આ જગ્યાઓ નથી જોવા મળતી ગૂગલ મેપ પર કરી જુઓ તમે પણ ટ્રાય

કોઈપણ નવી જગ્યાએ જવું હોય તો લોકોને ચિંતા થતી નથી કારણ કે ફોનમાં ગૂગલ મેપ હોય છે. મેપમાં કોઈપણ એડ્રેસ એડ કરો એટલે તુરંત જ તમને ત્યાં કેવી રીતે પહોંચવું, તે જગ્યા કેટલી દૂર છે સહિતની તમામ માહિતી મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ગૂગલ મેપ પહોંચી શકતું નથી ?

image source

દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે જે મેપમાં બ્લર દેખાય છે. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો આ લોકેશન તમને જોવા મળશે નહીં. આવી જગ્યાઓમાં રુસના રહસ્યમયી આઈલેન્ડ, નોર્થ કોરિયાનો એક ભાગ અને ફ્રાંસના એક આયલેન્ડનો સમાવેશ થાય છે. આમ થવાનું કારણ શું છે ચાલો તે પણ જણાવીએ વિગતવાર.

રુસના રહસ્યમયી આયલેંડ

એક રિપોર્ટ અનુસાર રુસના જેનેટ નામના આયલેન્ડ ગૂગલ મેપ પર ધુંધળા દેખાય છે. આ આયલેન્ડ પૂર્વી સાયબેરિયાઈ સમુદ્રમાં આવેલા છે. આ આયલેન્ડ સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલા છે. જો કે મેપમાં બ્લર દેખાવાનું આ કારણ નથી. મેપમાં આ આયલેન્ડ શા માટે બ્લર દેખાય છે તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

નોર્થ કોરિયા અને ગ્રીના મિલિટ્રી બેઝ

image source

ગૂગલ મેપ પર નોર્થ કોરિયાના કેટલાક વિસ્તારો ધુંધળા દેખાય છે. જેમાં નોર્થ કોરિયાની ડાબી તરફનો ભાગ ગૂગલ મેપ પર બ્લર દેખાય છે. આ સિવાય ગ્રીસનું મિલિટ્રી બેઝ પણ બ્લર દેખાય છે.

ફ્રાંસની જેલ

image source

આમ તો દુનિયામાં ઘણી એવી જેલ છે જે ગૂગલ મેપમાં દેખાડવામાં આવતી નથી કારણ કે તેને સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. સેંટ્રલ ફ્રાંસાં સ્થિત એક જેલ પણ આવી છે જેનું નામ mountlucan છે. આ લોકેશન પણ મેપમાં બ્લર દેખાશે. આ સિવાય ફ્રાંસનો એક આયલેન્ડ પણ છે જે મેપમાં જોવા મળતો નથી. moruroa આયલેન્ડ પ્રશાંત મહાસાગરમાં દક્ષિણ તરફ સ્થિત છે ફ્રાંસે 1966થી 1996 વચ્ચે અહીં અંદાજે 181 ન્યૂક્લિયર ટેસ્ટ કર્યા હતા.

યૂકેનું એક ઘર

image source

યૂકેમાં પ્રિંસપોર્ટ રોડ પર આવેલું એક ઘર પણ ગૂગલ મેપ પર બ્લર જોવા મળે છે. છેલ્લા 21 વર્ષથી આમ થાય છે પરંતુ તેનું કારણ શું છે તે સામે આવ્યું નથી.