” મેટાવર્સ ” જેના કારણે બદલાઈ શકે છે ફેસબુકનું વિશ્વ, જાણો અજાણી તમામ વાતો અને મેળવો માહિતિ

ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે કંપની માત્ર એક સોશ્યલ મીડિયા કંપનીથી આગળ વધીને ” મેટાવર્સ કંપની ” બનશે. સને એમ્બોઈડેડ ઈન્ટરનેટ પર કામ કરશે. જેમાં અસલી અને વર્ચ્યુઅલ વિશ્વનું મિશ્રણ પહેલા કરતા ઘણું વધુ થશે. ફેસબુક જેનો ઉપયોગ લગભગ 6 અરબ લોકો કરે છે તે જો તેની દિશા બદલી રહ્યું હોય તો એ વાતમાં કંઈક તો દમ હોવો જ જોઈએ. હવે સવાલ એ થાય કે આખરે મેટાવર્સ એટલે શું ? માનવ તેની ઇન્દ્રિયોને સક્રિય કરતી અનેક શોધો જેમ કે ઓડિયો સ્પીકર, વિડીયો ગેમ્સ, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરે છે. ત્યારે ભવિષ્યમાં સ્પર્શ અને ગંધ સૂંઘવાની ઈન્દ્રીય સક્રિય કરી શકે તેવા ઉપકરણો પણ આવી શકે છે.

image source

આ પ્રાદ્યોગિકી માટે અનેક શબ્દો આપવામાં આવ્યા છે પરંતુ એક પણ એવો લોકપ્રિય શબ્દ નથી જે ભૌતિક વિશ્વમાં અને વર્ચ્યુઅલ દુનિયાના મિશ્રણને દર્શાવતો હોય. ઈન્ટરનેટ અને સાયબર સ્પેસ જેવા શબ્દો એક સ્થાન માટે છે જેને આપણે સ્ક્રીન પર જોઈએ છીએ. પરંતુ આ શબ્દો ઈન્ટરનેટની વર્ચ્યુઅલ રિયાલિટી એટલે ક્સ 3D ગેમ વર્લ્ડ કે વર્ચ્યુઅલ સીટી કે સંવર્ધિત વાસ્તવિકતા અથવા ઓગમેન્ટેડ રિયાલિટી (નેવિગેશન ઓવરલે કે પોકેમોન ગો) વગેરે સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત નથી કરી શકતા.

image source

મેટાવર્સ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ સાયન્સ ફિક્સન લેખક નિલ સ્ટીફેન્સનએ 1992 માં તેના ઉપન્યાસ સનો ક્રેશ માં કર્યો હતો. આ જ પ્રકારના અનેક શબ્દો ઉપન્યાસોની ઉપજ છે. દાખલા તરીકે 1982 માં વિલિયમ ગિબ્સનના એક પુસ્તકમાંથી સાયબર સ્પેસ શબ્દ આવ્યો. રોબોટ શબ્દ 1920 માં કેરેલ કાપેકના એક નાટકમાંથી આવ્યો હતો. આ શ્રેણીમાં મેટાવર્સ આવે છે.

મેટાવર્સથી કોને લાભ થશે ?

image source

જો તમે એપ્પલ, ફેસબુક, ગુગલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓ વિશે વધુ વાંચતા હોવ તો તમને અનુભવાશે કે પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં આધુનિક શોધો અવશ્ય સંભાવી છે અને આ શ્રેણીમાં મેટાવર્સની શોધ આવે છે. ત્યારબાદ આપણે આ પ્રૌદ્યોગિકીઓ દ્વારા આપણાસમાજ, રાજનીતિ અને સંસ્કૃતિ પર થતા પ્રભાવ વિશે વિચાર્યા વિના પણ નથી રહી શકતા.

ફેસબુક અને અન્ય મોટી કંપનીઓ માટે મેટાવર્સની પરિકલ્પના ઉત્સાહજનક છે કારણ કે આનાથી નવી બજારો, નવા પ્રકારના સોશ્યલ નેટવર્ક, નવા ગ્રાહકો ઇલેક્ટ્રોનિકસ અને નવા પેટન્ટ માટે તક ઉભી થાય છે.

image source

આજના લૌકિક વિશ્વમાં આપણા પૈકી ઘણા ખરા લોકો કોઈ મહામારી, જળવાયું સંબંધિત કોઈ આપદા કે માણસના કારણે વિભિન્ન પ્રજાતિઓના વિલુપ્ત થવા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છીએ. આપણે આ સમજવાનો સંઘર્ષ પણ કરી રહ્યા છીએ કે આપણે જે પ્રૌદ્યોગિકીઓ (મોબાઈલ ઉપકરણ, સોશ્યલ મીડિયા અને વૈશ્વિક કનેક્ટિવિટીથી વ્યગ્રતા અને તણાવ જેવી અવાંછિત પ્રભાવ) ને અપનાવી લીધી છે અને તેની સાથે આપણે સારું જીવન કઈ રીતે વ્યતીત કરી શકીએ.

તો પછી આપણે પ્રૌદ્યોગિકી કંપનીઓ દ્વારા આપણને એ વિશ્વમાંથી દુર હટાવવા માટેના નવા કિમીયા શોધવામાં આટલું રોકાણ કેમ કરે છે ? જ્યાં આપણને શ્વાસ લેવા માટેની હવા, ખાવા માટે ભોજન અને પીવા માટે પાણી મળે છે ?

image source

ત્યારે મેટાવર્સ જેવા વિચાર આપણી મદદ અને સમાજનું સકારાત્મક રીતે પ્રબંધન કરી શકે છે. દાખલા તરીકે દક્ષિણ કોરિયામાં મેટાવર્સ એલાયન્સ કંપનીઓ અને સરકાર મળીને મુક્ત રાષ્ટ્રીય VR પ્લેટફોર્મ વિકસિત કરવા માટેની દિશામાં કામ કરી રહ્યા છે. તેનો એક મોટો ભાગ સ્માર્ટફોન, 5Gનેટવર્ક, ઓગમેન્ટ રિયાલિટી, વર્ચ્યુઅલ કરન્સી અને સોશ્યલ નેટવર્કને એકઠું કરી સમાજની સમસ્યાઓનું સમાધાન કરવા અને લાભ કરાવવાની રીતો શોધવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!