શું તમે જાણો છો કોરોના વાયરસના કેટલા બધા પ્રકાર છે? ડોકટર્સનો આ જવાબ સાંભળીને ફાટી જશે તમારી પણ આંખો

દ.આફ્રિકા અને બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ સમગ્ર યુરોપમાં જાણે ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ છે. યુકેના અનેક વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે તો યુરોપ અને મીડલ ઇસ્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇ્ટસ પર પાબંદી મૂકી દેવામાં આવી છે. આ નવા વાયરસ સ્ટ્રેનને લઈને તમામ જગ્યાએ ઘણો ઉપાહો જોવા મળી રહ્યો છે. જોકે નિષ્ણાંતો કહે છે કે આ નવા વાયરસ પ્રકારથી કોરોનાની વેક્સીન પર કોઈ અસર થશે કે નહીં તેમજ તે ભવિષ્યમાં કોઈ અન્ય ગંભીર બીમારીનું કારણ બની શકે છે કે શું તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે.બ્રિટેનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે ગુજરાતના તબિબોનો મત સામે આવ્યો છે. કોવિડના બદલાયેલા સ્વરૂપની ગતિને તબીબોએ ચિંતાજનક ગણાવી છે. તબિબોના મતે કોરોનાના 20 પ્રકાર છે. જે પૈકી સામે આવેલા વાયરસનો આ એક પ્રકાર છે.

image source

વાયરસ કુદરતી રીતે જ પોતાને અપગ્રેડ અને અપડેટ કરે છે. તે જેમ જેમ વધુ લોકો વચ્ચેથી પાસર થાય તેમ તેમ પોતાના જિનેટિક ફોર્મમાં અપડેશન લાવે છે. આ જ કારણ છે કે આપણે દર વર્ષે ફ્લુ માટે ફરીથી ઇન્જેક્શન લેવું પડે છે. કોરોના વાયરસના કિસ્સામાં પણ એક વર્ષ પહેલા જ્યારથી ચીનમાંથી આ વાયરસ મળ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં કોવિડ-19 બીમારી માટે જવાબદાર વાયરસમાં નવા નવા વેરિઅન્ટ્સ અને સ્ટ્રેન જોવા મળ્યા છે.શનિવારે સાંજે યુકેમાં નવા સ્ટ્રેનને ધ્યાને લઈને નવા નિયમો લાગુ પાડવામાં આવ્યા. અનેક યુરોપીયન દેશો અને કેનેડા યુકેથી આવતી જતી ફ્લાઇટ્સને બંધ કરી રહ્યા છે. તેવામાં કોરોના વાયરસના આ નવા પ્રકાર વિશે તમારે જાણી લેવું જોઈએ ખરેખર તે તેટલો ખતરનાક છે. તેમનું કહેવું છે કે, 70 ગણી ગતિથી ફેલાતા આ રોગના ભારત આવવાની શક્યતાઓ નહિવત સમાન છે. પરંતુ રાજ્ય સરકારના તબીબોએ આ વાયરસના લક્ષણોથી લઈને સારવાર અને દવાઓ અંગેની માહિતી એકત્ર કરવાની શરૂ કરી છે.

image source

નોંધનીય છે કે, બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો
છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી
મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.

image source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે એક
પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે. રાજ્ય સરકારે યુકેથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા ઉપરાંત જો પોઝિટિવ રિપોર્ટ આવે તો spike gene-based RT-PCR test લેબમાંથી
કરાવવા જણાવ્યુ છે.

image source

જે યાત્રી પોઝિટિવ આવે છે તેમને ઇન્સ્ટિટ્યૂશનલ આઇસોલેશન ફેસેલિટીમાં અલગ અલાયદી વ્યવસ્થા અને
તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના અથવા કોઇ લેબમાં મોકલીને genomic sequencing
કરાવવા જણાવાયુ છે.

image source

જો રિપોર્ટમાં સંક્રમણ વાળો વાયરસ કે જે ભારતમાં પહેલેથી જ છે, તો ભારતમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઠળ સારવાર થવી જોઈએ. જો ગંભીર નથી, તો સારવાર હોમ આઇસોલેસન અથવા ઉપલબ્ધ સુવિધાના સ્તરે થવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત