વિચિત્ર અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા – પાલનપુર હાઇવે પર ચાર વાહનો ધડાકાભેર અથડાયા.. અને એકાએક આગ ભભૂકી ઉઠી.. ચાર વાહનોમાં બે ટ્રક હતી.. અને એક રિક્ષા તથા એક ઇક્કો કાર.. બે ટ્રક ધડાકાભેર અથડાઇ.. અને તેની વચ્ચે રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો.. અને આ અકસ્માતમાં ઇક્કો કાર પણ અથડાઇ.. અકસ્માત બાદ એકાએક ફાટી નિકળેલી આગમાં બે વ્યક્તિ જીવતા ભૂંજાઇ ગયા.. અને રિક્ષામાં કેટલા પેસેન્જર હતા તેનો તાગ મેળવાઇ રહ્યો છે..

image source

શુક્રવારે સવારે બનાસકાંઠાના ડીસા – પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામ સામે અથડાઇ.. અન તે બે ટ્રકની વચ્ચે રિક્ષા આવી ગઇ.. અક્સમાત થતાની સાથે જ ધડાકાનો જોરદાર અવાજ આવ્યો.. અને આગ ફાટી નિકળી.. અને તેમાં બે વ્યક્તિ જીવતા ભૂંજાયા… આ દરમિયાન પાછળ આવી રહેલી ઇક્કો કાર પણ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ.. અકસ્માતમાં કેટલાના મોત થયાં છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની વિગત મેળવવા ડીસા પોલીસ અને ફાયર વિભાગ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા.. રિક્ષામાં કેટલા પેસેન્જર હતા તેની માહિતી પોલીસ મેળવી રહી છે.. જો કે આગની ઝપેટમાં ત્રણથી વધુ વ્યક્તિ આવ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે..

image soource

રાજ્યમાં દરરોજ અસંખ્ય અકસ્માત થાય છે.. ક્યાંક ઝડપ તો ક્યાંક બેદરકારી કારણભૂત નિવડે છે.. અને વર્ષે દહાડે હજારોની સંખ્યામાં લોકોના મોત થાય છે.. હજી ગુરૂવારે જ બનાસકાંઠાના થરાદની રાહ કેનાલ પાસે ટેન્કર પલ્ટી ખાઇ ગયુ હતુ. અને તે દરમિયાન પણ આગ ભભૂકી ઉઠી હતી.. અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકાર, હાઇવે ઓર્થોરિટી, ટ્રાફિક વિભાગની સાથે વાહન ચાલકોએ પણ એટલી જ તકેદારી રાખવાની જરૂર છે.. ક્યાંક ટ્રાફિકના નિયમોનુ છડેચોક ઉલંઘન થતું હોય.. અને ટ્રાફિકના જવાનો 50, 100, 200, 500 રૂપિયા અંડર ટેબલ લઇને વાહનને ત્યાંથી જવા દેતા હોય છે તે પણ એક કારણ છે અકસ્માત વધવા પાછળ.. દંડની જગ્યાએ શું કોઇ એવો દાખલો ન બેસાડી શકાય કે વાહન ચાલક ફરીથી તે નિયમનુ ઉલંઘન કરવાનુ વિચારે પણ નહીં..?

image source

બનાસકાંઠાના ડીસા – પાલનપુર હાઇવે પર થયેલા આ ગોઝારા અકસ્માતમાં સ્થાનિકોના ટોળા વળ્યા.. અને સ્થાનિકો તથા વાહન ચાલકોની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી.. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા કેટલા છે.. ક્યાંના છે..? અને આ અક્સમાતમાં બેદરકારી કોની છે..? ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે..