ભાઈ-બહેન આ જગ્યાએ જાય સાથે તો સંબંધ બની જાય છે પતિ-પત્નીનો

આપણા દેશમાં લાખોની સંખ્યામાં નાના-મોટા ધાર્મિક સ્થળો આવેલા છે. આ દરેક સ્થળ ખાસ છે અને સાથે જ તેમની સાથે અલગ અલગ માન્યતાઓ પણ જોડાયેલી છે. આપણે ત્યાં ઘણી એવી જગ્યાઓ આવેલી છે જેની વિશેની માન્યતાઓ એટલી વિચિત્ર છે કે જેને જાણીને દરેકને આશ્ચર્ય થઈ જાય છે. આવું જ એક સ્થળ છે જાલૌનમાં.

image source

દર વર્ષે જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે જાલૌન ચર્ચામાં આવી જ જાય છે. કારણ કે તેની સાથે જોડાયેલી એક વાર્તા છે કે જે તમને પણ એક ક્ષણ માટે વિચારતા કરી દેશે. આપણા દેશની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ તેમાં કેટલાક વણઉકેલાયેલા રહસ્યો પણ છે જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

image source

બુંદેલખંડની પવિત્ર ભૂમિ પર ઘણી પરંપરાઓ જોવા મળે છે જે અનોખી છે. આવી જ એક વિચિત્રતા જોડાયેલી છે જાલૌનના એક મિનારા સાથે. આ મિનારાને લંકા મિનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. લંકા મિનાર લગભગ 210 ફૂટ ઊંચો છે જે 200 થી વધુ વર્ષ જુનો છે જેની સાથે એક વિચિત્ર માન્યતા જોડાયેલી છે.

image source

અહીં એવી માન્યતા જોડાયેલી છે કે જેને સાંભળીને તમને પણ વિશ્વસ થશે નહીં. આ માન્યતા એવી છે કે ભાઈ અને બહેન લંકા મિનારમાં સાથે જઈ શકતા નથી. જો કોઈ ભાઈ અને બહેન સાથે અહીં જાય છે તો તે પતિ-પત્ની બની જાય છે. સાંભળીને વિચિત્ર લાગશે પરંતુ હકીકત એવી છે કે મિનારાની ટોચ સુધી પહોંચવા માટે વ્યક્તિ સાત ફેરામાંથી પસાર થવું પડે છે અને હિન્દુ ધર્મ અનુસાર ભાઈ અને બહેન આમ કરી શકતા નથી. કારણ કે સાત ફેરાનો સંબંધ પતિ -પત્નીના સાત ફેરા જેવો ગણાય છે. આ જ કારણ છે કે લંકા મિનાર ઉપર ભાઈઓ અને બહેનોની સાથે મુલાકાત સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. મિનારાની સામે શિવજીનું મંદિર આવેલું છે.

image source

ઇતિહાસકારનું કહેવું છે કે લંકા મિનારનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો છે. તે દિલ્હીના કુતુબ મિનાર બાદ બીજો સૌથી ઊંચો મિના છે. તે ગોળ, દાળ, કોડી સહિતની અન્ય સામગ્રીમાંથી બનાવવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!