યોગી સરકારે કર્મચારીઓને કરાવ્યા બખ્ખાં, ચૂંટણી ફરજ દરમિયાન મોત થાય તો આપવામાં આવશે 30 લાખની સહાય

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. કોઈ પણ ચૂંટણી ડ્યુટી દરમિયાન કર્મચારીઓની કોઈ આકસ્મિક દુર્ઘટ થવાનાં કારણે મોતના કિસ્સામાં તેમના પરિવારોને હવે 30 લાખ રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આ અગાઉ પણ તેમને 20 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

image source

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકારે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને અગાઉ અપાયેલી આકસ્મિક અકસ્માત સહાયની માત્રામાં વધારો કર્યો છે. નવા આદેશ મુજબ લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદ અને નાયબ ચૂંટણીઓની ચૂંટણી દરમિયાન ફરજ પર રહેલાં કર્મચારીઓને મૃત્યુ કે ગંભીર ઈજા થવાની સંભાવનાની સ્થિતિમાં આપવામાં આવતી રકમ વધારવાનો નિર્ણય લેવાયો છે.

આને મુખ્ય બે વર્ગોમાં વહેંચાયેલું છે. જેમાં પહેલું એ છે કે તાલીમ, મતદાન અને મતગણતરી ફરજ દરમિયાનનાં અકાળ અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં, રૂ .10 લાખની સહાય આગાઉનાં નિયમો મુજબ મળવા પાત્ર હતી જે હવે વધારીને 15 લાખ કરી દેવામાં આવી છે.

image source

તેવી જ રીતે આતંકવાદી હિંસા, અસામાજિક તત્વો દ્વારા હત્યા, વિસ્ફોટો, હથિયારોનો હુમલો જેવા ફરજ પરના અકસ્માતની ઘટનામાં કર્મચારીના પરિવારજનોને હવે 30 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરાયું છે.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ સરકારે ચૂંટણીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને ધ્યાનમાં લઈને આ નવા નિયમો બનાવ્યાં છે. ચૂંટણી દરમિયાન આ અગાઉ ઘણાં કર્મચારીઓ સાથે આકસ્મિક ઘટનાઓ બનેલાં કિસ્સાઓ આમે આવ્યાં છે. આવી પરિસ્થ્તિમાં તેમને સહાય મળી રહે તે માટે થઈને સરકારે આ સહાયરૂપે આપવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. આ સિવાય કોઈ કોઈ વ્યક્તિ આ ફરજ દરમિયાન થયેલી ઘટનાનાં કારણે જો પોતાનું કોઈ અંગ ગુમાવી બેસે છે તો તેને માટે પણ વિશેષ સહાય આપવાનું કહેવામાં આવ્યું છે.

image source

ચૂંટણી દરમિયાન અપંગતા થવાનાં કિસ્સામાં અંગે વાત કરીએ તો હાલમાં રૂ. 10 લાખની આગળનાં નિયમો મુજબ સહાય કરવામાં આવતી હતી. જેને પણ હવે વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સહાયની રકમમાં હવે 15 લાખ સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે.

image source

આ ઉપરાંત કોઈ વ્યક્તિનું ચૂંટણીમાં અન્ય કારણોસર અકસ્માત થાય છે અને જો તેમાં તે વ્યક્તિ પોતાનું કોઈ અંગ (સંપૂર્ણ-આંખ, હાથ, પગ વગેરે સંપૂર્ણ અપંગતા)ની કાયમી વિકલાંગતાની સ્થિતિ બને તો આજ સુધી રૂ .5 લાખની રકમની મંજૂરી આપવામાં આવી હતી જેમાં પણ હવે વધારી કરી દેવામાં આવ્યો છે. આ રકમ વધારીને હવે 7.50 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *