કેબીસીમાં કન્ટેસ્ટન્ટે પૂછ્યો બિગ બીના સ્ટાઈલિશ હોવા પર સવાલ, મહાનાયકે આપ્યો આવો જવાબ

ટીવીના પોપ્યુલર કવિઝ બેઝડ રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ 13ને ઓડિયન્સ ખૂબ જ પસંદ કરી રહી છે. શોના લેટેસ્ટ એપિસોડમાં સોશિયલ મીડિયા ઇંફ્લુઇન્સર ઓસીન પટવાએ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો. ઓશીને અમિતાભ બચ્ચનની ઇન્સ્ટાગ્રામની પોસ્ટની અમુક જૂની તસવીરો સ્ક્રીન પર બતાવી અને એની સાથે જોડાયેલા સવાલ પૂછ્યા હતા જેમાં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે એક કલરફુલ સ્વેટશર્ટ અને એક ફ્લેશી સનગ્લાસ એમના દીકરા અભિષેક બચ્ચન અને પૌત્રી આરાધ્યાએ ગિફ્ટમાં આપ્યા હતા.

image source

ઓશીનના મોટાભાગના સવાલો એ હતા કે અમિતાભ બચ્ચને એમના માટે આઉટફિટ અને એક્સેસરીઝ ક્યાંથી ખરીદ્યા. હોટ સીટ પર બેઠેલી ઓસીને બિગ બીના સ્વેટશર્ટ વિશે પૂછ્યું કે સર તમારું જેકેટ ખૂબ જ કુલ છે. તમે એને ક્યાંથી ખરીદ્યું? અમિતાભે એના જવાબમાં કહ્યું કે આ જે મારા સુપુત્ર છે એમને મને અમારા જન્મદિવસ પર ગિફ્ટ આપ્યું હતું. એ પછી ઓશીને અમિતાભ બચ્ચનને જેજ અપ સનગ્લાસ વિશે પૂછ્યું, એના પર બિગ બીએ જવાબ આપ્યો કે આ જે મારી પૌત્રી છે આરાધ્યા એમને લાવીને આપ્યા છે મને.”

image source

મેકર્સે ઓશીન અને બિગ બી વચ્ચે થયેલી મજેદાર વાતનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ઓસીન એમની સેલ્ફી સ્ટીક સાથે કેબીસી 13ના સેટ પર વીડિયો રિકોર્ડ કરી રહી છે અને એમના ફેન્સને જણાવી રહી છે કે એ કેબીસીના સેટ પર પહોંચી ગઈ છે અને અમિતાભ બચ્ચન આવવાના છે. ત્યારે અમિતાભ બચ્ચન પાછળથી આવે છે અને એમના ફેન્સનું અભિવાદન કરે છે. એ પછી બન્ને હોટ શીટ પર બેસીને સવાલ જવાબ કરે છે.

હોટ શીટ પર બેઠા પછી બિગ બી ઓશીનને સોશિયલ મીડિયા ઇંફ્લુઇન્સરનો મતલબ પૂછે છે. ઓશીન એમને જણાવે છે કે એ વસ્તુઓને રિવ્યુ કરે છે. એક પ્રકારનું પ્રમોશન કરે છે. બિગ બી એમને પૂછે છે કે શુ પ્રમોશન માટે એમને પૈસા મળે છે. એના પર એ ના પાડે છે. બિગ બી કહે છે કે એમની પાસે પણ ઘણા લોકોને કોલ આવે છે કે સોશિયલ મીડિયા પર એમની ફિલ્મના પ્રમોશન કરવાવાળી એક પોસ્ટ કરી દે. ઓશીન પૂછે છે કે એ માટે એમને પૈસા મળે છે. બિગ બી પણ ઇનકાર કરે છે. એ કહે છે કે બધા મિત્રો છે. પૈસા કઈ રીતે લઈ શકે છે.