અદાર પૂનાવાલાનું મોટું નિવેદન: 12-18 વર્ષના બાળકો માટે કોરોનાની રસી આ સમય સુધીમાં આવી જશે

કોરોના વાયરસે દુનિયાભરમા હાહાકાર મચાવી મુક્યો છે. આ પછી વેક્સિનેશન અને લોકડાઉન જેવા પગલા લેવામા આવ્યા છે. અનેક નિયમો પણ આ માટે બનાવામા આવ્યા. હાલમા બાળકો માટે કોરોના રસી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવાના સામાચાર આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વડા અદાર પૂનાવાલાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 12-18 વર્ષના બાળકો માટે કોવિડ-19 રસી ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. જાણકારો દ્વારા કહેવામા આવી રહ્યુ છે કે હવે ત્રીજી લહેરમા કોરોના વાયરસ બાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમા લેતા બાળકો માટે કોરોના રસી ચર્ચાનો વિષય બની ગઈ છે.

image source

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે 2022ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં અમારી પાસે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી હશે. આ વિશે વધારે વાત કરતા અદાર પૂનાવાલાએ કહ્યું હતુ કે સરકાર ખૂબ જ સહાયક છે. અમે પીએમ મોદી અને તેમની સરકારના સમર્થન માટે અને અમારા ઉદ્યોગમાં રસી ઉત્પાદન વધારવામાં મદદ કરવા બદલ અત્યંત આભારી છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે કોવોવૈક્સ ઓક્ટોબર સુધીમાં યુવાન વયના લોકો માટે લોન્ચ થશે પરંતુ તે ભારતમાં ડ્રગ કંટ્રોલર પર નિર્ભર રહેશે. આ બે ડોઝની રસી હશે.

આ કંપનીઓએ પણ સરકાર પાસેથી માંગી હતી મંજૂરી:

image source

કહેવામા આવી રહ્યુ છે કે અત્યાર સુધીમા જે રીતે કામ ચાલી રહ્યુ છે તે જોતા અપેક્ષિત ઓક્ટોબર સુધીમાં આ રસી બાળકો માટે લોન્ચ કરવામાં આવી શકે છે. આ સિવાય બાળકો માટે રસી તરીકે આગામી દિવસોમાં ઝાયડસની ઝાયકોવ-ડી રસી પણ એક વિકલ્પ બની શકે છે. કંપનીએ ભારતમાં આ રસીના ઉપયોગ માટે મંજૂરી પણ માંગી છે અને તે માટે ટ્રાયલ 12થી 18 વર્ષના બાળકો પર કરવામાં આવી રહ્યુ છે. જો કે આ રસી ખૂબ નાના બાળકોને આપી શકાતી નથી. પરંતુ તેની બીજી ખાસ વાત એ છે કે આ રસી નિડિલ મુક્ત છે જેથી બાળકો માટે સરળતા રહે.

image source

મળતી માહિતી મુજબ 12થી 18 વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવતી રસી બે અઠવાડિયામાં જરૂરીયાતના સમયે ઉપયોગની અધિકૃતતા મેળવી શકે છે. બીજી તરફ ભારત બાયોટેક રસીનુ ટ્રાયલ વહેલી પૂર્ણ કર્યા પછી મળેલા ડેટા સાથે તેને પણ કટોકટીના સમયે ઉપયોગની અધિકૃતતા માટે અરજી કરી શકે છે. આશા છે કે બાળકો માટે હવે રસી જલ્દી જ મળી જશે.