જાણો Facebook અકાઉન્ટ બાબતે જાણવા જેવી માહિતી, યૂઝરના મોત બાદ શું કરે છે કંપની

આજનાં સમયમાં મોટાભાગના લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. અહીં આ આર્ટિકલ વાંચનારા પૈકી ઘણા લોકોને ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ હશે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના ફેસબુક એકાઉન્ટ ચાલુ જ રહે છે કે બંધ થઈ જાય છે. જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો તમારા માટે અમારો આ આર્ટિકલ ઉપયોગી બનશે કારણ કે અમે આજે આ બાબતે જ માહિતી આપી રહ્યા છીએ.

image source

અસલમાં ફેસબુકે મૃત લોકોના અકાઉન્ટ માટે અમુક નિયમો બનાવ્યા છે જેના વિશે કંપનીએ તેના હેલ્પ સેન્ટર પર માહિતી ઉપલબ્ધ કરાવી છે. આ માહિતી અનુસાર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તે પોતાના ફેસબુક એકાઉન્ટની સંભાળ માટે legacy contact અપોઇન્ટ કરી શકે છે અથવા પોતાના અકાઉન્ટને ફેસબુક પરથી સંપૂર્ણપણે ડીલીટ કરી શકે છે.

ફેસબુકના હેલ્પ સેન્ટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ જો યુઝરે પોતાના અકાઉન્ટને પરમાનેન્ટ ડીલીટ કરવાનો વિકલ્પ પસંદ ન કર્યો હોય અને ફેસબુકને એ યુઝર મૃત્યુ પામ્યો હોવાની જાણ થાય તો કંપની એ એકાઉન્ટને મેમોરિલાઈઝડ અકાઉન્ટમાં બદલી નાખે છે.

શું હોય છે મેમોરિલાઈઝડ અકાઉન્ટ ?

image source

મેમોરિલાઈઝડ અકાઉન્ટ ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે એવી જગ્યા હોય છે જ્યાં લોકો મરનાર વ્યક્તિની યાદોને શેયર કરી શકે છે. મેમોરિલાઈઝડ અકાઉન્ટમાં નીચે મુજબની વિશેષતાઓ હોય છે.

image source

1. મરનાર વ્યક્તિના પ્રોફાઈલ પર તેમના નામની આગળ Remembering લખેલું દેખાય છે.

2. અકાઉન્ટની પ્રાઇવસી સેંટિંગ મુજબ ફ્રેન્ડસ મેમોરિલાઈઝડ ટાઇમ લાઈન પર મેમોરી શેયર કરી શકશે.

3. પ્રોફાઈલ પર શેયર કરવામાં આવેલ કન્ટેન્ટ જેમ કે ફોટો, પોસ્ટ વગેરે ફેસબુક પર જ રહેશે અને જે લોકો સાથે શેયર કર્યા હશે તેમને દેખાશે.

4. મેમોરિલાઈઝડ પ્રોફાઈલ પબ્લિક સ્પેસીઝ જેમ કે સજેશન ફોર પીપલ યુ મે નો, ઇડીએસ કે બર્થ ડે રિમાઇન્ડરમાં નથી દેખાતું.

5. કોઈપણ વ્યક્તિ મેમોરિલાઈઝડ અકાઉન્ટમાં લોગીન નથી કરી શકતા.

6. જે મેમોરિલાઈઝડ અકાઉન્ટમાં લિગેસી કોન્ટેકટ ન હોય તેને બદલી નથી શકાતા.

7. એવા યુઝર જેને અકાઉન્ટમાં મેમોરિલાઈઝડ કરી દેવામાં આવ્યા હોય અને તેના પેજના માત્ર એ એડમીન હતા તો મેમોરિલાઈઝડ રિકવેસ્ટ મેળવ્યા બાદ તેને ફેસબુક પરથી રિમુવ કરી દેવામાં આવે છે.

લીગેસી કોન્ટેકટ એટલે શું ?

image source

લીગેસી કોન્ટેકટ એને કહેવામાં આવે છે જેની પસંદગી તમે તમારા મેમોરિલાઈઝડ અકાઉન્ટની સંભાળ માટે કરવા માંગતા હોય. ફેસબુક બધા યુઝરને લીગેસી અકાઉન્ટ સેટ કરવા માટે સજેસ્ટ કરે છે જેથી કોઈનું મૃત્યુ થાય તો તેના અકાઉન્ટની સંભાળ થઈ શકે. લીગેસી અકાઉન્ટમાં શું સુવિધા છે તે જોઈએ.

1. લીગેસી કોન્ટેકટ તમારા પ્રોફાઈલ માટે પોસ્ટ લખી શકે છે. (દાખલા તરીકે તમારી તરફથી અંતિમ સંદેશો શેયર કરવા કે મેમોરિયલ સર્વિસ વિશે માહિતી પ્રદાન કરવા માટે લખી શકે છે.)

2. તમારો પ્રોફાઈલ ફોટો કે કવર ફોટો અપડેટ કરી શકે છે.

3. તમારા અકાઉન્ટને રિમુવ કરવા માટે રિકવેસ્ટ મોકલી શકે છે.

4. જો તમે આ ફીચર ઓન કર્યું હોય તો તમારા ફેસબુક પર શેયર કરવામાં આવેલ કન્ટેન્ટની કોપી કરી શકે છે.

5. જો કે તેમાં અમુક એવા કામ પણ છે જે એક લીગેસી અકાઉન્ટ નથી શકતું. જેમ કે તમારા અકાઉન્ટને લોગીન કરવું, મેસેજ વાંચવા, ફ્રેન્ડ્સને રિમુવ કે એડ કરવા.

મૃત્યુ બાદ અકાઉન્ટ આ રીતે થઈ શકે છે ડિલિટ

જો તમે ઇચ્છતા હોય કે તમારા મૃત્યુ બાદ તમારા ફેસબુક અકાઉન્ટને પરમાનેન્ટ ડીલીટ કરી દેવામાં આવે તો આ કામ ફેસબુક ત્યારે જ કરે છે જ્યારે તેને તમે મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળે. માહિતી મળ્યા બાદ તમારા બધા ફોટા, મેસેજ, પોસ્ટ, કૉમેન્ટ્સ, રિએક્શનસ અને અન્ય માહિતી તરત ફેસબુક પરથી ડીલીટ કરી દેવામાં આવે છે. તમારા અકાઉન્ટને પરમાનેન્ટ ડીલીટ કરવા માટે આ સ્ટેપને ફોલો કરો.

image source

1. ફેસબુકના ટોપ રાઈટ કોર્નરમાં આપવામા આવેલા account પર ક્લિક કરો

2. ત્યારબાદ Setting & privacy ને સિલેક્ટ કરો અને Setting પર જાવ

3. આટલું કર્યા બાદ Memorialisastion setting પર ક્લિક કરો

4. નીચેની તરફ સ્ક્રોલ કરો અને બાદમાં Request that your account be deleted after you pass away પર ક્લિક કરો અને પછી Delete after death પર ક્લિક કરો.

5. આટલું કર્યા બાદ તમારા મૃત્યુ થઈ જવાના કિસ્સામાં ફેસબુક દ્વારા તમારા અકાઉન્ટને ડીલીટ કરી દેવામાં આવશે. આ બાબતે તમને વધુ માહિતી જાણવી હોય તો https://www.facebook.com/help/103897939701143 પર ક્લિક કરીને જાણી શકો છો.