રોડ ક્રોસ કરવા જતા બસે 14 વર્ષના કિશોરને અડફેટે લેતા મોત, શાકભાજી વેંચીને પેટીયું રળે છે પિતા

અમદાવાદ અને સુરતમાં બીઆરટીએસ બસના અકસ્માતની વાત હવે નવી નથી રહી. કેટલાક લોકોના જીવ લેનાર આ બસના જવાબદાર લોકો સામે કાર્યવાહીના નામે મીંડુ જ જોવા મળે છે. માતેલા સાંઢની જેમ ફરતી આ બીઆરટીસ બસે આજે વધુ એક કિશોરનો જીવ લીધો છે. વાત છે સુરતની કે જ્યાં કામરેજ અને સરથાણા વિસ્તારને જોડતા BRTS રૂટમાં અકસ્માત સર્જાયો હતો. BRTS રૂટ ક્રોસ કરી રહેલા એક 14 વર્ષના કિશોરને BRTS બસે અડફેટે લીધો અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. તો બીજી તરફ, અકસ્માત બાદ BRTS બસ લઈને ચાલક નાસી ગયો છે, જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

image source

બસે અડફેટે લેતા કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

તો બીજી તરફ અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને કિશોરને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી રહ્યો છે. આ કિશોરનું નામ અમિત છે અને તેના પરિવારની વાત કરીએ તો તેમના પિતા શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. અમિત રોડ ક્રોસ કરી રહ્યો હોય છે એ દરમિયાન પૂરપાટ સ્પીડે આવેલી બસે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

image source

પુત્રના અચાનક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ BRTS રૂટમાં ચાલકની બેદરકારીને લઈને અવારનવાર અકસ્માત થતા હોવાના રોષ સાથે સ્થાનિકોએ કહ્યું હતું કે એક પછી એક અકસ્માતના ગંભીર બનાવો બની રહ્યા છે, પરંતુ તેમ છતાં તંત્રની આંખ ખૂલતી નથી. ત્યારે પોલીસે આ દુર્ઘટનામાં જવાબદાર બસ ચાલક સામે કડક પગલા લેવાં જોઈએ, એવી માગ કરવામાં આવી છે.

2019માં 29ના મોત થયેલા

image source

તમને જણાવી દઈએ કે આ કોઈ પહેલી ઘટના નથી જેમા કોઈ રાહદારીએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. સુરતમાં સિટી બસ સેવા બ્લુ લાઇન અને રેડ લાઇન ચાલી રહી છે, બ્લુ લાઇન સિટી બસ છે જ્યારે રેડ લાઇન BRTS સેવા આપે છે. બસના ડ્રાઇવરો સામે અનેક વખત બેજવાબદારીપૂર્વક ઓવરસ્પીડ ચલાવવાના આરોપ લાગ્યા છે. અનેક ઘટનાઓમાં બસની ટક્કરે નાનાં બાળકોથી લઈ વૃદ્ધોનાં મોત થયાં છે. 2019માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં 29 લોકોનાં સિટી બસ અને બીઆરટીએસ બસની ટક્કરે મોત થયાં હતાં. આટલા બધા અકસ્માત અને મોતના બનાવો બનવા છતા તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત