હાલ બેહાલ દેખાય છે પણ આ મહિલા બોલે છે ફર્રાટેદાર અંગ્રેજી…

આપણે અનેકવાર સાંભળીએ છીએ કે દરેક ચમકતી ચીજ સોનું નથી હોતી. આવી જ રીતે કોઈની પ્રતિભા અને તેની આવડતને તેના દેખાવ સાથે સાંકળીને જોઈ શકાય નહીં. આવું કરવામાં ઘણીવાર આપણે થાપ ખાઈ જતા હોય છે. ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને જોઈએ ત્યારે તેના દેખાવ પરથી તેના વિશે ધારણા બાંધી લેતા હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં આ ધારણા સાવ ખોટી સાબિત થાય છે.

image source

આવું જ કંઈક હાલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈ લોકો પણ દંગ રહી જાય છે. આ વીડિયો છે બેંગલોરની એક મહિલાનો જે કામ તો કરે છે શહેરને સ્વચ્છ રાખવા માટે શેરીઓમાં કચરો ઉપાડવાનું પણ તે અંગ્રેજી બોલે છે કોઈ અંગ્રેજીના પ્રોફેસર જેવું સડસડાટ. આ મહિલાને પ્રથમ નજરે જોઈ કોઈ વિશ્વાસ કરી શકે નહીં કે તે આટલું સરસ અંગ્રેજી બોલતી હશે.

image source

આ વાયરલ વીડિયોમાં જે જોવા મળે છે તેનું નામ તો જાણી શકાયું નથી પરંતુ સોશિયલ મીડિયા યુઝર સચિના હેગર નામની મહિલાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સચિનાએ જણાવ્યું હતું કે કામના સંદર્ભમાં તે રસ્તા પરથી પસાર થતી હતી તે સમયે આ મહિલાને મળી હતી જે કચરો ઉપાડતી હતી. જ્યારે તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ જોયું કે કચરો ઉપાડનાર મહિલા સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. તેણે પોતાના વિશે ઘણી વાતો અંગ્રેજીમાં જ સચિનાને કહી હતી.

image source

સચિનાએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો પરંતુ તે મહિલાનું નામ પૂછી શકી નહોતી. આ મહિલાએ કહ્યું કે તે 7 વર્ષ પહેલા તે જાપાનથી આવી હતી. ત્યાં તે એક ઘરમાં કામ કરતી હતી. જ્યારે લોકોને તેની જરૂર ન હતી, ત્યારે તેણે તેને પાછી મોકલી દીધી. ભારતમાં કોઈ કામ ન મળતા તેણે રસ્તાની બાજુમાંથી કચરો ઉપાડી તેને વેચીને પૈસા કમાવાનું શરૂ કર્યું. આ કામ કરી તે આજીવિકા ચલાવે છે.

image source

સચિનાએ મહિલા સાથે લાંબા સમય સુધી વાત કરી . વાતચીત દરમિયાન જ્યારે સચિનાએ પૂછ્યું કે શું તે એકલી રહે છે, તો તેણે ઈસુ ખ્રિસ્તની તસવીર બતાવી અને કહ્યું કે તેમના હોવાથી કોઈ એકલા કેવી રીતે રહી શકે ? લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.