નપુસંકતા અને શારીરીક નબળાઈને દુર કરવા નહિ પડે મોંઘી દવાની જરૂર, જાણો ઉપયોગની રીત

સફેદ મૂસળી ખુબ જ પ્રખ્યાત છે. ભારતમાં તો એ સસ્તી અને હર્બલ વાયેગ્રા તરીકે જબરી ડિમાન્ડમાં છે. સફેદ મૂસલી એક શક્તિવર્ધક જડ્ડીબુટ્ટી છે. જે મોટાભાગે યૌન ક્ષમતા વધારવા માટે પ્રયોગમાં લેવાય છે. પણ તેવું નથી કે તે ખાલી યૌન શક્તિ જ વધારે છે તેના બીજા પણ અનેક ઔષધીય ગુણો છે, જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે.

image source

હાલ તો વિશ્વભરમાં તેની ભારે માંગ છે. તાજી મૂસલી એક હજાર પાંચસો રૂપિયાથી લઇને બે હજાર રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચાય છે. રતલામની સફેદ મૂસળી વધારે વખણાય છે. પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળી ઊગે છે.

મૂળને સૂકવીને ખાંડી નાખવામાં આવે છે. તેના પાઉડરને અન્ય ઔષધિઓ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે છે. એના ફળનો આદિવાસીઓ શાક બનાવવામાં પણ ઉપયોગ કરે છે. જોકે ફળમાં સેક્સ-ટૉનિક જેવા કોઈ ગુણધર્મો નથી. આપણે ત્યાં માત્ર સફેદ મૂસળીની જ બોલબાલા છે.

image source

બાકી મૂસળી બે પ્રકારની હોય છે : કાળી મૂસળી અને સફેદ મૂસળી. કાળી મૂસળી મધુર, ધાતુપોષક, વીર્યવર્ધક, રસાયણ છે અને વાતનું શમન કરે છે; જ્યારે સફેદ મૂસળી પચવામાં ભારે, સ્નિગ્ધ, શીતવીર્ય અને પોષક છે. આયુર્વેદમાં એને વીર્યવર્ધક ગણવામાં આવી છે. કાળી મૂસળી અને સફેદ મૂસળી બન્ને વીર્યવર્ધક ગણાય છે, પરંતુ કાળી મૂસળી ઉષ્ણ વીર્ય હોવાથી એનો ઉપયોગ ઓછો થાય છે. સફેદ મૂસળી વીર્યનું પ્રમાણ વધારે છે, પરંતુ ઉત્તેજના વધારવાનો કોઈ ગુણ એમાં નથી.

image source

આ શરીરનો થાક ઓછો કરે છે અને તાકાત પણ વધારે છે. વળી પેશાબમાં બળતરા, કેન્સર, મધુમેહ, એન્ટી એજિંગ માટે પણ સારું છે. વળી સ્તનપાન કરવાતી મહિલાઓના દૂધ વધારવામાં પણ આ સપ્લિમેન્ટ કામમાં આવે છે. સફેદ મૂસલીના મૂળના ચૂર્ણને ઇલાયચી સાથે મેળવીને દૂધ સાથે ઉકાળીને દિવસમાં બે વાર પીવાથી પેશાબની બળતારામાં રાહત થાય છે.

image source

મૂસળીના ગુણધર્મ અનુસાર એ વીર્યની માત્રા વધારે છે, પરંતુ ઉત્તેજના વધારીને ઇન્દ્રિયમાં લોહીનું ભ્રમણ વધારી નથી શકતી. વાજીકર, વીર્યવર્ધક અને ધાતુઓની પુષ્ટિ કરનારી હોવાથી એ શરીરને બળ આપે છે; પરંતુ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની તકલીફ દૂર નથી કરી શકતી.

ઇદ્રાયણના સૂકાયેલા મૂળના ચૂર્ણ તથા સફેદ મૂસળીના મૂળ નું ચૂર્ણ બનાવો. તેને સમાન માત્રામાં મિક્સ કરી તેને એક ગ્લાસ પાણીમાં એક ગ્રામ જેવું નાખી સાત દિવસ સુધી પીવડાવાથી પથરી ગળીને બહાર આવે છે. સફેદ મૂસલીના મૂળનું ચૂર્ણ બનાવીને તેનો રોજ સેવન કરો. તેનાથી શરીરમાં શક્તિ આવશે, થાક ઉતરશે અને મૂડ પણ સારો રહેશે.

image source

ટેસ્ટોસ્ટેરાન લેવલ વધારવામાં પણ મૂસલી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને સેક્સ ક્ષમતા પણ વધે છે. મૂસલી ખાલી પુરુષોએ જ ખાવી જોઇએ તેવું નથી. તે મહિલાઓની કામેચ્છાને પણ જાગૃત કરે છે. અને યોનીની ડ્રાયનેસ પણ ઓછી કરે છે.

નપુંસકતા માટે તે બહુ સારો ઉપાય છે કારણ કે તેનાથી સ્પર્મ કાઉન્ટ, વીર્યની માત્રા વધે છે અને નપુંસકા દૂર થાય છે. એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધ કે પાણી સાથે સવાર-સાંજ લેવું. એકાદ સપ્તાહમાં વાયુને કારણે થતાં બધાં જ દર્દોમાં રાહત અનુભવાશે.