જો તમે પણ કોરોનાની આ બીજી લહેરમાં પ્રેગનન્સી વિશે વિચારી રહ્યા છો તો એકવાર નહીં સાત વાર નિષ્ણાતોનું સાંભળી લેજો

વિશ્વભરમાં કોરોનાએ ફરી એકવાર મહામારી ફેલાવી છે. બદલાયેલા લક્ષણો સાથે કોરોનાએ કમ બેક કર્યું છે. વધતાં જતાં આકડા સાથે કોરોના લોકોને ડરાવી રહ્યો છે. દેશભરમાં કોરોનાનાં કેસોનાં આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. રેકોર્ડ બ્રેક આંકડાઓ સાથે દર્દીમાં જોવા મળતાં લક્ષણો પણ અલગ છે જે ચિંતાનો વિષય છે. મોટી ઉમરના લોકોથી લઈને ઘણાં નવજાત શિશુ પણ આ વાયરસની જપેટમાં આવી રહ્યાં છે. ગત સપ્તાહે મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત થયેલી માહિતી અનુસાર કોવિડ-19ને કારણે માતા જ નહીં પણ પેટમાં રહેલા નવજાત શિશુઓને પણ જોખમ વધી ગયું છે.

image source

મળતી માહિતી મુજબ જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2021 વચ્ચે મૃત બાળકોના જન્મ (સ્ટિલબર્થ) અને પ્રસવ વખતે માતાના મોતના કેસ ત્રણ ગણા વધી ગયા છે. આ સાથે એક્ટોપિક પ્રેગનન્સીના કેસ 6 ગણા વધ્યા છે. એમાં ભ્રૂણ મહિલાની કૂખની બહાર વિકસવા લાગે છે, જે જીવલેણ બ્લીડિંગનું કારણ બની શકે છે. આ બાબત ધ લાન્સેટમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે 17 દેશોમાં કરાયેલા 40 સ્ટડીના ડેટાને એનેલાઇઝ કરાયા છે. લંડનના સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીના રિસર્ચર્સ કહે છે કે મહામારીને કારણે પ્રેગનન્સીમાં યોગ્ય રીતે ઈલાજ મળી શકતો નથી અને સમસ્યાઓ વધી રહી છે.

આ સાથે હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓની ભીડ ઉમટી પડી છે. કેટલીક મહિલાઓ તો કોવિડ-19ના ડરથી ડોક્ટરો સુધી જવામાં પણ ડરી રહી છે. મહિલાઓમાં ડિપ્રેશન અનેક ગણું વધી ગયું છે. 10માંથી 6 સ્ડડીમાં રિસર્ચ પરથી આવું કહેવામા આવી રહ્યું છે જેને તેઓએ ચિંતાનો વિષય ગણાવ્યો છે. પ્રેગનન્ટ મહિલાઓમાં એંગ્ઝાઇટી પણ તુલનાત્મક રીતે વધી છે તેવું જાણવા મળ્યું છે.

image source

હવે આવા કિસ્સાઓ સામે આવતા મહિલાઓ પ્રેગનન્સીથી ખૂબ ડરી રહી છે ત્યારે સવાલો થઈ રહ્યાં છે કે શું બીજી લહેરમાં પ્રેગનન્સી અને માતા બનવું સુરક્ષિત છે? જ્યારે આ અંગે ડોકટરો અને નિષ્ણાતોની સલાહ લેવામાં આવી તો તેમણે જણાવ્યુ હતું કે પ્રેગનન્ટ મહિલાઓ યોગ્ય રીતે પોતાનો ખ્યાલ રાખે છે તો કોઈ મુશ્કેલી નહીં આવે. જેથી પ્રેગનન્સી રાખતાં ડરવું નહીં. મુંબઈમાં મલાડની લી નેસ્ટ હોસ્પિટલમાં ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડો.મુકેશ ગુપ્તા કહે છે કે વાયરસ નવા અવતારમાં સામે આવી રહ્યો છે. પ્રેગનન્સી અને પેટમાં રહેલા બાળક પર તેની અસર જોવા મળી રહે છે. પ્રાંત્ય તે પણ હકીકત છે કે પ્રેગનન્ટ મહિલાઓ પૂરી તકેદારી રાખવી જોઈએ તો કોઈ મુશ્કેલી નહીં આવે. અમે કોરોના કાળમાં પણ પ્રેગનન્સી જોઈ છે અને પ્રસૂતિ કરાવી છે.

આ મામલે બીજા એક ડોકટર સાથે કરવામાં આવેલ વાત પરથી જાણવા મળ્યું હતું તે મુજબ પ્રેગનન્સી દરમિયાન શરીરની ઈમ્યુનિટીમાં પરિવર્તન આવે છે. ઈમ્યુન સિસ્ટમ પર અસર પડે છે. મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં કન્સલ્ટન્ટ ડો. શિલ્પા અગ્રવાલ કહે છે કે પ્રેગનન્સી દરમિયાન શરીરની ઈમ્યુનિટીમાં બદલાવ જોવા મળવું સ્વાભાવિક છે. આ સાથે પ્રેગનન્સીમાં શ્વાસ સંબંધિત ઈન્ફેક્શન સામાન્ય હોય છે. પ્રેગનન્ટ મહિલાઓને પણ કોવિડ-19થી એટલું જ જોખમ છે જેટલું અન્ય પુખ્ત લોકોને હોય છે.

image source

તેમણે વધુમાં કહ્યું હતું કે હા, એ વાત અલગ છે કે સાવધાનીના ભાગરૂપે તેમને તત્કાળ આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે. એમાં ગંભીર લક્ષણ પણ જોઈ શકાય છે. ડો. અગ્રવાલનું કહેવું મહદંશે યોગ્ય પણ છે. તેઓ કહે છે કે ઈમ્યુનિટીમાં થનારા પરિવર્તન અને ઘરે થનારી દેખભાળની તુલનામાં હોસ્પિટલમાં વધુ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. એવામાં જો કોઈ પ્રેગનન્ટ મહિલા કોવિડ-19 પોઝિટિવ થાય છે તો તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ.

આ પછી જે મહિલાઓ આત્યારે પ્રેગ્નેટ છે તેમના સવાલ હતા કે પ્રેગનન્સીમાં શું કરવું? આ બાબતે ડો. ગુપ્તા કહે છે કે ગત એક વર્ષમાં અમે આકરા સુરક્ષા માપદંડ અપનાવ્યા છે અને એનાથી સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં મદદ મળી છે. હા, જો મહિલાઓ પ્રેગનન્ટ છે, તેમની જરૂરી સારવાર લેવી જોઈએ. સરકારે જે કોવિડ-19 પ્રોટોકોલ જારી કર્યા છે એનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે અને ભીડથી દૂર રહેવું પડશે તો વાયરસનાં ચેપથી બચવામાં સરળતા રહેશે.

image source

આ સિવાય ડો. અગ્રવાલે સલાહ આપી છેઃ કે મોટા ભાગની હોસ્પિટલોએ ટેલિમેડિસન, ઓનલાઈન કન્સલ્ટેશન ઉપલબ્ધ કરાવ્યું છે. એવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથની સ્વચ્છતા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ જેવા પ્રોટેક્ટિવ ગિયરને મહત્ત્વ આપવું જરૂરી છે. અમે કોવિડ-19 સાથે પ્રેગનન્સી મેનેજ કરવામાં સક્ષમ છીએ. તેમણે કહ્યું કે ઈબોલા મહામારી દરમિયાન પણ આવાં જ પરિણામો જોવા મળ્યાં હતાં.

ધ લાન્સેટનો રિવ્યૂ મુજબ જાણવા મળ્યું છે કે હાયર ઈન્કમ દેશોમાં પ્રિમેચ્યોર પ્રેગનન્સીના કેસો અન્ય ગરીબ અને મધ્યમ ઈન્કમવાળા દેશોના મુકાબલે 10% ઓછા રહ્યા. એમોરી યુનિવર્સિટીમાં ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સમાં જેમ્સ રોબર્ટ મેક્કોર્ડ ચેર ડો. ડેનિસ જેમિસન કહે છે કે સ્ટડીનાં પરિણામો ચિંતાજનક છે. આ મુદ્દે ડો. જેમિસન અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ અને ગાયનેકોલોજિસ્ટના કોવિડ-19 ઓબી એક્સપર્ટ વર્ક ગ્રુપના સભ્ય પણ છે તેમના કહેવા પ્રમાણે કોરોના ઈન્ફેક્શન પછી પણ મહામારીની અસર લાંબા સમય સુધી રહેશે.

image source

આ મહામારી પછી પણ બાળક અને માતા બંનેને પ્રભાવિત કરી શકે છે. 2013માં ઈબોલા મહામારીથી જે દેશો પ્રભાવિત થયા હતા ત્યાં પણ આ પ્રકારની સમસ્યાઓ જોવામાં આવી હતી. ઈન્ટરનેશનલ સ્તર પર થયેલો સ્ટડી કહે છે કે સ્ટિલબર્થ વધ્યા છે પરંતુ તેનું કારણ ઈન્ફેક્શન નથી. ઈન્ફેક્શન સાથે સંકળાયેલા અન્ય વિકાર તેનું કારણ બની રહ્યા છે. ડો.અગ્રવાલ કહે છે કે પ્રથમ લહેરમાં પણ અમે પ્રેગનન્ટ મહિલાઓને જોઈ છે. એનાથી અમને આ ઈન્ફેક્શનની સાથે રહીને આગળ વધવાનું શીખવા મળ્યું છે. આ કારણથી અમે કોરોના ઈન્ફેક્શન સામે લડવામાં ઘણાખરા અંશે તૈયાર છીએ. ડોક્ટરે આપેલી માહિતી મુજબ વર્ટિકલી જોઈએ તો બાળકમાં ઈન્ફેક્શન જોયું નથી એટલે કે પેટમાં રહેલા બાળક પર કોવિડ-19 પોઝિટિવ માતાનાં ઈન્ફેક્શનની અસર થતી નથી પરંતુ પ્રિમેચ્યોર ડિલિવરી વધી છે. આ કારણથી આ સ્થિતિને ગંભીરતાથી લેવી એ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!