રત્નકલાકારની દીકરીએ શાળાનું નામ કર્યું રોશન તો બદલામાં શાળાએ વિદ્યાર્થીના CA થયા સુધીની ઉઠાવી જવાબદારી

આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12નું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 476 કેન્દ્રોમાં 3,71,771 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષનું સૌથી વધુ પરિણામ બનાસકાંઠા 97.76 ટકા સાથે છે જ્યારે સૌથી ઓછું પરિણામ ગીરસોમનાથના ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા છે.

image source

ગત વર્ષ કરતા આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 3 ટકા વધુ આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું પરિણામ 80.66% જાહેર થયું છે. સુરત જિલ્લાના તેજસ્વી તારલાઓ રાજ્યભરમાં ચમકી ગયા છે. સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની એવી પણ છે કે જેના પરિણામે તેનું જીવન બદલી નાંખ્યું છે.

અહીં વાત કરવામાં આવી રહી છે. સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરનારની દીકરી એકતાની. એકતા પણ A1 ગ્રેડ સાથે પાસ થઈ છે અને શાળાનું નામ રોશન કરી ચુકી છે. હવે એકતાને સીએ બનવું છે. પરંતુ તેના પિતાની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તે એકતાને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે. તેવામાં એકતાના સીએ સુધીના અભ્યાસની જવાબદારી તેની સ્કુલે લીધી છે.

image source

સુરતના મોટા વરાછા વિસ્તાર આવેલી સંસ્કાર દીપ સ્કૂલમાં અભ્યાસ કરતી અને રત્નકલાકર પરિવારની દીકરી એકતા ભેંસનીયા A1 ગ્રેડ સાથે પાસ થઈ છે. આ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ જ રહે તે માટે શાળાએ આ સરાહનીય કામ કર્યું છે.

એકતા ભણવામાં હોંશિયાર છે પરંતુ તેના પિતા રત્નકલાકાર છે અને પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. જેના કારણે શાળાએ ધોરણ 12ની આખા વર્ષની ફી માફ કરી દીધી હતી. આ જ સાથે તેને શાળા તરફથી પુસ્તક સહિતની વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવી હતી. જો કે શાળા તરફથી કરેલા આ કામને એકતાએ લેખે લગાડ્યું અને સારા માર્કસ્ સાથે તે બોર્ડમાં પાસ થઈ છે.

image source

એકતાનું હવે સીએનો અભ્યાસ કરવા માંગે છે. તેવામાં છેલ્લા 3 મહિનાથી કોરોનાના કારણે તેના પિતા બેરોજગાર થઈ ચુક્યા છે. આ વાતથી જાણકારી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીનીના સીએ થયા સુધીના અભ્યાસની જવાબદારી લેવાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત