મકાનની સફાઇ કરતા મહિલા અચાનક ત્રીજા માળેથી કેવી રીતે પટકાઇ..? CCTV ફૂટેજમાં શું દેખાયું..?

દિવાળી પર્વ આવી રહ્યો છે ત્યારે મહિલાઓ ઘરની સાફ સફાઇમાં વ્યસ્ત હોય છે.. જો તમે કે તમારા સ્વજન દિવાળીની સાફ સફાઇ કરતાં હોવ તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.. તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેયર પણ કરી શકો છો.. દિવાળીની સફાઇ કરતી આવી જ એક મહિલાનુ અચાનક મોત થઇ ગયું.. મોત પણ કેવું.. છેક ત્રીજા માળેથી નીચે પટકાઇ મહિલા..

image source

ઘરની સાફસફાઈ કરતી મહિલાઓ માટે ચેતવણી રૂપકિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં મકાનની સફાઈ કરતા સમયે ત્રીજા માળેથી પટકાયેલી મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

દિવાળી આવતાની સાથે તમામ પરિવારોમાં મહિલાઓ દ્વારા મકાનની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે ખાસ કરીને ફ્લેટ અથવા અપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ પોતાના મકાનની બાળકનો પણ સાફ કરતી હોય છે ત્યારે આવી મહિલાઓ માટે ખાસ ચેતવા જેવી ઘટના સામે આવી છે.

કારણ કે જો થોડીક પણ ધ્યાન થાય તો ઉપરથી નીચે પટકાતા નો ભય રહેતો હોય છે જ્યારે આવી જ એક ઘટનાને લઇને સુરતમાં ચકચાર મચી જવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં એક મકાનમાં રહેતા લલીતાબેન જોગાણી પોતાના મકાનની સાફ-સફાઈ કરી રહ્યા હતા.

તે દરમિયાન તેમનું શરીરનું સંતુલન ગુમાવી બેઠા હતા અને તેઓ અચાનક પોતાના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેને લઈને તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જો કે ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા અને લલીતાબેન ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

image source

જોકે લલીતાબેન ને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું તથા સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી ઘટનાને લઇને અનુરાધા બેનના મોતને લઈને સોસાયટીના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.

image source

જો કે પોલીસ આવી નજીકના સીસીટીવી ચેક કરતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ સીસીટીવીના આધારે પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે પણ લલીતાબેન સાફ સફાઈ દરમિયાન શરીરને સંતુલન ગુમાવી દેતા તેઓ પરથી પટકાયા હતા.

image source

જોકે મહિલાઓ જ્યારે પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે ત્યારે તેમને આ ઘટના પરથી ચેતવા જેવી ઘટના સામે આવી છે ત્યારે હાલા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.