ટેક્સ ચુકવતા લોકો માટે આવી છે એક રાહતની ખબર, જાણો કઈ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

નમસ્તે મિત્રો, આપણે બધા જાણીએ છીએ આપણાં દેશની અંદર લોકો અનેક વસ્તુઓ પર ટેક્સ ભરતા હોય છે. મોટાભાગના લોકો આવક પર ટેક્સ બચાવવા માટે જાત જાતના જુગાડ અપનાવતા હોય છે. કલ્પના કરો કે જ્યારે તમારે એ આવક પર ટેક્સ ભરવો પડે જે તમારે થઈ જ નથી કે કદાચ ક્યારેય થવાની નથી તો તમને કેવું લાગે? એક કે બે નહીં પરંતુ આવા અનેક મામલા છે જ્યાં આવું થઈ રહ્યું છે. કોઈ તર્કપૂર્ણ દલીલના અભાવમાં આ ટેક્સનું યોગ્ય મૂલ્યાંકન કરવું પણ મુશ્કેલ બને છે.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ઈન્કમ ટેક્સ દ્વારા આપેલી તારીખ અનુસાર ટેક્સ ભરવો મુશ્કેલ હોય છે પરંતુ હવે લોકોએ ટેન્સન લેવાની જરૂર નથી કારણકે ઈન્કમ ટેક વિભાગે કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈટી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. આનાથી વ્યક્તિગત કરદાતાઓને જ નહીં પરંતુ વર્તમાન વાતાવરણમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિઓને પણ મોટી રાહત મળશે.

ઈન્કમ ટેક્સ દ્વારા ટેક્સ ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવાથી અનેક રાહત દારીઓ, નોકરિયાત લોકો તેમજ ઉધાયોગ પતિઓને ઘણો ફાયદો થશે.ઈન્કમ ટેક્સ નિયમો અનુસાર વ્યક્તિગત કરદાતા જે ૩૧ માર્ચ રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આઈ.ટી.આર.-૧ અથવા આઈ.ટી.આર.-૪ ફાઈલ કરનારા વ્યક્તિગત કરદાતાઓએ ૩૧ જુલાઈ સુધીમાં રીટર્ન ફાઈલ કરવું પડશે. કંપનીઓ અને ફર્મ કે જેમના ખાતાનું ઑડિટ થવું જરૂરી છે, તેના માટે અંતિમ તારીખ ૩૧ ઓક્ટોબર છે પરંતુ, કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને હવે આ તારીખો લંબાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત ઈન્કમ ટેક્સ ભરવાની અંતિમ તારીખ માં વધારો કરવાથી કંપનીઓને પણ ઘણો ફાયદો થશે.વ્યક્તિગત કરદાતાઓ હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં મેળવેલી આવક પર ૩૧ જુલાઈને બદલે ૩૦ સપ્ટેમ્બર સુધી ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કંપનીઓ માટે વળતર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધી વધારી દીધી છે.

સરકારની ગાઈડલાઇન અનુસાર ટેક્સ ભરતા લોકો માટે નવી સિસ્ટમ અપનાવવામાં આવી છે. જે સિસ્ટમ અનુસાર સરકારે ૧ એપ્રિલ, ૨૦૨૦થી કરદાતાઓ માટે નવી ટેક્સ સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ શું બદલાશે તે સમજવું મહત્વપૂર્ણ છે, આ સિસ્ટમ કયા કરદાતા માટે ફાયદાકારક છે અને કોણે તેનો વિકલ્પ પસંદ ન કરવો જોઈએ. નવા સ્લેબમાં શું છે તે સમજીએ.

ઈન્કમ ટેક્સની નવી સિસ્ટમ અનુસાર હવેથી વાર્ષિક ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો ભરવાનો રહેશે નહીં, અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ૫ ટકા ટેક્સ, પાંચ થી સાડા સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦ ટકા ટેક્સ, સાડા સાતથી દસ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦ ટકા ટેક્સ અને દસ થી સાડા બાર લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૨૦ ટકા જેટલો ટેક્સ રહેશે.