એનસીબી નહિ માંગે આર્યન ખાનની કસ્ટડી, પણ શું મળશે આર્યનને જામીન?

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝમાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને મોટી રાહત મળી છે. એનસીબીએ કહ્યું છે કે એ આર્યન ખાનની કસ્ટડીની વધુ નહિ માંગે. સમગ્ર કેસમાં અરેસ્ટ કર્યા પછી આર્યન ખાનને રવિવારે મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી એમને એક દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

Aryan Khan
image source

એક ખબર અનુસાર જાણ થઈ છે કે જેવા આર્યન ખાનને સોમવારે ન્યાયિક હીરાસતના મોકલવામાં આવશે એવા જ વકીલ એમના જામીન માટે અરજી કરશે. આર્યન ખાન સિવાય એમના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને અન્ય એક આરોપી મુનમુન ધમેચાને એનસીબી અધિકારીઓએ ડ્રગ્સના આ સમગ્ર કેસમાં એમની કથિત રીતે સામેલ થવા બદલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

બોલિવુર સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરાને રવિવારે બપોરે બે વાગે અરેસ્ટ કરવામાં આવ્યા છે. એ પહેલાં એજન્સીના અધિકારીએ આર્યન ખાનની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આર્યન ખાન પર ડ્રગ્સનું સેવન, ખરીદી અને વેચાણમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે.

image source

એનસીબીએ રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે તમામ આરોપીઓને સોમવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અન્ય પાંચ આરોપીઓ નૂપુર, ઇશમિત સિંહ, મોહક જયસવાલ, ગોમિત ચોપડા અને વિક્રાંત છોકરને પણ કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી માંગવામાં આવશે. એ બધાને પણ રવિવાર પછી અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા.

image source

એક ગુપ્ત સૂચના પર કાર્યવાહી કરતા એનસીબીએ શનિવારે મુંબઈના કિનારે ઈમ્પ્રેસ ક્રુઝ શિપમાં થઈ રહેલી રેવ પાર્ટીમાં છાપો માર્યો હતો..એજન્સીના અધિકારીઓએ કહ્યું છે કે એમને આરોપી પાસેથી 13 ગ્રામ કોકિન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. તો એક લેખિત નિવેદનમાં આર્યન ખાને એમના અરેસ્ટને સ્વીકાર કરતા લખ્યું છે કે હું મારા અરેસ્ટ થવાના કારણોને સમજુ છું અને મારા પરિવારના સભ્યોને એ વિશે જાણકારી આપી દીધી છે.

image source

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કન્ઝ્યુમ કરવાના મામલે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. NCB એ આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. NCB ને તેના ફોન પરથી ડ્રગ ચેટ પણ મળી છે. આર્યન ખાને માત્ર પાર્ટીમાં ડ્રગ્સ લેવાની બાબત તો સ્વીકારી જ છે પણ તેણે એ પણ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સને શોખ તરીકે લે છે. બીજી બાજુ, આર્યન ખાનના વકીલ સતીશ મણેશિંદેએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે આર્યન ખાન તેમના વતી ક્રૂઝ પાર્ટીમાં ગયો નથી. આર્યન પાસે પાર્ટીની ટિકિટ પણ નહોતી