રિચર્સમાં થયો ખુલાસો, ઈ-સિગારેટથી શરીરમાં વધે છે આ મોટા રોગની શક્યતા, જાણો દુષ્પ્રભાવ અને બદલો આદત

ધુમ્રપાનનું વ્યસન છોડવા માટે, ઘણા લોકો ઈ-સિગારેટ તરફ વળ્યા છે. તેઓ માને છે કે આ ધૂમ્રપાન કરવાની અમારી ઇચ્છાને દૂર કરશે, અને આરોગ્યને કોઈ નુકસાન થશે નહીં. ખરેખર, ઈ-સિગારેટ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ (ENDS) છે. તેમાં હાજર નિકોટિન પ્રવાહી બર્ન કરતું નથી, તેથી ધુમાડો નથી નિકળતો. આ દ્રાવણમાંથી વરાળ નીકળે છે, જે શ્વાસ દ્વારા ખેંચાવાથી લોકોને ધૂમ્રપાન જેવી ફિલિંગ આવે છે. પરંતુ જે લોકો આ કરે છે તેઓ સાવચેત રહે.

image source

એક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે લીધેલ નિકોટિન તરત જ લોહીના ગંઠાવા(બ્લડ કોટિંગ)ની રચનાની ગતિને વેગ આપે છે. ઉપરાંત, તે નાની ધમનીઓની વિસ્તરણ કરવાની ક્ષમતા ઘટાડે છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. નિકોટિન શરીરમાં એડ્રેનાલિન જેવા હોર્મોન્સનું સ્તર પણ વધારે છે અને તેનાથી લોહી ગંઠાઈ જવાનું પણ વધે છે.

અભ્યાસમાં શું સામે આવ્યું

image source

આ સંશોધન સોમવારે યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી (ERS) ઇન્ટરનેશનલ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવ્યું હતું. સ્વીડનના સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટેટના સંશોધકોએ 18 થી 45 વર્ષની વયના 22 પુરુષો અને મહિલાઓના જૂથનો અભ્યાસ કર્યો હતો જેઓ ક્યારેક ધૂમ્રપાન કરતા હતા પણ સ્વસ્થ હતા. પરંતુ નિકોટિન ધરાવતી ઈ-સિગારેટના ઉપયોગ બાદ તરત જ તેમાં ટૂંકા ગાળાના ફેરફારો જોવા મળ્યા.

હેલસિંગબોર્ગ હોસ્પિટલના ડોક્ટર અને કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટેટના સંશોધક ગુસ્તાફ લીટીનેને જણાવ્યું હતું કે અમારો અભ્યાસ દર્શાવે છે કે નિકોટિન ધરાવતી ઈ-સિગારેટનો ઉપયોગ કરવાની અસર પરંપરાગત સિગારેટ પીવા જેવી જ છે.

હાર્ટ એટેક-સ્ટ્રોકનું જોખમ

image source

આપણે જાણીએ છીએ કે લાંબા સમય સુધી આ પ્રકારની અસર ધમનીઓને સાંકડી અથવા બંધ થઈ જાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. એટલા માટે ઈ-સિગારેટના જોખમો વિશે જાગૃત અને સજાગ રહેવું જરૂરી છે.

ઈ-સિગારેટની અસરો

image source

નિકોટિન લેવાના 15 મિનિટ પછી જ લોહીના ગંઠાઈ જવાનું 23 ટકા વધ્યું અને 60 મિનિટ પછી સ્થિતિ સામાન્ય થઈ.

હાર્ટ રેટ સરેરાશ 66 ધબકારા પ્રતિ મિનિટ (BPM) થી વધીને 73 BPM થયા.

સરેરાશ બ્લડ પ્રેશર 108 mmHg થી વધીને 117 mmHg થયું.

એવું પણ જાણવા મળ્યું કે થોડા સમય માટે ધમનીઓ પણ સંકોચાઈ ગઈ.

પરંતુ આ તમામ અસરો તે સ્વયંસેવકોમાં જોવા મળી ન હતી જેમણે નિકોટિન વગર ઈ-સિગારેટનો ઉપયોગ કર્યો હતો.