બ્લેડર કેન્સરથી પીડિત મહેશ માંજરેકરની થઈ સર્જરી, જાણો કેવી છે હાલત.

દબંગ, રેડી, વાસ્તવ અને કાંટે જેવી બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં એકથી લઈને એક શાનદાર પાત્રો ભજવનાર અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકરની બ્લેડર સર્જરી થઈ છે. એમને થોડા દિવસ પહેલા યુરિનરી બ્લેડર કેન્સર વિશે ખબર પડી હતી જેની સારવાર એ કરાવી રહ્યા હતા. માંજરેકરની આ સર્જરી મુંબઈના એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થઈ છે. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર માંજરેકર સર્જરી પછી એકદમ ઠીક છે.હવે તો હોસ્પિટલમાંથી પાછા ઘરે પણ જઈ ચુક્યા છે.

image source

રિપોર્ટ અનુસાર એ ઘરે રહીને રિકવર કરી રહ્યા છે અને એકદમ સ્વસ્થ છે. મહેશ માંજરેકરે હાલમાં જ એમનો જન્મદિવસ ઘરે મનાવ્યો હતો. એમના આ બર્થડે સેલિબ્રેશનમાં બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન પણ સામેલ થયા હતા. એમના બર્થડે પર ઇન્ડિયન આઇડલ 12ના પ્રતિયોગી પવનદીપ રાજન, અરુણીતા કાંજીવાલા, આશિષ કુલકર્ણી અને નચિકેત લેલે જેવા નામ પણ સામેલ રહ્યા. એમના જન્મદિવસના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

image source

મહેશ માંજરેકર બોલીવુડની સાથે સાથે મરાઠી સિનેમામાં પણ એક મોટું નામ છે. એક્ટિંગ સિવાય એમને ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. વર્ષ 1992માં એમની પહેલી ફિલ્મ જીવા સખા આવી હતી. એ પછી માંજરેકર પ્લાન, જીંદા, કાંટે અને દસ કહાનીયામાં પણ દેખાઈ ચુક્યા હતા.એમની આવનારી ફિલ્મનું નામ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ છે. એમની આ ફિલ્મમાં સલમાન ખાન સાથે લીડ રોલમાં આયુષ શર્મા હશે. આયુષ સલમાનની બહેન અર્પિતના પતિ છે.

મહેશ મંજરેકરની પહેલી હિન્દી ફિલ્મ વાસ્તવ: ધ રિયાલિટી હતી. એ પછી એમની ફિલ્મ અહેસાસ, કાંટે, પ્રાણ જાયે પર શાન ના જાએ, પ્લાન, રન, મુસાફિર, જીંદા, જવાની દિવાની, દસ કહાનીયા અને અન્ય ઘણી ફિલ્મો આવી છે. વર્ષ 2021માં એ ત્રણ મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, એમને ધ પાવર 1962: ધ વોર ઇન ધ હિલ્સ અને અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ જેવા નામ સામેલ છે.

image source

મહેશ માંજરેકર બિગ બોસ મરાઠીની ત્રીજી સિઝનને હોસ્ટ કરવાના છે. એ પહેલાં પણ શોના બન્ને સિઝન મહેશ માંજરેકરે જ હોસ્ટ કર્યા હતા. બિગ બોસ મરાઠી થોડા જ દિવસમાં રિલીઝ થવાનું છે.

image source

મહેશ માંજરેકરે એમની અમુક ફિલ્મોમાં સિલેકટેડ પાત્રોથી ખૂબ નામ મેળવ્યું છે. કાંટે, વાસ્તવ, અસ્તિત્વ, વિરુદ્ધ, દબંગ, સિંઘમ રિટર્નસ, સંજુમાં એમના કામને લોકોએ ખૂબ જ વખણ્યું. હિન્દી સિવાય મહેશ માંજરેકર મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. એમને બેસ્ટ ફીચર ફિલ્મ આ મરાઠી માટે નેશનલ એવોર્ડથી બિરડાવવામાં આવી ચુકી છે.