જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો જાણી લો આ મોટા ફેરફાર, નહીં તો અટકી જશે રૂપિયા

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) ના આધારે મોદી સરકાર (Modi Government) ખેડૂતોના ખાતામાં અત્યારસુધીમાં 8 હપ્તા મોકલી ચૂકી છે. હવે ખેડૂતોને 9મા હપ્તાની આશા છે. આ સાથે પહેલા યોજનામાં કેટલાક ફેરફાર પણ કરાયા છે તેને જાણી લેવા જરૂરી છે. નહીં તો તમારા રુપિયા અટકી શકે છે.

આ સીમા કરાઈ છે સમાપ્ત

image source

પીએમ કિસાન યોજનાની શરૂઆતમાં ફક્ત એ ખેડૂતોને પાત્ર માનવામાં આવ્યા હતા જેમની પાસે કૃષિ યોગ્ય ખેતી 2 હેક્ટર કે 5 એકરની હતી. પરંત હવે મોદી સરાકરે આ બાધ્યતાને ખતમ કરી છે. જેથી તેના લાભ 14.5 કરોડ ખેડૂતોને મળી શકે.

આધાર કાર્ડ જરૂરી

image source

પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમનો લાભ એ ખેડૂતોને મળશે જેની પાસે આધાર કાર્ડ છે. આધાર કાર્ડ વિના તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. સરકારે લાભાર્થીઓને માટે આધાર કાર્ડ અનિવાર્ય કર્યું છે.

રજિસ્ટ્રેશનની સુવિધા

image source

આ યોજનાનો લાભ વધારેને વધારે ખેડૂતોને મળે તે માટે મોદી સરકારે લેખપાલ, કાનૂનગો અને કૃષિ અધિકારીના આંટા મારવાની બાધ્યતાને પણ ખતમ કરી છે. હવે ખેડૂતો ઘરે બેસીને પોતે જ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જો તમારી પાસે ખતૌની, આધઆર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર છે તો pmkisan.nic.in પર ફોર્મ્સ કોર્નરમાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરી શકો છો. આ સાથે કોઈ ભૂલ થાય છે તો તેને પણ સુધારી શકો છો.

હવે જાણો પોતાનું સ્ટેટસ

સરકારે ખેડૂતોની સુવિધા માટે સૌથી મોટો ફેરફાર કર્યો છે કે તમે રજિસ્ટ્રેશન બાદ પોતાનું સ્ટેટસ જાતે જ ચેક કરી શકો છો. તમે અરજીની સ્થિતિ, તમારા બેંક એકાઉન્ટમાં હપ્તાનું પેમેન્ટ આવ્યું કે નહીં તે પણ જાતે ચેક કરી શકો છો. પીએમ કિસાન પોર્ટલ પર જઈને કોઈ પણ ખેડૂત પોતાના આધાર નંબર, મોબાઈલ કે બેંક ખાતા નંબરને નોંધીને સ્ટેટસની જાણકારી લઈ શકે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ

image source

આ સ્કીમના આધારે હવે કિસાન ક્રેડિટ કાર્ડને પણ જોડી દેવામાં આવ્યું છે. પીએમ કિસાનના લાભાર્થી સરળતાથી કેસીસી બનાવડાવી શકે છે. કેસીસી પર 4થી 3 લાખ રુપિયા સુધીની રમક ખેડૂતને લોન પણ મળે છે.

માનધન યોજનાનો લાભ

image source

પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ લઈ રહેલા ખેડૂતોને હવે પીએમ કિસાન માનધન યોજનાને માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી. આ યોજનાના આધારે પીએમ કિસાન સ્કીમથી મળતા લાભમાંથી સીધા અંશદાન કરવાનો વિકલ્પ પસંદ કરાય છે. પીએમ કિસાન યોજનાના આધારે ખેડૂતોને દરેક રીતે લાભ આપવાની સરકારની કોશિશ છે.