ગુજરાતમાં 17 બેંકોમાં આ ગામના લોકોના જમા છે 5000 કરોડ રૂપિયા, પોસ્ટમાં છે 200 કરોડની એફડી

બેંક ડિપોઝિટના મામલે દુનિયામાં સૌથી અમીર ગામોમાંથી એક ગામ ભારતના ગુજરાત રાજ્યનું પણ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગુજરાતના કચ્છ જિલ્લાનું માધાપર ગામ બેંક ડિપોઝિટ મામલે દુનિયામાં ડંકો વગાડે છે. કચ્છના માધાપર ગામનું નામ તો તમે સાંભળ્યું જ હશે. અહીં આશરે 7600 જેટલા ઘર છે. નવાઈની વાત એ છે કે અહીંના લોકોના માટે ગામમાં 17 બેંકો ધમધમે છે. અહીંના ઘરના માલિકો મોટાભાગે યૂએસએ, કેનેડા, યૂકે સહિત દુનિયાના અનેક દેશોમાં વસે છે. તેમની કમાણીની મસમોટી રકમ અહીંની બેન્કોમાં જમા થાય છે.

image source

આ ગામ એટલું સમૃદ્ધ છે કે દુનિયાભરના લોકો આ ગામની મુલાકાતે આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈ ઈંટર કોલેજ સુધી હિંદી અને ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ માટે વ્યવસ્થા છે. ગામનું પોતાનો એક શોપિંગ મોલ પણ છે. અહીં દુનિયાભરની મોટી મોટી બ્રાંડની વસ્તુઓ મળે છે. ગામમાં તળાવ પણ છે અને બાળકો માટે શાનદાર સ્વિમિંગ પુલની વ્યવસ્થા પણ છે.

image source

એક રિપોર્ટ અનુસાર આ ગામમાં જે 17 બેંકો છે તે તમામ જાણીતી બેંકોની બ્રાંચ છે. આ બેંકોમાં અંદાજે 5000 કરોડ રૂપિયા જમા છે. જે અહીંના લોકોએ જમા કરાવેલા છે. સામાન્ય રીતે અહીં રહેતા લોકો ભારતના બીજા શહેરોમાં કમાણી માટે જવાને બદલે લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યૂગાંડા, મોઝાંબિક, દક્ષિણ આફ્રિકા અને તાંજાનિયા જતા રહ્યા અને હવે ત્યાં જ સ્થાયી થઈ ચુક્યા છે.

image source

સૌથી મોટી વાત એ છે કે લોકો તો આ ગામમાંથી ગયા પરંતુ પોતાના વતનને અને અહીં વસતા અન્ય લોકોને ભુલ્યા નથી. ગામના સંપર્કમાં આજે પણ વિદેશમાં સ્થાયી થયેલા લોકો રહે છે અને તેઓ વિદેશમાં પૈસા કમાઈ અને માધાપરમાં જમા કરે છે. એક માહિતી અનુસાર આ ગામના દરેક ઘરમાંથી ઓછામાં ઓછી 2 વ્યક્તિ વિદેશમાં રહે છે.

કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ અહીંના લોકો માટે મુખ્ય છે. અહીંથી વધારે સામાન મુંબઈ જાય છે. આ ગામમાં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીં રહેતા કોઈપણ વ્યક્તિએ તેના ખેતરો વેંચ્યા નથી. ગામમાં અત્યાધુનિક ગૌશાળા પણ છે. ગામનો એક કોમ્યુનિટી હોલ પણ છે અને આ ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની એફડી પણ જમા છે.

image source

1969માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામનું સંગઠન બન્યું હતું. તેના માટે એક ઓફિસ પણ શરુ કરવામાં આવી હતી જેના માધ્યમથી માધાપર ગામના વિદેશમાં વસતા લોકો એકબીજાના સંપર્કમાં રહે છે. આ રીતે આ લોકોએ વિદેશમાં જઈને પણ પોતાના વતન પ્રેમ અને સંસ્કૃતિને જાળવી રાખી છે. સાથે જ તેઓ સમૃદ્ધ થયા અને ગામને પણ સમૃદ્ધ કર્યું છે.