રાત દિવસ સેવા કરનાર સોનુ સૂદે ગામડાઓમાં રહેતાં લોકો માટે શરૂ કરી નવી જ પહેલ, લોકોને થશે અનેક લાભાલાભ!

અભિનેતા સોનુ સૂદે કોરોના સમયગાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરોને જે રીતે મદદ કરી તેની સમગ્ર દેશ દ્વારા પ્રશંસા કરવામાં આવી અને આજે લોકો તેને રિયલ લાઈફ હીરો કહેવા લાગ્યાં છે. હવે ફરી એકવાર તેમણે એક એવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જે દેશના ગામડાઓ અને ગામડાઓના લોકોની આવક વધારવામાં પણ મદદ કરશે. આ વાત હાલમાં ઘણી ચર્ચામાં છે.

*સોનુ સૂદે ટ્રાવેલ યુનિયન લોન્ચ કર્યું:

image source

સોનુ સૂદે શુક્રવારે એક ટેક પ્લેટફોર્મ ટ્રાવેલ યુનિયન લોન્ચ કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દેશનું પ્રથમ ગ્રામીણ પ્રવાસન મંચ છે. તેને વેબસાઈટ અને મોબાઈલ એપ ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

*શું કરે છે આ પ્લેટફોર્મ?

image source

ટ્રાવેલ યુનિયન ગ્રામીણ ટ્રાવેલ એજન્ટોને મદદ કરે છે. મળતી માહિતી અનુસાર ટ્રાવેલ યુનિયન મેક માય ટ્રીપ જેવું એક પ્રકારનું ટ્રાવેલ પ્લેટફોર્મ હશે પરંતુ તે ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાવેલ એજન્ટો માટે જ કામ કરશે. આ પ્લેટફોર્મ તેમને ડિજિટલ વિશ્વમાં તેમના વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરશે. એક રીતે આ પ્લેટફોર્મ દેશના દૂરના વિસ્તારો અને ગામડાઓમાંથી ટ્રાવેલ એજન્ટોને એક જગ્યાએ લાવવાનું કામ કરશે. આ સાથે ટ્રાવેલ યુનિયન માત્ર ગ્રામીણ ટ્રાવેલ એજન્ટોને મદદ કરશે એટલું જ નહીં પરંતુ તે ઘણા નાના દુકાનદારો માટે આવકનું સાધન પણ બનશે. આ માટે તેઓએ પોતાની દુકાનો પર ટ્રાવેલ યુનિયનના ટ્રાવેલ ડેસ્ક ઉભા કરવા પડશે.

*આ પ્લેટફોર્મ પર કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે?

image source

ટ્રાવેલ યુનિયનની વેબસાઇટ મુજબ ટ્રેન ટિકિટ, બસની ટિકિટ, હોટલ અને વિમાનનું બુકિંગ જેવી બાબતો માટે તેના પ્લેટફોર્મ પર તમામ પ્રકારની મુસાફરી સંબંધિત જરૂરીયાતો સૌથી ઓછા દરે કરી શકાય છે. બીજી બાજુ જો લોકો તેમની મુસાફરી કેન્સલ કરે છે તો તેઓ પણ સરળતાથી રિફંડ પણ મેળવી શકશે.

*તમે કેટલા રૂપિયામાં આ પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો?

image source

આ માટે તમે ટ્રાવેલ યુનિયન પર મફતમાં નોંધણી કરી શકશો. આ અંગે ટ્રાવેલ યુનિયનનું કહેવું છે કે કોઈ પણ તેના પ્લેટફોર્મ પર ઝીરો રોકાણ સાથે નોંધણી કરાવી શકે છે. એટલે કે કોઈ પણ આ પ્લેટફોર્મમાં મફતમાં જોડાઈ શકે છે અને માત્ર એટલું જ નહીં આ પ્લેટફોર્મ પર IRCTCના એજન્ટ બનવા માટે લેવામાં આવતી ફી પણ 8 મહિનાની અંદર તે વ્યક્તિને પરત કરવામાં આવશે.

*ટ્રાવેલ યુનિયન બહુવિધ ભાષાઓમાં કામ કરશે:

image source

ટ્રાવેલ યુનિયન હમણાં માટે અંગ્રેજી અને હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં વધુ 11 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવશે. સોનુ સૂદે સ્પાઈસ મની સાથે મળીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે જે ગ્રામીણ ફિનટેક કંપની છે.