RBIએ જાહેર કર્યા નવા નિયમ, 15 ઓગસ્ટ પછી આવશે દરેક ખાતામાં મોટા ફેરફારો, માહિતી એકવાર જરૂર જાણી લો

RBI 1 જાન્યુઆરી 2021થી પોઝિટિવ પેમેન્ટ પ્રણાલી લાગુ કરી દીધી છે. પરંતુ હવે તેને 15 ઓગસ્ટ 2021થી ફરજિયાત બનાવવામાં આવશે. આ અંતર્ગત ચેક મારફતે ચોક્કસ રકમ ચૂકવવા માટે કેટલીક માહિતી બેંકને મોકલવી પડે છે. આ વિશે વિગતે વાત કરવામા આવે તો ચેક દ્વારા ચુકવણીમાં છેતરપિંડીને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 1 જાન્યુઆરી 2021થી જ આ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી હતી. પરંતુ હવે 15 ઓગસ્ટથી તેને ફરજિયાત બનાવવામાં આવશે. જાહેર ક્ષેત્રની ભારતીય બેંકે તેના ગ્રાહકોને આ અંગે એલર્ટ મોકલવાનું પણ શરૂ કરી દીધુ છે.

image source

આ માટે બેંકે તેના ગ્રાહકોને મેસેજ મોકલીને જાણ કરી છે કે 15 ઓગસ્ટ 2021થી 2 લાખ કે તેથી વધુના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ (PPS) લાગુ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ચેક છેતરપિંડીના કેસો આવવા લાગ્યા હતા અને તે ધ્યાનમા લેતા જ આ પછી આરબીઆઈએ પોઝિટિવ પે સિસ્ટમ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી હતી. તે 1 જાન્યુઆરી 2021થી લાગુ પણ કરવામાં આવી છે. RBIએ આ અંગે બેંકોને કહ્યું છે કે આ સુવિધા 50,000 કે તેથી વધુના ચેક આપનારા તમામ ખાતાધારકો માટે લાગુ કરવામાં આવશે.

ચેક દ્વાર 2 લાખ રૂપિયાથી વધુની ચુકવણી માટે જરૂરી:

image source

RBI એ કહ્યું હતું કે બેન્કો તેમના વતી 5 લાખ કે તેથી વધુ રકમ માટે આ સુવિધાને ફરજીયાત બનાવી શકે છે. RBIની માર્ગદર્શિકા અનુસાર ભારતીય બેંકે ચેક દ્વારા 2 લાખ કે તેથી વધુની ચુકવણી પર આ સુવિધા લાગુ કરી છે અને ઇન્ડિયન બેન્ક હવે 15 ઓગસ્ટથી તેને ફરજિયાત બનાવા જઈ રહી છે.

પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમ શું છે?

image source

પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, મોટી માત્રામાં ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકોએ તેમના ચેક વિશે કેટલીક મહત્વની માહિતી બેંકને આપવી પડે છે. આ પછી આ ચેક ક્લિયર કરતી વખતે આ વિગતો બંધબેસે છે કે કેમ તે ચેક કરવામા આવશે. આ સમયે જો કોઈ વિસંગતતા અથવા વિગતોનો મેળ ન ખાતો હોય તેવુ જણાય છે તો પેમેન્ટ બંધ કરવામાં આવે છે.

ચેક પેમેન્ટ અંગે બેંકને કઈ માહિતી આપવાની જરૂર છે?

image source

આ વિશે ઇન્ડિયન બેંકે કહ્યું છે કે ગ્રાહકોએ તેમનો એકાઉન્ટ નંબર, ચેકર નંબર, ઇશ્યૂની તારીખ, ટ્રાન્ઝેક્શન કોડ, બેંક સાથે MICR કોડ આપવો પડશે. આ વિગતો ચેક ક્લિયરિંગમાં મોકલવાના 24 કલાક પહેલા શેર કરવાની રહેશે. બેંક ગ્રાહકો વેબસાઈટ, ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા અથવા હોમ બ્રાન્ચની મુલાકાત લઈને આ માહિતી આપી શકે છે.