ફૈઝલ ખાને ભાઈ આમિર ખાનના ડિવોર્સથી લઈને પોતાના લગ્ન સુધીની વાત પર તોડ્યું મૌન, કહ્યું પત્ની અફોર્ડ નહિ થાય.

આમિર ખાનને આજે કોઈ પરિચયની જરૂર નથી. એમને ફિલ્મ જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. આમિર ખાનને બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ કહેવામાં આવે છે. પણ આમિર ખાને નાના ભાઈ ફૈઝલ ખાન ક્યારે ફિલ્મ જગતનો ભાગ બન્યા અને ક્યારે અચાનક એ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા એ કોઈને ખબર જ ન પડી. ફૈઝલ ખાનના મોટા ભાઈ આમિર ખાન સાથે વર્ષ 2000માં આવેલી ફિલ્મ મેલામાં દેખાયા હતા. ફૈઝલ ખાન જલ્દી જ મોટા પડદા પર ફરી એકવાર દેખાવાના છે.

image source

ફૈઝલ ખાને એક મીડિયા સાથેની વાતચીતમાં પોતાની અંગત જિંદગીને લઈને ઘણા ખુલાસા કર્યા. એમને આમીર ખાન સાથેના એમના સંબંધ પર વાતચીત કરી અને સાથે જ કિરણ રાવ સાથે આમિર ખન્ના લગ્ન તૂટ્યા એના પર ફૈઝલ ખાને પ્રતિક્રિયા પણ આપી. એ સિવાય ફૈઝલ ખાને એ પણ જણાવ્યું કે પોતાના લગ્નને લઈને એમનું શુ પ્લાનિંગ છે.

image source

તમને જણાવી દઈએ કે ઘણા એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે આમિર ખાન અને એમના નાના ભાઈ ફૈઝલ ખાન વચ્ચે સંબંધ સારા નથી. વર્ષ 2008માં ફૈઝલ ખાને આમિર ખાન પર એમના અપહરણ કરવા અને એમને નજરબંધ કરવાનો આરોપ લગાવ્યો હતો.મીડિયામાં એ ખબર પણ આવી હતી કે ફૈઝલ સિજોફ્રેનિયાથી પીડિત છે અને ખુદની દેખભાળ નથી કરી શકતા. ફૈઝલ ખાને એમના અને આમિર ખાનના સંબંધ પર ખુલાસો કરતા કહ્યું હતું કે મારી માતા અને આમિર ખાન બન્નેએ એ ફિલ્મ જોઈ અને એમને એ ગમી. આમિરે મને એ પણ કહ્યું કે એક નિર્દેશક તરીકે પહેલી ફિલ્મના હિસાબે એ ખૂબ જ સારી બની છે. એમને આગળ કહ્યું કે આમિરે મને એ પણ કહ્યું કે હું ખૂબ જ સારું ગાઈ શકું છું અને એમના કરતા સારો છે.

image source

ફૈઝલ ખાને જણાવ્યું કે આમિર ખાન સાથે એમની માતાને પણ આ ફિલ્મ ખૂબ જ ગમી હતી. ફૈઝલે મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે આ એમની માતાનું સપનું હતું કે એ નિર્દેશક બને, જે ફેક્ટરીથી પુરી થઈ રહ્યું છે.

image source

આમિર ખાન અને કિરણ રાવે જ્યારે એમના ડિવોર્સ પર બયાન જાહેર કર્યું તો દરેક વ્યક્તિ હેરાન થઈ ગયા હતા. એવામાં જ્યારે ફૈઝલ ખાનને આ સવાલ કરવામાં આવ્યો કે એમની એના પર શુ પ્રતિક્રિયા છે તો ફૈઝલ ખાને જવાબ આપતા કહ્યું કે હું એમને કોઈ સલાહ નથી આપી શકતો. મારી ખુદના લગ્ન ન ટક્યા તો હું કોઈ નથી કે કોઈની અંગત જિંદગીમાં બોલી શકું. એ જાણે છે કે એમના માટે શું સારું છે.

image source

જ્યારે એમને ફરીવાર લગ્ન કરવા વિશે પૂછવામાં આવ્યું તો એનો જવાબ આપતા ફૈઝલે કહ્યું કે લગ્ન ખૂબ જ મોંઘા હોય છે અને મારી પાસે એટલા પૈસા નથી કે હું લગ્ન કરી શકું. દુર્ભાગ્યપૂર્ણ મેં હજી સુધી એટલા પૈસા નથી કમાયા કે હું પત્નીને સંભાળી શકું, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી કારણ કે એ સંભાળવી પણ ખૂબ જ મોંઘી છે. પત્ની સંભાળવી તો એનાથી પણ વધુ મોંઘું છે. પિક્ચર હિટ થશે તો છોકરી શોધવાનું શરૂ કરીશ.