ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયા છો તો ના લો આ વાતનું કોઇ ટેન્શન, જાણી લો આ ટ્રિક જેનાથી નહિં ભરવો પડે દંડ

મોટાભાગે એવું થઈ જતું હોય છે કે, આપ ઘરેથી બહાર જતા હોવ છો અને આપ આપના આવશ્યક દસ્તાવેજો, પર્સ કે પછી વોલેટને આપણે ઘરે જ ભૂલી જતા હોઈએ છીએ. ઘણી વાર આવી રીતે વસ્તુ ભૂલી જવાના લીધે આપણને નુકસાન પણ થઈ જતું હોય છે. જેમ કે, વોલેટ ભૂલી જવાના લીધે વોલેટમાં રહેલ ડ્રાઈવિંગ લાયસન્સ પણ ઘરે જ રહી જાય છે જેના પરિણામે આપને દંડ પણ ભરવો પડે છે.

ફોનમાં સેવ કરીને રાખવાની પણ માન્યતા છે.

image source

પરંતુ હવે આપને ચિંતા કરવાનું જરૂર નથી કેમ કે, આપની ચિંતાનું સમાધાન મળી ગયું છે. જો આપ ડ્રાઈવિંગ કરતા સમયે આપની પાસે આપનું ડ્રાઈવિંગ લાયસન્સ આપની પાસે નથી કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ આપ વોલેટની સાથે ઘરે જ ભૂલી ગયા છો તો આપે ફક્ત આપના ફોનમાં આ કાર્ય કરીને આપ પોતાને દંડ ભરવાથી બચાવી શકો છો. તેના માટે આપે આપના ફોનમાં digilocker કે પછી mparivahan એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ તેમાં આપે આપનું ડ્રાઈવિંગ લાયસન્સ અને આપના વેહીક્લના આવશ્યક ડોક્યુમેન્ટસને આપ આ એપમાં સેવ કરીને રાખી શકો છો. ટ્રાફિક રેગ્યુલેશનના નવા નિયમ પ્રમાણે digilocker એપમાં સેવ કરવામાં આવેલ દસ્તાવેજોને માન્ય રાખવામાં આવશે.

આવી રીતે કરો પ્રોસેસ.

image source

-આપે સૌથી પહેલા digilocker.gov.in કે પછી digitallocker.gov.in પર જવું. ત્યાર પછી આ એપમાં sign up પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ આપની સ્ક્રીન પર નવું પેજ ઓપન થશે. જ્યાં આપે આપનો ફોન નંબર નાખવાનો રહેશે.

image source

-ફોન નંબર નાખી દીધા બાદ આપના ફોન નંબર પર એક OTP આવશે. જેને આપે પેજમાં નાખવાનો રહેશે ત્યાર બાદ હવે આપે આપનું યુઝર નેમ અને પાસવર્ડ સેવ કરી લેવાનો રહેશે. હવે આપ digilocker એપનો ઉપયોગ કરી શકશો.

-હવે આપે ગુગલ પ્લે સ્ટોર કે પછી એપલ સ્ટોર પરથી digilocker એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવી.

image source

-ત્યાર બાદ આપે digilocker એપ્લિકેશન ખોલીને તેમાં આપે પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ નાખવાના રહેશે. ત્યાર બાદ આપ તેમાં અપલોડ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરવું. ત્યાર બાદ વિકલ્પમાં જોવા મળતા ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરીને અપલોડ બટન પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ્સને અપલોડ કરી દેવા.