અમેરિકામાં દિવસેને દિવસે વધતી હિંસા, વાયરલ વીડિયોથી ભારતમાં ખળભળાટ, ભીડમાં દેખાયો ભારતીય તિરંગો

હાલમાં અમેરિકામાં બધું સારુ નથી ચાલી રહ્યું. જ્યારથી ટ્રમ્પની સત્તા ગઈ છે ત્યારથી જ બધી ઉથલ પાથલ મચી ગઈ છે અને હંગામો થઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ભારતનો ધ્વજ જોવા મળ્યો હતો અને હવે આ વીડિયો ચારેકોર ચર્ચાનું માધ્યમ બન્યો છે. એમાં પણ જો ઘટના અંગે વાત કરીએ તો અમેરિકન સંસદ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો બુધવારના રોજ ઘૂસણખોરી પર ઉતરી આવ્યા હતા. એવી ભારે ભીડ હતી કે હિંસા પર ઉતરેલા હજારો સમર્થકોની ભીડને વિખેરવામાં પ્રશાસનને પણ પરસેવો છૂટી ગયો. સમાચાર એવા પણ આવ્યા હતા કે ચાર લોકોના મોત પણ થઈ ગયા છે.

image source

ત્યારે આ બધાની વચ્ચે એક ઘટના સ્થળનો વીડિયો અમેરિકા તો ઠીક પણ ભારતમાં પણ ખૂબ શેર થઇ રહ્યો છે જેમાં ટ્રમ્પ સમર્થકોની ભીડમાં ભારતીય તિરંગો દેખાઇ રહ્યો છે. કે જે ભારે ચર્ચામાં આવ્યો છે. વાત કરીએ વીડિયોની તો ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં કેપિટલ બિલ્ડિંગની બહાર ટ્રમ્પ સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અમેરિકન ઝંડા અને ટ્રમ્પના સમર્થનમાં પ્લેકાર્ડ લઇને ઉભા છે જ્યારે કેટલાંક કેપિટલની બિલ્ડિંગ પર પણ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે એક શખ્સ ભારતીય તિરંગો લઇને જતો દેખાય રહ્યો છે. જો કે આ શખ્સની ઓળખ હજુ થઇ શકી નથી પરંતુ પ્રશ્ન ઉભા થયા કે આખરે આ પ્રદર્શનમાં ભારતનો ઝંડો કેમ ફરકાવવામાં આવી રહ્યો છે અને આ કોણ છે?

ભારતીય જનતા પાર્ટીના નેતા વરૂણ ગાંધીએ પણ આ વીડિયો ટ્વીટ કરતાં પ્રશ્ન કર્યો છે કે ભારતનો ઝંડો અહીં કેમ દેખાઈ રહ્યો છે.

image source

આ નેતાજીએ તો વીડિયો શેર કરીને સવાલ પણ કરી લીધો છે કે આ લડાઇમાં આપણે ભાગ લેવાની કોઇ જ જરૂર નથી. છતાં આ શખ્સ અહીં ભારતના ત્રિરંગા સાથે શું કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય રહે છે.

image source

રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ ગ્રૂપને આકર્ષવાની કોશિષ ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને જૂથની તરફથી થઇ હતી એવી વાત બહાર આવી છે. તો વળી બીજી તરફ ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની હાજરીથી અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે ભારતીયોનું સમર્થન ડેમોક્રેટસને મળશે. પણ એક વાત એવી પણ છે કે ભારતીય ટ્રમ્પના પણ સમર્થક ત્યાં મોટી સંખ્યામાં છે અને પ્રચાર પણ કરવામાં તેઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને ભારતીય વડાપ્રધાન મોદીની સાથે ટ્રમ્પના સંબંધ ધણા સારા રહ્યા છે. જો કે તે જીતી શક્યા નહીં અને હવે તેમની સત્તા રહી નથી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જે પણ કંઈ થઈ રહ્યું છે તેને લઈને અમેરિકાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને નવા ચૂંટાયેલા પ્રમુખ બાઈડને આ અંગે પોતાનો અતિ ઉગ્ર પ્રતિભાવ આપીને એમ કહ્યું છે કે લોકતંત્ર પર શરમજનક અને અભૂતપૂર્વ હુમલો થયો છે. એમણે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે અને એમ કહ્યું છે કે આ અંધારા માં અમેરીકાને જોઈને હું ખૂબ જ દુ:ખી છું. અત્યારે આપણું લોકતંત્ર અભૂતપૂર્વ હુમલાનો શિકાર થયું છે.

image source

આ એક પ્રકારનો બળવો છે અને રાષ્ટ્રનું માથું ઝુકાવી દેતી ઘટના છે. એમણે દુ:ખ સાથે કહ્યું છે કે અમેરિકી સંસદની બહાર જે ઘટનાઓ બની છે અને જે અરાજકતા છે તે એક સાચા અમેરિકી માટે ભારે અફસોસજનક રહેશે. આ વિરોધ પ્રદર્શન નથી બલ્કે દેશદ્રોહની સીમા પાર કરી દેવામાં આવી છે અને અમેરિકાની અરાજકતાના હવાલે કરવા નો નિંદનીય પ્રયાસ થયો છે. ત્યારે હવે બધા એ જ રાહ જોઈને બેઠા છે કે આખરે અમેરિકામાં ક્યારે શાંતિ ફેલાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત