિત છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. શ્રાવણ માસમાં આવતા સોમવારનું પણ ખાસ મહત્વ છે અને એનું પુણ્ય પણ ઘણું છે. માન્યતા છે કે શ્રાવણ માસમાં પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

image source

શ્રાવણ મહિનાના સોમવારની પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે આ વર્ષે શ્રાવણ મહિનામાં શ્રાવણનો પહેલો સોમવાર 9 ઓગસ્ટે આવી રહ્યો છે. અન્ય સોમવાર આ પ્રકારે છે.

શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર – 9 ઓગસ્ટ 2021

શ્રાવણ મહિનાનો બીજો સોમવાર – 16 ઓગસ્ટ 2021.

શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર – 23 ઓગસ્ટ 2021.

શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર – 30 ઓગસ્ટ 2021

શ્રાવણ મહિનાનો પાંચમો સોમવાર -6 સપ્ટેમ્બર 2021

શિવ મંત્ર.

image source

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. સોમવારના દિવસે ભગવાન શિવને વિધિ પૂર્વક અભિષેક કરાવવાથી જીવનની બધી જ તકલીફો દૂર થાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવના આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

મહામૃત્યુંજય મંત્ર

image source

ऊँ हौं जूं स: ऊँ भुर्भव: स्व: ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्.

ऊर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ऊँ भुव: भू: स्व: ऊँ स: जूं हौं ऊँ.

શિવ મંત્ર

ऊँ नम: शिवाय.

ભગવાન શિવના અન્ય મંત્રો

ओम साधो जातये नम:.

ॐ वामदेवाय नम:

ओम अघोराय नम:.

ओम तत्पुरूषाय नम:.

ओम ईशानाय नम:.

ॐ ह्रीं ह्रौं नमः शिवाय.

રુદ્ર ગાયત્રી મંત્ર.

ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्.

image source

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શ્રાવણમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ તો શાંત થાય છે વિશેષ કરીને ચંદ્રજનિત દોષ જેવા કે માનસિક અશાંતિ, માતાનું સુખ અને સ્વાસ્થ્યમાં કોઇ તકલીફ, મિત્રો સાથેના સંબંધ, મકાન-વાહનના સુખમાં વિલંબ, હૃદયરોગ, નેત્ર વિકાર, ચામડીનો રોગ, શ્વાસનો રોગ, કફ, શરદી, નિમોનિયા સંબંધિત રોગથી મુક્તિ મળે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધે છે.

image source

દરરોજ શિવલિંગ પર બીલી પત્ર ચઢાવવાથી બિઝનેસ અને સામાજિક પ્રતિષ્ઠા વધે છે. ભાંગ અર્પણ કરવાથી પ્રેત તથા ચિંતા દૂર થાય છે. મંદાર પુષ્પથી નેત્ર અને હૃદયનો વિકાર દૂર થાય છે. શિવલિંગ પર ધતૂરાના ફૂલ અથવા ફળ અર્પણ કરવાથી ઝેરી જીવોનું જોખમ સમાપ્ત થાય છે. શમી પત્ર ચઢાવવાથી શનિના સાડાસાતી, મારકેશ તથા અશુભ ગ્રહ-ગોચરથી હાનિ પહોંચતી નથી. એટલા માટે શ્રાવણના એક-એક ક્ષણનો સદુપયોગ કરો. અને ત્રિવિધ તાપથી મુક્તિ મેળવો.