મહાભારત’માં ઈન્દ્રનો રોલ અદા કરનાર 74 વર્ષીય સતીશ કૌલનું કોરોનાથી મોત, પરિવારજનોં શોકમાં

‘મહાભારત’ શોમાં ઈન્દ્રનું પાત્ર નિભાવનાર ૭૪ વર્ષની ઉમર ધરાવતા સતીશ કૌલનું કોરોના વાયરસના લીધે થયું મૃત્યુ.

  • -લુધિયાણાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ.
  • -છેલ્લા પાંચ દિવસથી આવી રહ્યો હતો તાવ.

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન તરીકે જાણીતા સતીશ કૌલનું મૃત્યુ ૭૪ વર્ષની ઉમરે થઈ ગયું છે. સતીશ કૌલકોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. સતીશ કૌલએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ૩૦૦ કરતા વધારે ફિલ્મોમાં કામ કરી લીધેલ સતીશ કૌલએ ટીવી શો ‘મહાભારત’માં ઇન્દ્રનો રોલ નિભાવ્યો હતો.

image source

કોરોના વાયરસના લીધે થયું મૃત્યુ.

સતીશ કૌલની બહેન સુષ્મા કૌલે કહ્યું હતું કે, ‘તેઓ લુધિયાણામાં રહેતા હતા. છેલ્લા પાંચ દિવસથી સતીશ કૌલને તાવ આવી રહ્યો હતો. જયારે તેમનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો નહી કે, કે, તેમને ભય લાગી રહ્યો હતો કે, જો તેઓ કોરોના વાયરસથી સંક્રમિત આવશે. ૩ દિવસ પહેલા જ સતીશ કૌલનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઈ ગઈ હતી અને સતીશ કૌલને તેમની કેર ટેકર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સતીશ કૌલનો કોરોના વાયરસ ટેસ્ટ થતા તેમનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો, તેમ છતાં સતીશ કૌલની સ્વાસ્થ્ય સ્થિતિ તે સમયે સારી હતી અને આજ સવારના સમયે મેં તેમની સાથે વાત પણ કરી હતી. પરંતુ થોડાક કલાક પછી જ તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા.’

image source

ગત વર્ષે લોકડાઉનના સમયમાં મદદની માંગ કરી હતી.

અભિનેતા સતીશ કૌલની આર્થિક સ્થિતિ સારી હતી નહી. સતીશ કૌલ લુધિયાણામાં રહેતા હતા. ગત વર્ષે લોકડાઉનના સમયે સતીશ કૌલએ કહ્યું હતું કે, હું અત્યારે લુધિયાણા શહેરમાં એક નાની જગ્યા ભાડે રાખીને રહી રહ્યો છું. આની પહેલા હું એક વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. મારું સ્વાસ્થ્ય સારું છે અને બધું જ યોગ્ય હતું પરંતુ લોકડાઉન લાગુ થઈ જવાના લીધે તમામ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હું અત્યારે દવા, કરિયાણું સહિત પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યો છે. હું ઇન્ડસ્ટ્રીના લોકોને મારી મદદ કરવા માટે અપીલ કરી રહ્યો છે. મને એક અભિનેતા તરીકે ખુબ જ પ્રેમ મળ્યો છે અને હવે મને એક જરૂરીયાતમંદ વ્યક્તિ તરીકે મદદની જરૂરિયાત છે.

image source

વર્ષ ૨૦૧૧માં પંજાબથી મુંબઈ આવી ગયા હતા.

અભિનેતા સતીશ કૌલ વર્ષ ૨૦૧૧માં પંજાબથી મુંબઈ શહેરમાં એક્ટિંગ સ્કુલ શરુ કરવામાં આવ્યા હતા પરંતુ એક્ટિંગ સ્કુલમાં તેમને સફળતા મળી નહી. વર્ષ ૨૦૧૪માં સતીશ કૌલએ હિપ બોન ફ્રેકચર થઈ જવાના લીધે સતીશ કૌલ સતત અઢી વર્ષ સુધી પથારીવશ રહ્યા હતા. ત્યાર પછી સતીશ કૌલ પંજાબના એક વૃદ્ધાશ્રમમાં રહ્યા અને વૃદ્ધાશ્રમમાં બે વર્ષ સુધી રહ્યા હતા.

image source

લગ્નના એક વર્ષ પછી જ થઈ ગયા ડિવોર્સ.

સતીશ કૌલના લગ્નના એક વર્ષ પછી જ ડિવોર્સ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ તેમના પત્નીએ બીજા લગ્ન કરી લીધા અને દીકરાને લઈને ડર્બન (દક્ષિણ આફ્રિકા) ચાલ્યા ગયા હતા.

જયા બચ્ચન- ડેની બેચમેટ

વર્ષ ૧૯૬૯માં ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાં અભ્યાસ કરતા સમયે સતીશ કૌલની સાથે જયા ભાદુરી, ડેની, આશા સચદેવ, અનિલ ધવન જેવા મોટા કલાકારો સતીશ કૌલના બેચમેટ રહ્યા હતા. અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ સતીશ કૌલએ ઘણી બધી પંજાબી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું હતું. જો કે, સતીશ કૌલને હિન્દી ફિલ્મોમાં કોઈ ખાસ સફળતા મળી હતી નહી. તેમ છતાં સતીશ કૌલએ અભિનેતા દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, દેવાનંદ, વિનોદ ખન્ના જેવા સુપર સ્ટાર્સની સાથે ફિલ્મોમાં કામ કર્યું હતું.

image source

બીઆર ચોપરાની પાસે માંગ્યું હતું કામ.

અભિનેતા સતીશ કૌલએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ધીરે ધીરે મને કામ મળતું બંધ થઈ ગયું હતું અને એક દિવસ તેઓ ‘મહાભારત’ના પ્રોડ્યુસર બી. આર. ચોપરાની ઓફિસે પહોચી જાય છે અને ઊંચા અવાજમાં કહેવા લાગ્યા હતા કે, પંજાબી હોવાના લીધે જો આપ કામ નહી આપો તો કોણ કામ આપશે? ત્યાર બાદ સતીશ કૌલને ઇન્દ્રનું પાત્ર નિભાવવા માટે રોલ આપ્યો અને સાઈનિંગ એમાઉન્ટ તરીકે ૫ હજાર રૂપિયા પેમેન્ટ કર્યું હતું અને બે દિવસ પછી ફિલ્મસિટીમાં આવેલ ક્રાંતિ મેદાનમાં શુટિંગ માટે આવવાનું કહી દીધું હતું.

હેલનની સાથે હતા સંબંધ.

સતીશ કૌલએ પુણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ માંથી ફોટોગ્રાફીનો કોર્સ પણ કર્યો હતો. સતીશ કૌલ જીતેન્દ્ર જેવો દેખાવ જોવા મળતો હતો અને જેના લીધે તેઓ એક્ટિંગ ક્ષેત્રમાં આવ્યા હતા. બોલીવુડ અભિનેત્રી હેલનની સાથે સતીશ કૌલના સંબંધ હતા પરંતુ હેલનએ રાઈટર સલીમ ખાનની સાથે લગ્ન કરી લીધા આ વાતના લીધે સતીશ કૌલ માનસિક રીતે ખુબ જ ભાંગી ગયા હતા. આ બાબતના લીધે સતીશ કૌલ એટલી હદે દુઃખી થઈ ગયા હતા કે, તેઓ પોતાના કરિયર પર પણ ધ્યાન આપી શકતા હતા નહી. સતીશ કૌલના પિતા મોહનલાલ આઈમાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવેલ છે. તેમણે પોતાના સંગીતની મદદથી કાશ્મીરી કલ્ચરને પ્રમોટ કર્યું હતું.

image source

આવી રીતે વપરાઈ ગયા પૈસા.

અંદાજીત ૨૫- ૨૬ વર્ષ પહેલા સતીશ કૌલના માતા- પિતાને કેન્સર થઈ જતા તેમની સારવાર કરાવવા માટે સતીશ કૌલએ મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલ પોતાના ફ્લેટને અઢી લાખ રૂપિયામાં જ વેચી દીધો હતો. બાકી રહેલ પૈસા માંથી નાની બહેનના લગ્ન કરાવી દીધા હતા. કેટલાક વર્ષો પહેલા જ સતીશ કૌલએ લુધિયાણામાં એક્ટિંગ સ્કુલ પાર્ટનરશિપ =માં શરુ કરવામાં આવી હતી. પણ આ એક્ટિંગ સ્કુલમાં તેમને ૨૦ લાખ રૂપિયા કરતા વધારે નુકસાન થઈ ગયું હતું. કેટલાક વર્ષ પહેલા જ સરકાર તરફથી ૫ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. પરંતુ આ પૈસા પણ તેમની દવા અને સારવારમાં જ ખર્ચ થઈ ગયા હતા.

૩૦૦ કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું.

અભિનેતા સતીશ કૌલએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન પંજાબી અને હિન્દીમાં ૩૦૦ કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાંથી ‘આંટી નંબર- 1’, ‘પ્યાર તો હોના હી થા’, ‘ખેલ’, ‘કર્મા’ સહિત અન્ય કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. જયારે ટેલીવિઝન પર પ્રસારિત થયેલ ટીવી શો ‘વિક્રમ ઔર બેતાલ’, ‘ધ રીયલાઈઝેશન ઓફ પ્રિન્સ આનંદસેન’ જેવા કેટલાક ટીવી શોમાં કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!