જો તમે સંક્રાત પર કુંભ સ્નાન કરો છો તો તમારા જીવનમાં આવશે સુખ, સમૃદ્ધિ, અને સાથે થાય છે આટલા બધા લાભ પણ

મિત્રો, દર વર્ષે મોટાભાગના શ્રદ્ધાળુઓ ખુબ જ આતુરતાપૂર્વક કુંભના મેળાની રાહ જોઈ રહ્યા હોય છે, જે આજે પૂરી થઈ જવા રહી છે. આ મેળો એ આ વખતે હરિદ્વારમા આયોજિત થવા જઈ રહ્યો છે પરંતુ, આ વખતે અહી કુંભ બાર વર્ષે નહીં પરંતુ અગિયાર વર્ષ પછી આવી રહ્યો છે. આ સંપૂર્ણ આયોજન એ જ્યોતિષની ગણના પર આધારિત હોય છે પરંતુ, વર્ષ ૨૦૨૨મા બૃહસ્પતિ ગ્રહ કુંભ રાશિમા ના હોય તો આ વર્ષે ૧૧ વર્ષ બાદ કુંભનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.

image source

અહી મકરસંક્રાત પર વિશેષ સ્નાનનુ આયોજન કરવામા આવે છે. પંચાગ મુજબ દર વર્ષે જાન્યુઆરી માસની ૧૪ તારીખના રોજ મકરસંક્રાંતના પર્વની ઉજવણી કરવામા આવે છે. આ દિવસે પોષ સુદ એકમની તિથિ હોય છે તથા શ્રવણ નક્ષત્ર રહેશે. આ મેળામા આ વખતે ૬ મુખ્ય સ્નાન રહેશે.

image source

પ્રથમ સ્નાન એ મકર સંક્રાતનુ છે. જે પછી બીજુ સ્નાન ફેબ્રુઆરી માસની ૧૧ તારીખના રોજ મૌન અમાસની તિથિ પર થશે. જે પછી ત્રીજુ સ્નાન એ ફેબ્રુઆરી માસની વસંત પંચમીના પર્વ પર ૧૬ તારીખના રોજ થશે. ત્યારબાદ ચોથુ સ્નાન એ ફેબ્રુઆરી માસની ૨૭ મી તારીખના પૂનમના દિવસે થશે.

image source

આ પછી પાંચમુ સ્નાન એ એપ્રિલ માસની ચૈત્ર સુદ એકમના દિવસે ૧૩ તારીખના થશે. આ દિવસથી હિન્દી નવા વર્ષનો જ આરંભ થશે. આ પછી છઠ્ઠુ સ્નાન એ એપ્રિલ માસની ૨૧ તારીખના રોજ રામનવમીના દિવસે થશે. આ સિવાય શાહી સ્નાન ક્યારે થશે તે અંગે પણ આપણે માહિતી મેળવીએ.

કુંભમા શાહી સ્નાનનુ એક ખુબ જ વિશેષ મહત્વ છે. આ વખતે કુંભમા કુલ ચાર પ્રકારના શાહી સ્નાન છે. આ ચાર પ્રકારના સ્નાન કઈક આ મુજબ છે. પહેલુ શાહી સ્નાન એ ૧૧ માર્ચના રોજ શિવરાત્રિના પર્વ પર થશે. ત્યારબાદ બીજુ શાહી સ્નાન એ ૧૨ એપ્રિલના રોજ સોમવતી અમાસના પર્વ પર થશે.

image source

આ પછી ત્રીજુ શાહી સ્નાન એ ૧૪ એપ્રિલના રોજ મેષ સંક્રાંતિના પર્વ પર થશે. ત્યારપછીનુ ચોથુ શાહી સ્નાન એ એપ્રિલ માસની ૨૭મી તારીખના રોજ વૈશાખી પૂનમના પર્વ પર થશે. હવે આ શાહી સ્નાન વિશેની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આપણા જીવનમા કુંભ સ્નાનનુ શું મહત્વ છે? તેના અંગે માહિતી મેળવીશુ.

image source

જો તમે કુંભમા સ્નાન કરો છો તો તમને જીવનની અનેકવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આ દિવસે બ્રમ્હાંડમા પાંચ ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે. જે તમારા કુંભસ્નાનને વધુ વિશેષ બનાવે છે. આ દિવસે મકર રાશિમા સૂર્ય ગ્રહ પ્રવેશ કરશે. આ કુંભસ્નાનથી શનિદોષ અને રાહુ-કેતુથી ઉદ્ભવતા દોષોથી મુક્તિ મળે છે. કુંભમાં સ્નાન કરવાથી તથા દાન અને પૂજાથી પણ જીવનમા સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ