જો તમે સી પ્લેનમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવતા હોવ તો પહેલા આ વાંચી લેજો, જાણી લો કેટલા દિવસ સુવિધા રહેશે બંધ

પીએમ મોદીએ સી પ્લેનનું ઉદઘાટનું કર્યું હતું અને 1 નવેમ્બરના રોજથી મુસાફરો માટે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે શરૂ થયાના બે દિવસ બાદ જ તેને મેન્ટેન કરવા માટે બંધ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચાર ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી.

image source

સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઇન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. સી-પ્લેનના પાઈલટના ફ્લાઈટ ઉડાડવાના સાપ્તાહિક કલાકો પૂરા થઈ જતાં બે દિવસ તેમને આરામ આપવામાં આવશે. વધુમાં દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે.

મંગળવારે કેવડિયા જવા માટે બંને ફ્લાઇટ ફુલ

image source

સી-પ્લેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે પહેલીવાર રિવરફ્રન્ટથી કેવડિયા જવા માટે બંને ફ્લાઇટ ફુલ થઈ ગઈ હતી. જોકે રિટર્ન ફ્લાઈટમાં 3થી 4 સીટ ખાલી હતી. હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી આગામી દિવસોમાં આ સીટો પણ ભરાઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સી-પ્લેનના 3 પાઈલટ આવ્યા છે અને તેમની સાથે એક જ એટેન્ડેન્ટ છે, જેમના ફ્લાઈટના કલાકો પૂરા થઈ ગયા છે ત્યારે સરકારી ગાઈડલાઈન્સ મુજબ તેમને રેસ્ટ આપવો જરૂરી છે. જોકે આગામી દિવસોમાં વધુ એક પાઈલટ અને એક એટેન્ડેન્ટ આવી જશે ત્યારે 2-2 પાઇલટની સાથે 1-1 એટેન્ડેન્ટની ટીમ રહેશે, જેને કારણે એકસાથે બે દિવસ માટે ફ્લાઈટનું સંચાલન બંધ નહીં થાય.

પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી

image source

અમદાવાદમાં સી-પ્લેનની સેવા શરૂ થયા બાદથી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી મળી 1થી 3 નવેમ્બર સુધી ત્રણ દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે. પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી, જેમાં કેવડિયા 6 પેસેન્જર ગયા હતા, જ્યારે રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી.

image source

બીજા દિવસે પણ એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ, જેમાં જતા 14 પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જર હતા. ત્રીજા દિવસે શિડ્યૂલ પ્રમાણે બન્ને ફ્લાઈટ ઓપરેટ થઈ છે, જેમાં અમદાવાદથી જતાં ફુલ એટલે કે 15-15 પેસેન્જર ગયા હતા. જ્યારે રિટર્નમાં બન્ને ફ્લાઈટમાં 11 અને 12 પેસેન્જરે મુસાફરીનો લાભ લીધો હતો. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી સંચાલિત થતી એરલાઈન્સ ટ્રુજેટની ફ્લાઈટ પણ 6 નવેમ્બર સુધી મેઈન્ટેનન્સ માટે ગ્રાઉન્ડેડ કરાઈ છે. આમ અમદાવાદથી પોરબંદર, કંડલા, જેસલમેર, નાસિક અને જલગાંવ માટે રોજ જતી ફ્લાઈટો રદ કરાઈ છે. બુકિંગ કરાવનાર પેસેન્જરોને ફુલ રિફંડ આપી દેવામાં આવ્યું છે.

4-5 નવેમ્બરના સી પ્લેન બંધ રહેશે

image source

જો કોઈ પ્રવાસીઓ કેવડિયા જવા માગતા હોય કે કેવડિયાથી અમદાવાદ આવવા માંગતા હોય તો 4-5 તારીખે બંધ રહેશે. 4-5 નવેમ્બરના સી પ્લેન બંધ રહેશે અને ૬ નવેમ્બરથી ફ્લાઇટ રાબેતા મુજબ શરૃ થઇ જશે.

image source

દરમિયાન સી પ્લેન શરૃ થયાના ત્રીજા દિવસે આજે પ્રથમવાર અમદાવાદ અને કેવડિયાથી બે-બે એમ ચાર ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ ૧૫ મુસાફરોથી પેક હતી. પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં ૬૦ ટકા મુસાફરો હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત