૧ ઓક્ટોબરથી કામના સ્થળે મળશે દર પાંચ કલાકે બ્રેક, વાંચો આ લેખ અને જાણો આ નવા નિયમો…

કેન્દ્ર સરકાર ૧ ઓક્ટોબરથી લેબર કોડના નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. જો ૧ ઓક્ટોબરથી આ નિયમ લાગુ કરવામાં આવે તો ઓફિસની કામગીરીમાં ફેરફાર થશે. કામના કલાકો વધી શકે છે પરંતુ, કોઈપણ કંપની તેના કર્મચારીઓને પાંચ કલાકથી વધુ સમય સુધી સતત કામ કરાવી શકશે નહીં. કંપનીઓએ તેમના કર્મચારીઓને દર પાંચ કલાક બાદ બ્રેક આપવો પડશે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેબર કોડના નિયમો અનુસાર કર્મચારીઓના કામના કલાકો બદલીને ૧૨ કલાક કરી શકાય છે. ટૂંક સમયમાં, સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તેમના પગાર, ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમા પણ નોંધપાત્ર ફેરફાર જોઈ શકાશે.

બદલાશે સેલેરી સાથે જોડાયેલા અમુક નિયમો :

શ્રમ મંત્રાલય અને મોદી સરકાર ૧ ઓક્ટોબર સુધીમાં શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગે છે. સંસદે ઓગસ્ટ, ૨૦૧૯ માં ત્રણ લેબર કોડ્સ, ઓદ્યોગિક સંબંધો, કામની સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમોમાં સુધારો કર્યો હતો. આ નિયમો સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ પસાર કરવામાં આવ્યા હતા.

બાર કલાક સુધી કરવુ પડી શકે છે કામ :

image source

નવા ડ્રાફ્ટ કાયદામાં કામના મહત્તમ કલાકો વધારીને બાર કરવાનો પ્રસ્તાવ છે. જોકે, મજૂર સંઘ બાર કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યો છે.

૩૦ મિનીટને પણ માનવામા આવશે ઓવરટાઈમ :

કોડના મુસદ્દા નિયમોમાં ૧૫-૩૦ મિનિટ વચ્ચેના વધારાના કામને પણ ૩૦ મિનિટની ગણતરી કરીને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવશે. વર્તમાન નિયમ હેઠળ ૩૦ મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી. ડ્રાફ્ટ નિયમો કોઈપણ કર્મચારીને પાંચ કલાકથી વધુ સમય સુધી સતત કામ કરવાની મનાઈ ફરમાવે છે. કર્મચારીઓએ દર પાંચ કલાક બાદ અડધો કલાકનો વિરામ આપવો પડશે.

વેતન થશે ઓછું અને પીએફમાં થશે વધારો :

image source

આ નવા ડ્રાફ્ટમાંથી મૂળ પગાર કુલ પગારના ૫૦ ટકા અથવા વધુ હોવો જોઈએ.આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારનું માળખું બદલાશે.મૂળભૂત પગારમાં વધારા સાથે, પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવેલી રકમ વધશે કારણકે, આમાં નાણાં મૂળ પગારના પ્રમાણમાં છે.જો આવું થશે તો તમારા ઘરે આવતો પગાર ઘટશે, નિવૃત્તિ પર પીએફ અને ગ્રેચ્યુટીના પૈસા વધશે.

રીટાયરમેન્ટ સમયે મળશે વધુ પૈસા :

image source

ગ્રેચ્યુઇટી અને પીએફમાં યોગદાનમાં વધારા સાથે નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમમાં વધારો થશે.પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધારા સાથે કંપનીઓનો ખર્ચ પણ વધશે.આનું કારણ એ છે કે કંપનીઓએ કર્મચારીઓ માટે પીએફમાં વધુ ફાળો આપવો પડશે.આ બાબતો કંપનીઓની બેલેન્સ શીટને અસર કરશે.