રેપ સીન કર્યા પછી કલાકો સુધી રડી હતી દિવ્યા દત્તા, ગભરામણથી છૂટી ગયો હતો પરસેવો

બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો એવી બને છે જેમાં ફક્ત પ્રેમ કહાનીઓ અને પરીઓની વાર્તાઓ નથી હોતી. અમુક ફિલ્મો એવી પણ હોય છે ને સમાજના કડવા સત્ય અને નિમ્ન કક્ષાના રૂપને પણ પડદા પર રજૂ કરે છે. ફિલ્મોને સમાજનો અરીસો કહેવામાં આવે છે અને ઘણીવાર સમાજના એવા જ કોઈ સંવેદનશીલ મુદ્દાઓને ફિલ્મમાં બતાવવામાં આવે છે. જો કે ફિલ્મની વાર્તા કે કોઈને વિચલિત કરી દે તેવા દ્રશ્યને જોવા દર્શકો માટે મુશ્કેલ થઈ જાય છે એવી જ રીતે એ સીન ફિલ્મવવા કલાકારો માટે પણ સરળ નથી હોતા. ઘણીવાર એવું થાય છે કે કોઈ સીનને ફિલ્મવવા કલાકારો માટે ખૂબ જ અઘરા થઈ જાય છે.

image source

કંઈક આવું જ અભિનેત્રી દિવ્યાં દત્તાએ પણ મહેસુસ કર્યું છે. દિવ્યાં દત્તાએ બોલીવુડમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. દિવ્યાં દત્તા કોઈપણ પ્રકારના પાત્ર ભજવવામાં પાછળ નથી હટતી. એક ફિલ્મમાં એમને રેપ સીન કર્યો હતો પણ આ સીનને શૂટ કર્યા પછી એ ખૂબ જ રડી હતી.

image source

દિવ્યાં દત્તા ફિલ્મ સ્લીપિંગ પાર્ટનરમાં કામ કર્યું હતું. આ ફિલ્મના એક સીન વિશે એમને વર્ષ 2020માં એક ઇવેન્ટમાં વાત કરી હતી. એમને જણાવ્યું હતું કે કેવી રીતે આ ફિલ્મમાં રેપ સિન ફિલ્મવ્યા પછી એ કલાકો સુધી રડતી રહી હતી. એ સીને દિવ્યાં દત્તાને અંદરથી હચમચાવી નાખી હતી. એમને જણાવ્યું હતું કે ફિલ્મમાં એમને મેરિટલ રેપ સીન કરવાનો હતો એ પછી એ અંદરથી તૂટી ગઈ હતી.

image source

દિવ્યાં દતાની કહેવું છે કે જ્યારે એ પણ બળાત્કારની ઘટના વિશે વાંચે છે તો એમને ખૂબ જ ગુસ્સો આવે છે. ક્યારેક ક્યાંરેક એ મજબુર મહેસુસ કરે છે. એમનું કહેવું છે કે બળાત્કારને લઈને ભારતીય કાયદામાં એટલી સખત સજા હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે દિવ્યાં દત્તા સિવાય બીજી ઘણી અભિનેત્રીઓ એવી જ બેબસી મહેસુસ કરી હતી જ્યારે એમને ક્યારેક ફિલ્મોમાં રેપ સીન કરવો પડ્યો.

image source

તમને જણાવી દઈએ કે દિવ્યાં દત્તાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1994માં આવેલી ફિલ્મ ઇશ્ક મેં જીના ઇશ્ક મેં મરનાથી કરી હતી. દિવ્યાં મુંબઈ આવતા પહેલા પંજાબના રિઝનલ ટીવી કમર્શિયલ્સ માટે મોડલિંગ કરતી હતી. લિઝા રે અને આફતાબ શિવદાસનીનો ફિલ્મ કસુરમાં બન્નેની રોમેન્ટિક કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મના બધા ગ ગીતો પણ હિટ રહ્યા હતા. પણ લિઝા રે એ સમયે હિન્દી નહોતી બોલી શકતી એવામાં આ ફિલ્મમાં દિવ્યાં દત્તાએ જ એમના માટે ડબિંગ કર્યું હતું.

image source

દિવ્યાંનું નામ અમુક સમય માટે ઇન્ડિયન આર્મીના લેફટીનેન્ટ સંદીપ શેરગિલ સાથે જોડાયું હતું. જો કે પછી બન્ને અલગ થઈ ગયા. દિવ્યાને 19 વર્ષની ઉંમરમાં અમેરિકાથી લગ્નનું પ્રપોઝલ મળ્યું હતું. છોકરો ડોકટર હતો પણ દિવ્યાએ લગ્ન છોડીને કરિયર પર ફોકસ કર્યું. એમને ફિલ્મોમાં કામ કરવાનું ગમે છે અને એ એના માટે કોઈપણ રીતે પોતાના કરિયર દાવ પર નહોતી લગાવવા માંગતી.