અહીં હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા એ તોડ્યા બધા જ રેકોર્ડ, શું આ ચોથી લહેરનો સંકેત છે!

ભારતમાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો ત્રીજી લહેર આવવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે તેવામાં અમેરિકાથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકા કોરોના ડેલ્ટા વેરિયંટે બાળકોને ભરડા માં લીધા છે. જાણવા મળતી માહિતી અનુસાર અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટ ના કારણે સંક્રમણમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં પણ હવે કોરોનાની ચપેટમાં બાળકો વધારે પ્રમાણમાં આવે છે.

image source

બાળકોમાં સંક્રમણ નું પ્રમાણ વધતાં અહીંની હોસ્પિટલોમાં દાખલ થતાં બાળકોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના આલ્ફા વેરિયન્ટ ની સરખામણીમાં આ વેરિઅંટ બાળકોને વધારે સંક્રમિત કરી રહ્યો છે.

અમેરિકાના જે વિસ્તારોમાં રસીકરણ ઓછું થયું છે ત્યાં કોરોનાના કેસમાં વધારે ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ આ વિસ્તારોમાં બાળકો વધારે પ્રમાણમાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ અંગે ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના નિષ્ણાંત એ પણ નિવેદન આપ્યું હતું કે જુલાઈ માસની શરૂઆતથી જ કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ બાળકોની સંખ્યા વધારે છે જે ચિંતાજનક છે.

image source

અમેરિકન ડોક્ટરનું કહેવું છે કે આ કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને કોરોનાની ચોથી લહેર કહી શકાય. અને તેનું કારણ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ છે. અત્યાર સુધીના તમામ વેરિએન્ટ કરતા આ વેરિએન્ટ સૌથી વધારે ખતરનાક છે કારણકે કોરોનાથી સંક્રમિત થયેલા ૯૦ ટકા બાળકોમાં આ વેરિયન્ટ જ જોવા મળ્યો છે.

image source

કોરો નથી સંક્રમિત થતા બાળકોની સંખ્યા વધતા ડોક્ટરનું જણાવ્યું છે કે બાર વર્ષથી નાની ઉંમરના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં રસીકરણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કોરોના ના કેસ વધી રહ્યા છે હાલ જરૂરી છે કે બાર વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ ઝડપથી કરવામાં આવે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 12 થી 17 વર્ષના બાળકોને આપી શકાય તેવી ફાઈઝરની રસીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ રસી 2000થી વધુ બાળકોને આપવામાં આવી હતી. તેમની ઉંમર 12થી 15 વર્ષની છે, જાણવા મળ્યા અનુસાર આ રસી જેમને આપવામાં આવી છે તેમાંથી એક પણ બાળક ને કોરોના થયો નથી. એટલે કે તેમના પર 100 ટકા અસરકારક રહી છે.