ભારત આવેલા બુકીઓ અમદાવાદના હાર્દ સમા વિસ્તારમાં ઓફિસ ખોલી રમાડે છે ક્રિકેટ પર સટ્ટો

દુબઈમાં આઈપીએલની મોસમ પુરબહારમાં ખીલી છે અને સાથે જ સટ્ટા બજાર પણ ગરમ થઈ છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર આ વખતની આઈપીએલ માટે સટ્ટાને લઈ ગુજરાત ધમધમી રહ્યું છે. સટ્ટા અંગે જાણવા મળતી માહિતી અનુસાર દુબઈના એક વ્યક્તિનું 4 બુકીઓએ 500 કરોડમાં ફુલેકું ફેરવી દેતા હવે આ વખતે બુકીઓને ભારત મોકલી દેવામાં આવ્યા છે. જેના કારણે આ વખતે બુકીઓ માટે હોટસ્પોટ રાજ્યના મેટ્રો સીટી બની ગયા છે.

image source

જે ચર્ચાઓ ચાલી રહી છે તે અનુસાર તાજેતરમાં જ ઈડી દ્વારા વડોદરા નજીક એક ફાર્મ હાઉસમાંથી 4000 કરોડના ક્રિકેટ મેચના સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ દરોડામાં કિરણ ઠક્કર, ચિરાગ પરીખ, ટોમી ઉંઝા સહિતના કુખ્યાત બુકીઓ ઝડપાયા હતા. આ લોકો આ વખતે પણ આઈપીએલ પર ગુજરાતમાં કરોડોનો સટ્ટો રમાડી રહ્યા છે. કિરણ માલા હાલ દુબઈમાં હોવાનું સામે આવ્યું છે આ લોકો સાથે મળી અને સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

image source

આઈપીએલની બીજી સીઝન શરૂ થતાં જ બુકીઓએ દુબઇ જઈને ધામા નાખ્યા છે અને કરોડોનો ક્રિકેટનો સટ્ટો રમાઈ રહ્યાનું સામે આવ્યું છે. જો કે આ વખતે ગોવા સરકારે કસિનોને પરવાનગી આપી હોવાથી હવે કુખ્યાત બુકીઓ ગોવા પહોંચી ચુક્યા છે. આ સિવાય ગુજરાતમાં પણ અમદાવાદ બુકીઓનું હબ બન્યું છે.

image source

જાણવા એમ પણ મળે છે કે દુબઈમાં તરુણ છાબરા, યતીન અને અન્ય બે બુકીઓએ દુબઈના એક શેખનું 500 કરોડનું ફુલેકું ફેરવી દીધું છે. તેવામાં મોટાભાગના બુકીઓને ભારત ડીપોર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ તરુણ છાબરાએ દુબઈમાં જ છે અને તેણે ત્યાં બીટકોઇન, આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવાનું નેટવર્ક ઊભું કર્યું છે.

image source

500 કરોડના ફુલેકા અંગે સામે આવતી વિગતો એવી છે કે તરુણ છાબરા અને અન્ય બુકીઓએ એક વૈભવી ક્લબ બનાવી હતી. જેમાં તરુણ છાબરા અને તેના ભાગીદારોને મોટી ખોટ જતાં મોટું નુકસાન થયું છે.. આ મામલે દુબઈ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ તેમને ડીપોર્ટ કરી દેવામાં આવ્યા હતા અને હવે તેમાંથી કેટલાક અમદાવાદમાં પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી અને અમદાવાદને જ સટ્ટાનું હબ બનાવી દીધું છે. ચર્ચા એવી પણ છે કે એસજી હાઈવે પરની એક ઓફિસમાંથી જ આ સટ્ટાનું નેટવર્ક શરુ કરવામાં આવ્યું છે.