અફઘાનિસ્તાનમાં અમેરિકાને શર્મશાર કરનાર આ વ્યક્તિ છે ચર્ચામાં

અંદાજે 20 વર્ષ બાદ ફરી એકવા અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન આવ્યું છે. તાલિબાનના કબજાથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. તાલિબાનના શાસન સાથે જ હિંસાનો દોર પણ વધી ગયો છે. રોજે રોજ આવી ઘટનાઓ સામે આવે છે. અહીં અનેક વિરોધીઓની હત્યા પણ કરી દેવામાં આવી છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો ખૌફ વચ્ચે અમેરિકી દૂધ જલમે ખલીલજાદ સૌથી વધુ વિવાદમાં આવ્યા છે. જલમેએ દાવો કર્યો હતો કે તે અફઘાનિસ્તાનમાં શાંતિ લાવી શકે અને આ પડકારજનક કામ માટે તે જ સૌથી યોગ્ય વ્યક્તિ છે. પરંતુ થયું તેનાથી ઉલટું અને આજે અફઘાનિસ્તાન હિંસાથી ભડકે બળી રહ્યું છે.

image source

70 વર્ષીય અફઘાન-અમેરિકી રાજનાયક જલમે તાલિબાન અને વોશિંગટન વચ્ચે ઘણા વર્ષો સુધી સુત્રધાર તરીકે કામ કરી ચુક્યા છે. આ વાતચીતનું પરિણામ એ આવ્યું કે અમેરિકાનો સૌથી લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધમાં ખાતમો થયો અને અમેરિકી સેના હવે અફઘાનિસ્તાનથી પરત જઈ રહી છે.

image source

જલમે અને તાલિબાન વચ્ચે છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણી ગહન વાતચીત થઈ હતી. આ દરમિયાન તે ઘણી વિદેશ યાત્રા પણ કરી ચુક્યા હતા. તેણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તાલિબાન સમજૂતી માટે વાતચીત કરવા તૈયાર છે.

જો કે સામાન્ય દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા જલમે ત્યારે સાવ ચુપ થઈ ગયા જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો. અમેરિકી વિદેશ મંત્રાલયે ગત સપ્તાહમાં કહ્યું હતું કે જલમે હાલ કતારમાં છે. તેમની સાથે ફોન પર વાતચીત થઈ રહી છે જેથી આ મામલાને રાજનયિક તરીકે હલ કરી શકાય. પરંતુ જે સમજૂતિ વડે તેઓએ શાંતિનું સપનું જોયું હતું તેથી હવે દેશમાં સંકટ આવ્યું છે.

image source

હડસન ઈંસ્ટીટ્યૂટમાં સીનિયર ફેલો હુસૈન હક્કાનીએ કહ્યું હતું કે જલમેએ જણાવ્યું હતું કે એક પછી એક અમેરિકી રાષ્ટ્રપતિઓએ અફઘાનીસ્તાનથી પોતાના સૈનિકો પરત બોલાવવા શાંતિ કરારની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હકીકતમાં તો આ આત્મસમર્પણ હતું. તેમણે વધુમાં કહ્યું કે જલ્મેએ તાલિબાન સાથે ખૂબ ખરાબ રીતે વાતચીત કરી અને એ દેખાડવાનો પ્રયત્ન કર્યો કે વાતચીતથી સત્તામાં ભાગનો કરાર થશે. તે પણ ત્યારે જ્યારે તાલિબાનનો આવો કોઈ વિચાર જ ન હતો. જલમેએ એક મોટી ભુલ કરી અને હવે તેનું પરિણામ ભોગવી રહી છે અફઘાનિસ્તાનની જનતા.

image source

તાલિબાને રાજધાની કાબુલ પર ઘણા આત્મઘાતી હુમલા કર્યા જેને લઈ અમેરિકાએ ચર્ચા કરવા માટે મજબૂર થવું પડ્યું. ત્યારબાદ જલમેએ મુલ્લા બરાદરને પાક જેલમાંથી મુક્ત કરાવ્યો જેથી બંને પક્ષ વચ્ચે વાતચીત શરુ થાય. ઘણા મહિનાઓ સુધી વાતચીત ચાલી અને ત્યારબાદ તેણે દાવો કર્યો કે તાલિબાન સાથે સારા સંબંધ સ્થપાયા છે. જો કે ત્યારબાદ જે થયું તે સૌની સામે છે કે અમેરિકાને શર્મશાર થઈ અને અફઘાનિસ્તાનથી નીકળવું પડી રહ્યું છે.