વર્ક ફ્રોમ હોમથી થતા પીઠ દર્દમાં રાહત આપશે આ કમાલના ઉપાયો, કરી લો ફોલો

કોરોના કાળમાં દુનિયાભરના લોકો પોતાની કામ કરવાની રીત બદલવા માટે મજબૂર બન્યા છે. લોકડાઉન અને નોકરી બંનેને જાળવી રાખવાની સ્થિતિમાં કોરોના મહામારીએ વર્ક ફ્રોમ હોમનો નવો ફંડા બહાર પાડ્યો છે. આ ફંડા કંપની અને નોકરી કરનારા માટે લાભદાયી સાબિત થાય છે. અનેક લોકોની પાસે હોમ ઓફિસ સેટઅપ નથી, આ કારણે તેઓ વધારે સમય સુધી પથારીમાં, ટેબલ કે સોફા પર વીતાવી રહ્યા છે. શરૂઆતમાં આ સેટઅપ સારુ લાગતું હતુ પણ સમયની સાથે તેનાથી પીઠ, ગરદન અને ઘૂંટણનું દર્દ પણ થઈ રહ્યું છે. આ પ્રકારના દર્દની ફરિયાદ વધી છે. આ સાથે કમરની હડ્ડી પર પણ નકારાત્મક અસર જોવા મળી રહી છે. પીઠ દર્દની સમસ્યા વધી છે. જાણીતી સેલિબ્રિટીએ આ માટે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે કહ્યું છે કે સ્ટ્રેચિંગની કસરત વર્ક ફ્રોમ હોમમાં મહત્વની રહે છે. તેનાથી તમે પીઠ દર્દમાં પણ રાહત મેળવી શકો છો.

જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે શેર કર્યો વીડિયો

image source

સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટે સોશ્યલ મીડિયા પર એક સરળ સ્ટ્રેચ એક્સરસાઈઝ શેર કરી છે. તેને તમે દિનચર્યામાં સામેલ કરી શકો છો. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લોકોને માહિતી આપી છે. તેમાં તે પોતે પણ સ્ટ્રેચિંગ કરતી જોવા મળી રહી છે. આ સ્ટ્રેચ પીઠ દર્દને રોકવામાં મદદ કરી શકે છે. તેણે વીડિયોને કેપ્શન આપતા લખ્યું છે કે આ 3 સ્ટ્રેચ તમે ગમે ત્યારે કરી શકો છો. તેને તમે સવારે કે રાતે સૂતા પહેલા પણ કરી શકો છો. આ પીઠના નીચેના ભાગમાં દર્દ, ઘૂંટણનું દર્દ અને વૈરિકાઝ નસોમાં મદદ કરે ચે.

ઘૂંટણથી છાતી સુધી

આ એક સરળ કસરત છે. તે પીઠના દર્દને ઘટાડે છે. ન્યૂટ્રિશનિસ્ટ આ વાત પર સૂચન આપે છે કે તેમાં તમારે પગને 5 સેકંડ સુધી પકડી રાખવા. આ માટે તમે પગને એસ સાથે મેળવીને રાખો અને પછી 5 સેકંડ સુધી પકડીને રાખો.

સ્પાઈનલ ટ્વિસ્ટ

image source

અન્ય સ્ટ્રેચની વાત કરીએ તો તે સીટેડ સ્પાઈનલ ટ્વિસ્ટ જેવું છે. તેનાથી તમને પીઠ દર્દમાં રાહત મળશે. આમ કરવાથી તમે શરીરના નીચેના ભાગને જમણી તરફ લઈ જાઓ. તેમાં ઉપરના ભાગને ફર્શને સ્પર્શ કરીને સીધું રાખો. આ રીતે ફરી અન્ય તરફ આ પ્રક્રિયા કરો.

ત્રીજું સ્ટ્રેચ

image source

ત્રીજા સ્ટ્રેચની વાત કરીએ તો આ માટે તમારે પોતાની જમણા પગને ડાબા ઘૂંટણની ઉપર રાખો. આ મુદ્રામાં તમારે દરેક વખતે 5 સેકંડ સુધી રહેવાનું છે. આ રીતે વારે ઘડી આ કસરત કરશો તો તે સ્ટ્રેચથી પીઠના દર્દમાં રાહત મળશે.

 

View this post on Instagram

 

A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar)

તો હવેથી જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને સાથે કમર દર્દના કારણે પરેશાન થઈ રહ્યા છે તેમને માટે આ સ્ટ્રેચિંગની 3 કસરતો મદદ કરી શકે છે. જો તમે દિવસમાં 1 વાર કોઈ પણ સમયે આ કસરતો કરી લો છો તો તમારું શરીર સ્વસ્થ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *