અઢી વર્ષ પહેલા.. અને અઢી વર્ષ પછી…

ભાગ્યનું કંઇ નક્કી નથી હોતું.. અથવા તો કોઇ જાણતું નથી કે કાલે શું થવાનું છે.. અને કદાચ તેના માટે જ આ ઉક્તિનુ સર્જન થયું હશે કે “ન જાણ્યુ જાનકી નાથે…. કાલે સવારે શું થવાનુ છે” આ ઉક્તિ તે માસૂમ માટે એટલી કારગત સાબિત થઇ કે લોકો આશ્ચર્ય ચકિત થઇ ઉઠ્યા…

image soource

તે માસૂમને પણ નહોંતી ખબર કે તેનુ ભાગ્ય તેને ક્યાં લઇ જશે.. અઢી વર્ષ પહેલા તે માસૂમ તરછોડાયેલી હાલતમાં અનાથ આશ્રમની બહારથી મળી આવી.. કદાચ તેના માતા-પિતાએ તેને તે બાળકી હોવાના કારણે તેને સજા આપી હશે.. કદાચ તેના માતા-પિતા તેને પોતાનો બોજ ગણતા હશે.. પરંતુ આ વાતની તેમને પણ નહીં ખબર હોય કે તે માસૂમનુ ભાગ્ય સોનેરી અક્ષરે લખાયેલુ છે.. તરછોડાયેલી હાલતમાં મળેલી બાળકીને જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં લાવવામાં આવી.. તેનુ નામ અંજલિ રાખવામાં આવ્યું.. અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં અન્ય બાળકોની સાથે તેનો ઉછેર થવા લાગ્યો.. અંજલિ ધીમે ધીમે મોટી થઇ રહી હતી.. અને તેના ભાગ્યની રેખાઓ પણ વિકાસ પામી રહી હતી.. અંજલિના ભાગ્યમાં શું લખાયેલું છે તે કોઇ નહોતું જાણતું.. અને એકાએક તે દિવસ આવી ગયો જ્યારે તેના ભાગ્યનો દરવાજો ખૂલ્યો…

અંજલિ પહોંચી અમેરિકા

image source

આ બાજુ અંજલિ અનાથ હતી.. તો બીજી તરફ અમેરિકાનુ એક દંપતિ નિઃસંતાન હતું.. તેમણે બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો.. અને નજર દોડાવી ભારત સુધી.. પૈસા ટકે ખુબ જ ધનાઢ્ય કહી શકાય તેવા આ દંપત્તિના નસીબમાં અંજલિ નામની દીકરી હશે.. તે દંપતિની તપાસ જામનગરના આ જ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સુધી આવીને અટકી.. અને ત્યાર સુધી અંજલિ અઢી વર્ષની થઇ ચૂકી હતી..

image source

સંતાન સુખથી વંચિત અમેરિકન દંપતિ ભારત આવ્યું.. અને અંજલિને જોતા જ માંની મમતા અને પિતાનો પ્રેમ છલકાઇ ઉઠ્યા.. દંપતિએ અંજલિને જોતા જ પોતાની દીકરી માની લીધી.. અને તેને દત્તક લેવાની પ્રોસિજર શરૂ કરી.. બીજી ઓક્ટોબરના દિવસે દંપતિએ કાયદાકિય રીતે અંજલિને દત્તક લઇને તેનો કબ્જો મેળવ્યો.. અને તે અનાથને અમેરિકાની સફર કરાવી.. જેના નામ, માં-બાપ, વાલી વારસો, કુળ, ગોત્ર અને સૌથી મહત્વના ભવિષ્યની પણ કોઇને ખબર નહોતી તે દીકરીનો પાસપોર્ટ બન્યો, વીઝા લાગ્યા અને હવે તે માસૂમ અંજલિ અમેરિકાના ધનાઢ્ય પરિવારના હ્યદયનો ટુકડો બની ગઇ..

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ

image source

જામનગરની એક એવી જગ્યા જ્યાં અનાથ બાળકીઓનો યોગ્ય ઉછેર કરવામાં આવે છે.. તેમના અભ્યાસ પર પૂરતુ ધ્યાન આપવામાં આવે છે.. તેમને માતા-પિતા તરીકેની હૂંફ આપવામાં આવે છે.. અને યોગ્ય ઉંમર થાય ત્યારે તેમને યોગ્ય પાત્ર શોધી લગ્ન પણ કરાવી આપવામાં આવે છે.. પરંતુ આ દરમિયાન જો કોઇ દંપતિ બાળકીને દત્તક લેવાની ઇચ્છા ધરાવે તો તે પરિવારની યોગ્ય માહિતી મેળવવામાં આવે છે.. બાળકી ત્યાં જઇને દુઃખી નહીં થાય ને તેની ચકાસણી કરવામાં આવે છે.. દંપતિની આર્થિક સ્થિતિની ચકાસણી કરવામાં આવે છે.. અને યોગ્ય જણાય તો જ બાળકીને કાયદાકીય રાહે તે દંપતિને સોંપવામાં આવે છે.. એટલું જ નહીં.. ભવિષ્યમાં દત્તક લીધેલી બાળકી કે લગ્ન કરાયેલી યુવતિને કોઇ સમસ્યા ઉભી થાય તો વિકાસ ગૃહ તે વખતે પણ તે દીકરીની પડખે ઉભુ રહે છે.. આવી ઉમદા કામગીરી માટે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને પણ 100 – 100 સલામ.