રાજ કુંદ્રા કેસમાં શિલ્પા શેટ્ટીના નિવેદન બાદ પુત્ર વિયાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પહેલી પોસ્ટ, જુઓ શું કહ્યું

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોમવારે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને પોતાની વાત રજૂ કરી હતી. તેણીએ કહ્યું કે તે મીડિયા ટ્રાયલને ડિઝર્વ કરતી નથી. હવે પિતા રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પુત્ર વિયાને સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ શેર કરી છે.

image source

વિયાન રાજ કુન્દ્રાએ મંગળવારે પહેલી પોસ્ટ શેર કરી હતી. જોકે તેનુ એકાઉન્ટ વેરિફાઈડ નથી. વિયાને શેર કરેલી પોસ્ટમાં તેણે માતા શિલ્પા શેટ્ટી ગળે લાગેલો છે અને પપ્પી કરતો જોવા મળે છે તેણે માત્ર ફોટા જ શેર કર્યા અને કોઇપણ કેપ્શન લખ્યું નહીં. વિયાને આ પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલની સ્ટોરીઝ પર શેર કરી છે.

image source

શિલ્પા શેટ્ટીએ જારી કરેલા નિવેદનમાં લખ્યું છે કે હા, છેલ્લા કેટલાક દિવસો દરેક રીતે મુશ્કેલ હતા. અમારી સામે ઘણી અફવાઓ અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મીડિયા અને મારા ‘શુભેચ્છકો’ એ મારા વિશે ઘણી વાતો કહી છે.

image source

માત્ર હું જ નહીં પણ મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. મારું વલણ એ છે કે મેં હજી સુધી કંઈ કહ્યું નથી અને હું આ બાબતે આગળ પણ મૌન રહીશ. તો મારા નામે ખોટી અફવાઓ ફેલાવો.

 

View this post on Instagram

 

A post shared by Viaan Raj Kundra (@viaanrajkundra)

એક સેલિબ્રિટી તરીકે મારી ફિલોસોફી છે ‘ક્યારેય ફરિયાદ ન કરો અને ક્યારેય સફાઈ ન આપો’. હું એટલું જ કહીશ કે તપાસ હવે ચાલી રહી છે. મને મુંબઈ પોલીસ અને ભારતીય અદાલત પર વિશ્વાસ છે. એક પરિવાર તરીકે અમે કાનૂની મદદ માગીએ છીએ. પણ ત્યાં સુધી હું તમને વિનંતી કરું છું, ખાસ કરીને માતા તરીકે, અમારા બાળકોની ખાતર અમારા પરિવારની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે. આદર રાખો. તે જ સમયે, હું તમને વિનંતી કરું છું કે સત્ય જાણ્યા વિના અડધી અધુરી માહિતી પર ટિપ્પણી કરવાનું બંધ કરો.

image source

હું છેલ્લા 29 વર્ષથી કાયદાનું પાલન કરનારી ભારતીય અને કાર્યરત વ્યાવસાયિક મહિલા છું. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને મેં ક્યારેય કોઈનો વિશ્વાસ તોડ્યો નથી. તેથી હું ખાસ કરીને તમને વિનંતી કરું છું કે મારા પરિવાર અને ગોપનીયતાના મારા અધિકારનો આદર કરો અને આ સમયે અમને એકલા છોડી દો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. કૃપા કરીને કાયદાને તેનો માર્ગ અપનાવવા દો. સત્યમેવ જયતે.