જાણો WhatsApp ના આ નવા ફીચર્સના ફાયદા અને ગેરફાયદા વિશે, નહીં તો મૂકાશો મુશ્કેલીમાં

યુઝર્સ માટે એક નવી એપ સેકટિંગ આવી ચૂકી છે. જી હા, અમે અહીં અન્ય કોઈ એપની નહીં પણ whatsapp ની વાત કરી રહ્યા છીએ. whatsapp દ્વારા સત્તાવાર રીતે વ્યુ વન્સ ફિચરની જાહેરાત કરી છે. હવે યુઝર તેના ડિસઅપીયરિંગ મેસેજ અને અન્ય ફાઇલ મોકલી શકશે. whatsapp ના જણાવ્યા મુજબ તેણે આ ફિચરને એટલા માટે લોન્ચ કર્યું છે કે જેથી યુઝરને વધુ પ્રાઇવસી કન્ટ્રોલ મળી શકે. પરંતુ એ વાતમાં બેમત નથી કે કંપની અહીં સ્નેપચેટ સાથે સ્પર્ધા કરી રહી છે. સ્નેપચેટનો ઉપયોગ સેકટિંગ માટે ઘણો વધારે થઈ રહ્યો છે.

image source

પરંતુ શું તમે એ જાણો છો કે સેકટિંગનું આ ફીચર ખતરનાક પણ છે. એક વખત આ ફીચર whatsapp માં આવી ગયા બાદ યુઝર વિડીયો અને ફોટો સેન્ડ કરી શકશે પરંતુ સામે વાળી પાર્ટી તેને એક વખત જોઈ લેશે ત્યારબાદ તે ગાયબ થઈ જશે અને આ ફોટો કે વિડીયો સામે પક્ષે રહેલા યુઝરના ફોનની ગેલેરીમાં પણ સેવ નહિ થાય. ત્યારબાદ જો તમે ફોટો અને વીડિયો જોઈ લીધા હશે તો મેસેજ ગાયબ થઈ ગયા બાદ જે યુઝરે આ ફાઇલ મોકલી હશે તેને Opened લખાઈને આવશે. એ સિવાય 14 દિવસ સુધી જો એ ફોટો કે વીડિયોને ઓપન કરવામાં નહિ આવે તો પણ તે ફાઇલ આપોઆપ ડીલીટ થઈ જશે.

image source

પરંતુ જો તમે કોઈને સંવેદનશીલ ફાઇલ મોકલી રહ્યા છો જેમ કે તમારા પિન નંબર કે પાસવર્ડ નંબર ફોટો સ્વરૂપે મોકલી રહ્યા છો તો આ ફીચર્સ બહુ કામનું છે અને આ ફિચર્સની મદદથી તમે તમારા ફોનની સ્ટોરેજને પણ ફૂલ થઈ જતા બચાવી શકો છો.

whatsapp પર સેકટિંગ

image source

સેકટિંગ ફીચરનું જે સૌથી મોટું નુકસાન છે તે એ છે કે જો તમે કોઈને વ્યુ વન્સ દ્વારા કોઈ ફોટો કે વિડીયો ફાઇલ ફાઇલ મોકલો છો તો એ પણ શક્ય છે કે સામે વાળો યુઝર તેનો સ્ક્રીનશોટ લઈ લે. અને આ ફિચરમાં એવી કોઈ સુવિધા આપવામાં નથી આવી કે કે સામે વાળા યુઝરના સ્ક્રીનશોટને લોક કરી શકે કે સામે વાળા યુઝરને એ સ્ક્રીનશોટ અન્યને મોકલતા રોકી શકે અને એટલા માટે જ આ ફીચર્સ એક રીતે ખતરનાક પણ છે. અહીં એ પણ નોંધનીય છે કે સ્નેપચેટમાં સ્ક્રીનશોટ રોકવા માટે ફીચર્સ છે પરંતુ whatsapp પર હજુ આવું કોઈ ફીચર્સ ઉપલબ્ધ નથી.

image source

વ્યુ વન્સ ફિચરની મદદથી સેકટિંગ એટલા માટે લન ખતરનાક છે કે તેમાં સામે વાળો યુઝર તમારી મોકલેલી ફાઇલને ઓપન કરવાની અને વ્યુની પ્રોસેસ સ્ક્રીન રેકોર્ડિંગ થકી સેવ કરી શકે છે. આ માટે અનેક થર્ડ પાર્ટી એપ જે તમારી ચેટને સ્ક્રીન રેકોર્ડ કરી શકે છે. અહીં પણ નોંધનીય છે કે સ્નેપચેટમાં ડાઉનલોડીંગ અને ફોટો સેવ કરવા પર પ્રોટેક્શન છે પરંતુ whatsapp પર હજુ સુધી એવું કોઈ ફીચર્સ આપવામાં આવ્યું નથી. એ સિવાય જો તમારો ફોન કોઈ ખોટા વ્યક્તિના હાથમાં જાય તો એ તમારા માટે વધુ ખતરનાક પરિણામો લાવી શકે છે.