25,000 રૂ. પિતા પાસેથી ઉધાર લઈને આ ગુજરાતી ભાઈઓએ કરી હતી ધંધાની શરુઆત, આજે અબજોપતિની યાદીમાં જોડાયું નામ

ગુજરાતીમાં જે ધંધો કરવાની આવડત હોય છે તેવી ભાગ્યે જ અન્ય કોઈમાં જોવા મળે છે. ધંધો કરવાની આવડતના કારણે મુંબઈના એક મધ્યમ પરિવારમાં જન્મેલા બે ભાઈઓ આજે અબજો પતિ બની ચૂક્યા છે. પિતા પાસેથી લોન તરીકે 25000 રૂપિયા લઇ અને ધંધો શરૂ કરનાર આ બંને ભાઈઓ છે દિવ્યાંક તુરખીયા અને ભાવિન તુરખીયા.

image source

મધ્યમ વર્ગના તુરખીયા પરિવારમાં જન્મેલા આ બંને ભાઈઓ આજે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બિઝનેસ કરે છે અને તેમનું નામ દેશના અબજોપતિ લોકોની યાદીમાં આવી છે. તેમની પાસે 10,000 કરોડની વ્યક્તિગત સંપત્તિ છે. તેમની સફળતા સુધી પહોંચવાની આ સફર પણ ખૂબ જ રસપ્રદ છે. તુરખિયા પરિવાર ના બંને ભાઈઓએ તેમનું બાળપણ જુહુ અને અંધેરીમાં વિતાવ્યું. 13 વર્ષની ઉંમરે દિવ્યાંકે તેના ભાઈ સાથે શેરબજારમાં ભાવને ટ્રેક કરવા માટે સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવી હતી.

image source

આ શરૂઆત બાદ બન્ને ભાઈઓની કોડિંગમાં રુચિ વધતી ગઈ. ત્યારબાદ બંને પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું પરંતુ તેમની પાસે ધંધો શરૂ કરવા માટે મૂડી ન હોતી. તેમને પિતા પાસેથી 25000 રૂપિયા લોન તરીકે લીધા. 25000 રૂપિયાથી તેમણે કામ શરૂ કર્યું અને 16 વર્ષ પછી હવે તેઓનું નામ દેશના અબજોપતિઓની યાદીમાં જોડાય ગયું છે.

image source

બન્ને ભાઈઓ નું પહેલું સ્ટાર્ટઅપ ડાયરેક્ટી હતું. ડાયરેક્ટી ભારતીય કંપનીઓને વેબસાઇટ અને ઈન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. ત્યારબાદ આ બંને ભાઈઓએ એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો જેના બેનર હેઠળ તેમને અલગ અલગ 11 સ્ટાર્ટઅપ શરૂ કર્યા. હવે આ કંપનીના એક હજાર કર્મચારી છે અને એક મિલિયન ગ્રાહકો છે. કંપનીની વાર્ષિક એકસો વીસ ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે.

image source

કરોડોની કમાણી કરતા અને કોડિંગમાં એક્સપર્ટ આ બન્ને ભાઈઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી નથી તેમ છતાં તે દેશના ઉત્તમ કોડર છે. આજે તેમની પાસે મોંઘી કાર થી લઇ વૈભવી બંગલા છે અને દેશના ધનિકોની યાદીમાં બંને ભાઈઓ નો સમાવેશ થાય છે.