કોરોના કાળમાં નોકરી ગુમાવનાર માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કોરોનાની ભારતમાં એન્ટ્રી પછીના બે વર્ષ દરેક વ્યક્તિ માટે કપરા સાબિત થયા છે. આ બે વર્ષ દરમિયાન લોકોએ પોતાના સ્વજનથી લઈ જીવન નિરવાહ જેનાથી ચાલતો હોય તેવા નોકરી ધંધા પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ સમય દરમિયાન નોકરી ગુમાવનાર લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

image source

કોરોના મહામારીના કારણે નોકરી ગુમાવનારાઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આ રોગચાળા દરમિયાન નોકરી ગુમાવનારા તમામના લોકોના ઈપીએફઓ ખાતામાં 2022 સુધીમાં પીએફ યોગદાન જમા કરશે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો ઈપીએફઓમાં નોંધાયેલા હશે, તે લોકો જ આ સુવિધાનો લાભ મેળવી શકશે.

image source

તેમણે કહ્યું કે, મનરેગાનું બજેટ વધારીને 1 લાખ કરોડ કરવામાં આવ્યું છે, તેમણે કહ્યું કે, કોરોનાને કારણે રોજગારી પર સર્જાયેલા સંકટને જોતા આ વર્ષે મનરેગાનું બજેટ 60 હજાર કરોડથી વધારીને એક લાખ કરોડ કરવામાં આવ્યું છે.

image source

નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 2022 સુધીમાં નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓના પીએફ શેર ચૂકવશે, જેમણે નોકરી ગુમાવી હતી, પરંતુ નાના પાયે નોકરીઓમાં કામ કરી રહ્યા હતા. ઔપચારિક ક્ષેત્રમાં ફરીથી બોલાવવામાં આવ્યા છે. આ એકમોને ઈપીએફઓમાં નોંધાયા બાદ જ આ સુવિધા આપવામાં આવશે.

image source

નાણામંત્રીએ કહ્યું કે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ને દાયકાઓ સુધી સ્થાન મળ્યું નથી તે કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર આપ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એમએસએમઈને યોગ્ય માન્યતા આપી છે. જે જગ્યા આ ઉદ્યોગોને દાયકાઓથી નથી મળ્યું તે હવે તેમને આપવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેને વધુ સારું બનાવવામાં આવશે.

તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષને જોતા કેન્દ્ર સરકારે ખૂબ જ અલગ વસ્તુઓ કરી છે. સરકારે MSME ની વ્યાખ્યા ખૂબ જ સાનુકૂળ રીતે બદલી છે. તાજેતરમાં સંસદમાં એક બિલ લાવવામાં આવ્યું છે જેનો સીધો ફાયદો MSME ક્ષેત્રને થશે.