નડિયાદના વધુ એક ક્રિકેટર રીપલ પટેલની IPLમાં પસંદગી, પિતા કરે છે ડ્રાઇવીંગ, સંઘર્ષ કહાની જાણીને ગર્વ થશે!

દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે જ્યારે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે ત્યારે ગુજરાત પણ હંમેશા આગળ પડતું પોતાનું નામ નોંધાવે છે. ત્યારે આ વખતે ચેન્નાઇ ખાતે યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મિની ઓક્શનમાં પણ ચાર ગુજરાતી ક્રિકેટરે પોતાનું નામ નોંધાવ્યું છે અને પસંદગી પામ્યા છે. જેમાં નડિયાદના રીપલ પટેલનું પણ એક નામ છે અને આજે વાત કરવી છે આ છોકરા વિશે. દિલ્હી કેપિટલ્સ ટીમે 20 લાખની બેઝ પ્રાઇઝ પર રીપલને ખરીદ્યો છે અને જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

image source

જો રીપલ વિશે વિગતે વાત કરવામાં આવે તો નડિયાદના પીપલગ રોડ પર રહેતા રીપલ પટેલના પિતા વિનુભાઈ પટેલ ડ્રાઇવીંગ કરે છે, જ્યારે માતા રંજનબહેન ઘરકામ કરીને જીવન નિર્વાહ કરતો આ પરિવાર હાલમાં દીકરાની આ સિદ્ધિ જોઈ ખુબ જ ખુશ છે. રીપલ પટેલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 2018માં ડી.વાય. પાટીલ ટી20માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં સિલેક્શન થયું હતું. ત્યારબાદની વાત કરીએ તો ગુજરાતમાં સૈયદ મુસ્તાકઅલી ટી-20માં પણ ગુજરાતની ટીમમાંથી ભાગ લીધો હતો.

image source

આ ઉપરાંત પણ તેના નામે ઘણા રેકોર્ડ છે જેની વાત કરીએ તો વિજય હજારે ટુર્નામેન્ટમાં પણ તે સારો દેખાવ કરતાં આઈપીએલ ઓકશન સુધી નામ પહોંચ્યું હતું. જો કે, ગયા વખતે તેનો ચાન્સ લાગ્યો નહતો. આમ છતાં રીપલે હિંમત હારી નહીં અને ફરી સૈયદ મુસ્તાકઅલી ટી20 ફોર્મેન્ટમાં પસંદગી પામી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયામાં ટોપ -10માં તેની સ્ટ્રાઇક રેટ જોવા મળી હતી જે પણ એક પોતાની રીતે સારો દેખાવ કહી શકાય એવું છે.પોતાની આ સિદ્ધિ અંગે વાત કરતાં રીપલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દિવસો દરમિયાન પણ પીપલગ ચોકડી એકેડેમીમાં દરરોજ આઠ – આઠ કલાક પ્રેક્ટીસ કરતો હતો અને પરસેવો પાડતો હતો.

image source

રીપલ પેટેલે પોતાની જર્ની વિશે આગળ વાત કરી કે મારી સાથે નડિયાદના જ ક્રિકેટર અક્ષર પટેલ પણ હતાં. સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટ અંતર્ગત ગયા મહિને બરોડા ખાતે છત્તીસગઢ સામે ગુજરાતની મેચ રમાઇ હતી. જેમાં રીપલ પટેલે છ બોલમાં 30 રન ફટકાર્યાં હતાં. જેને કારણે પસંદગીકારોની પણ નજરમાં આવી ગયો હતો અને એક ઉમદા કલાકાર તરીકે તેનું નામ ઉભરી આવ્યું હતું. હાલમાં રીપલના કોચ અભય કુરૂવિલ્લા છે. ત્યારે હવે સૌ કોઈને નડિયાદના આ દીકરા પર ગૌરવ છે કે ગુજરાતનું અને દેશનું નામ રોશન કરે. આ સાથે જ હાલમાં ગુજરાતના એક બીજા દીકરાની પણ વાતો ચારેકોર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!